________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૭૩
વળી, હિંસાદિ પાપો શું છે ? તેનું સ્વરૂપ શ્રોતાની બુદ્ધિ અનુસાર ઉપદેશકે ક૨વું જોઈએ. જેથી હિંસાદિના સ્વરૂપને જાણીને તે પાપોથી શ્રોતા નિવર્તન પામે, જેનું સ્વરૂપ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રી સંક્ષેપથી બતાવે
—
જેમ પ્રમત્ત યોગથી પ્રાણ વ્યપરોપણ હિંસા છે.
તેથી એ ફલિત થાય કે જે શ્રોતા પોતાની ભૂમિકા અનુસાર દેશવિરતિ કે પંચાચારના આચારો પાળે છે અને શક્તિને ગોપવ્યા વગર સર્વશક્તિથી ઉદ્યમ છે તેવા જીવો હિંસાના પાપના નિવર્તનવાળા છે. જો કે સંપૂર્ણ પાપની વિરુતિ સર્વવતિમાં સંભવે છે તોપણ સ્વભૂમિકા અનુસાર અપ્રમાદભાવથી પંચાચારના પાલનમાં ઉદ્યમ કરનારા શ્રાવકો પણ હિંસાના પાપને પ્રાપ્ત કરતા નથી. પરંતુ સર્વવિરતિ માટે શક્તિનો સંચય કરે છે. તેથી શક્તિ સંચય થવાથી સંપૂર્ણ અહિંસા પાળવા માટે સમર્થ બને છે. આ પ્રકા૨નો ઉપદેશ આપવાથી વિવેકી શ્રોતાને અપ્રમાદભાવથી પંચાચારના પાલનમાં ઉત્સાહ થાય છે.
વળી, જે રીતે વસ્તુ હોય તેનાથી વિપરીત અજ્ઞાનતાથી, વિચાર્યા વગર, સહસા કે કષાયના વશથી કથન ક૨વામાં આવે તે મૃષાવચન છે. તેથી પાપના ત્યાગના અર્થીએ ઉચિત નિર્ણય કરીને જે હિતકારી વચન હોય, યથાર્થ વચન હોય તેવું જ કથન કરવું જોઈએ, અન્યથા મૃષાવાદની પ્રાપ્તિ થાય.
કોઈએ વસ્તુ આપેલી ન હોય અને ગ્રહણ કરવામાં આવે તો સ્તેય દોષ છે. તેથી પારકી વસ્તુને તેના માલિકને પૂછ્યા વગર ગ્રહણ કરવાથી ચોરીનું પાપ લાગે છે.
અબ્રહ્મનું સેવન મૈથુન છે.
બાહ્યપદાર્થોની મૂર્છા પરિગ્રહ છે. તેથી પરિગ્રહના પાપની વિરતિના અર્થીએ સર્વત્ર મૂર્છાના પરિહાર માટે ઉદ્યમ ક૨વો જોઈએ.
વળી, ઉપદેશકે સ્વયં અસદાચારનો પરિહાર કરવો જોઈએ અર્થાત્ જે પ્રકારનો ઉપદેશ, ઉપદેશક શ્રોતાને આપે છે તે પ્રકારે હિંસાદિ પાપો, મિથ્યાત્વરૂપ પાપ અને ક્રોધાદિ કષાયરૂપ પાપનો પરિહાર કરવો જોઈએ. જો તે પાપનો પરિહાર ઉપદેશક ન કરે અને પ્રસંગે ઉપદેશક તે પ્રકારનાં પાપો સેવતા હોય તો ઉપદેશકનું કથન નટના વૈરાગ્ય જેવું શ્રોતાને અનાદેય બને. તેથી ઉપદેશ શ્રોતાને સમ્યક્ પરિણમન પામે નહિ.
વળી, ઉપદેશક જે ઉપદેશ આપે છે તે આચારોનું ઋજુભાવથી ઉપદેશકે સેવન કરવું જોઈએ. પરંતુ શ્રોતાને દેખાડવા પૂરતું તેની સન્મુખ સેવન કરવું જોઈએ નહિ. ઉપદેશક ઋજુભાવથી તે ધર્મ સેવતા હોય અને ઉચિત ઉપદેશ આપતા હોય તો શ્રોતાને ખાતરી થાય કે આ ઉપદેશક જે પોતે માને છે તેવો જ ઉપદેશ આપે છે. તેથી મને ઠગનારા નથી. પરંતુ મારા હિતને અનુસાર ઉચિત ઉપદેશ આપનારા છે. તેથી તેવા શ્રોતા તે ઉપદેશકને સમ્યક્ પરતંત્ર થઈને હિત સાધી શકે છે.
વળી, ઉપદેશકે ઉપદેશ આપવો જોઈએ કે કલ્યાણના અર્થી પણ જીવો ધર્મ સેવવા છતાં પ્રમાદ કરે છે તેના કારણે જ સદાચારના ફળને પામતા નથી. તેથી સદાચારની પ્રવૃત્તિને નિષ્ફળ કરનાર અને અનર્થોની