________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
૧૭૯
આસક્ત એવા માછલાની જેમ, દારુણ ઉદયવાળા તુચ્છ કુસુખમાં આસક્ત જીવો સચેષ્ટાનો ત્યાગ કરે છે. અહો ! ઘરુણ અંધકારને ધિક્કાર થાઓ !
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થઉપદેશક શ્રોતાને મૂઢતાનો ત્યાગ કરાવવા અર્થે ઉપાયપૂર્વક મોહની નિંદા કરવી જોઈએ. કઈ રીતે નિંદા કરવી જોઈએ ? તે બતાવતાં કહે છે –
મૂઢ પુરુષો અનર્થપ્રધાન હોય છે અને તેઓ કેવા હોય છે તેના સ્વરૂપના વર્ણનથી મૂઢતારૂપ મોહની નિંદા કરવી જોઈએ. જેથી તે યોગ્ય શ્રોતામાં અનાભોગથી પણ તેવી મૂઢતા પ્રાપ્ત થાય નહિ અને તે મૂઢપુરુષના લક્ષણનું વર્ણન કઈ રીતે કરે તે ત્રણ શ્લોકોથી બતાવે છે. , જે અકલ્યાણનાં કારણ છે તે પરમાર્થથી મિત્ર નથી પરંતુ આત્મા માટે અમિત્ર છે તેવા જીવોને મૂઢ જીવ મિત્ર કહે છે; કેમ કે વિષયોમાં મૂઢ, તત્ત્વાતત્ત્વમાં મૂઢ જીવોને હિતાહિતનો વિચાર હોતો નથી પરંતુ ઇન્દ્રિયોના અસાર ભાવોમાં મૂઢતા હોય છે. તેથી પોતાની ઇન્દ્રિયોના અસાર ભાવોને પુષ્ટ કરે તેવા અકલ્યાણમિત્રને તેઓ મિત્ર માને છે અને જેઓ પોતાના કલ્યાણનું કારણ છે તેવા ધર્મપરાયણ મિત્ર હિતબુદ્ધિથી તેને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવાની પ્રેરણા કરે ત્યારે તે કલ્યાણમિત્ર પ્રત્યે દ્વેષ કરે છે. અને સંસારના આરંભ-સમારંભ કરીને હિંસા કરે છે. અને ધનસંચય આદિ કે અન્ય કોઈ પ્રયોજનથી કષ્ટકર્મ આરંભે છે તેવા જીવોને મૂઢચિત્તવાળા કહેવાય છે. વળી, ભગવાનના વચનના ઉપદેશરૂપ કે આપ્તપુરુષના વચનના ઉપદેશરૂ૫ અર્થવાળાં અને યુક્તિથી સંગત એવાં વાક્યને મૂઢ પુરુષ જાણતો નથી. જેમ મૃત્યુથી ઇચ્છાવાળો પુરુષ ઔષધને જાણતો નથી તેમ આત્મકલ્યાણમાં ઉપયોગી અને જીવની ઉત્તમ પદ્ધતિને કહેનારાં એવાં ઉપદેશવચનો યુક્તિયુક્ત હોય, ગુણને કરનારાં હોય તોપણ જીવો તે ઉપદેશનો વિચાર કરતા નથી પરંતુ આત્મા હશે કે નહિ ? પરલોક હશે કે નહિ ? ઇત્યાદિ શંકા કરીને ધર્મથી વિમુખ રહેનારા હોય છે. વળી, જેઓ પંડિત છે તેઓ કોઈ કૃષ્ણને પ્રાપ્ત કરે=કષ્ટને પ્રાપ્ત કરે, ત્યારે પ્રજ્ઞાથી વિચારે છે કે આ પ્રકારના વિષય સંયોગો હું બુદ્ધિમાન હોવા છતાં મને કેમ પ્રાપ્ત થયા ? વસ્તુતઃ મારા જ ભૂતકાળનાં કરાયેલાં કર્મોનું આ ફળ છે. એમ વિચારીને તેવા વિષમ સંયોગોમાં પણ ચિત્તમાં ક્લેશને પ્રાપ્ત કર્યા વગર ઉચિત પ્રવૃત્તિ કરીને પોતાનું હિત સાધે છે. વળી, કોઈ મૂઢ પુરુષ કચ્છ=સંકટને, પ્રાપ્ત કરે ત્યારે સંક્લેશને કરીને પોતાનો વિનાશ કરે છે. અને વિચારે છે કે આનાથી કે આનાથી મારું અહિત થાય છે તેમ વિચારીને બાહ્ય નિમિત્ત પ્રત્યે દ્વેષ કરીને પોતે ક્લેશને પ્રાપ્ત છે. જેમ શિલા પાણીમાં ડૂબે છે તેમ ક્લિષ્ટ ભાવોથી મૂઢ પુરુષ પોતાનો વિનાશ કરે છે.
આ પ્રકારનો ઉપદેશ આપવાથી યોગ્ય શ્રોતાને મૂઢ ભાવો કઈ રીતે વિનાશકારી છે તેનો બોધ થાય છે. તેથી પોતાનામાં મૂઢતા ન આવે તે માટે જાગૃતિ આવે છે અને વારંવાર મૂઢતાના અનર્થનો વિચાર કરીને અમૂઢ ભાવોને ધારણ કરે છે. જેથી તેવા યોગ્ય શ્રોતાને કલ્યાણમિત્રો પ્રત્યે પક્ષપાત થાય. અર્થસભર એવાં