________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૭૫
चाऽव्यवच्छिन्नानुबन्धा दुःखपरम्परा प्रसूयते । यदुच्यते“પરેવ સ નીવો, વિવા: સંસારમુતિ |
द्रव्यक्षेत्राद्धाभावभिन्नमावर्त्तते बहुशः ।।१।।" ટીકાર્ય -
સપીયાનેવ .... વૈદુશઃ II અપાયોને જ વ્યક્ત કરતાં કહે છે – . “તારકનાં દુઃખોનું ઉપવર્ણન.” (સૂ. ૮૨) - તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
નરકમાં થનારા જીવો નારક કહેવાય. તેઓના=નારકોના અને ઉપલક્ષણપણું હોવાથી તિર્યંચાદિનાં દુઃખોનું ઉપવર્ણન કરવું જોઈએ. જે પ્રમાણે – : - તીણ તલવારોથી, દીપ્ત ભાલાઓથી, વિષમ કુહાડાઓથી, વિષમ ચક્રોથી, પરશુ, ત્રિશુલ, તોમર, મુગર, ફરસી, મુસંઢીથી સંભિન્ન તાલુ-શિરવાળા, છિન્ન ભુજાવાળા, છિન્ન કર્ણ, નાસિકા, ઓષ્ઠવાળા, ભેદાયેલા હદય-ઉદરઆંતરડાવાળા, ભિન્ન અલિપુટવાળા, અત્યંત દુ:ખથી પીડા પામતા, મહીતલમાં પડતા અને ઊછળતા વિચણ કરતા એવા દીન, કર્મપટલથી અંધ થયેલા એવા નારકીઓ રક્ષણ કરનારાઓને જોતા નથી." (શ્લોક – ૧-૨-૩)
“સુધા, તૃષા, ઠંડી, ગરમી, ભયથી પીડા પામેલા, પરના પરાભવના વ્યસનવાળા, અતિદુઃખિત એવા તિર્યંચોને અહો ! સુખનો અનુયંગસુખનો સંગ, એ ખરેખર વાર્તા છે કહેવા પૂરતું છે.” (૪)
“પ્રાણી મનુષ્યપણામાં પણ દારિદ્ર, રોગ, દૌર્ભાગ્ય, શોક વગેરે અને જાતિ, કુલ, અવયવાદિથી જૂનપણાને પ્રાપ્ત કરે છે.” (૫)
અવન-વિયોગના દુઃખવાળા, ક્રોધ-ઇર્ષા-મદ-મદન=કામના અતિતાપવાળા એવા દેવોમાં શું સુખ છે?) “ =તે કારણથી=પૂર્વમાં ચાર ગતિની દુઃખિત અવસ્થા બતાવી તે કારણથી, હે આર્યો ! વિચારીને અમને કહો. અહીં=સંસારમાં, જે નિવેદનીય એવું કંઈપણ સુખ છે ?=ગણના કરી શકાય એવું કંઈપણ સુખ નથી. (૬) ‘રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને “દુષ્કુલ જન્મની પ્રશસ્તિ.” (સૂ. ૮૩) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
શક, યવન, શબર, બર્બરાદિ સંબંધવાળા દુષ્કુલોમાં અસદાચારવાળા પ્રાણીઓનો જે જન્મ=પ્રાદુર્ભાવ, તેની પ્રશસ્તિ=પ્રજ્ઞાપના, કરવી જોઈએ.
અને ત્યાં=હલકાં કુળોમાં, ઉત્પન્ન થયેલા જીવોને શું છે ? એ કહે છે – દુઃખની પરંપરાનું નિવેદન.” (સૂ. ૮૪) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – શારીરિક, માનસિક, અશર્મલક્ષણ દુ:ખોની જે પરંપરા=પ્રવાહ, તેનું નિવેદન=પ્રરૂપણ, ઉપદેશકે કરવું જોઈએ. જે