________________
૧૭૧
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ કરતાં ઘણી વિશેષ પ્રકારની વિભૂતિ છે, રૂપાદિ છે.
તે સ્પષ્ટ કરતાં કહે છે – દેવભવમાં ઉત્તમ રૂપની સંપત્તિ છે અને દીર્ઘકાળ સુધી સ્થિતિ છે. દેવભવમાં મનુષ્ય જેવું ચંચલ આયુષ્ય નથી. વળી, દેવભવનો પ્રભાવ ચક્રવર્તી આદિને પણ નથી તેવો વિશિષ્ટ કોટિનો છે. દેવભવનાં સુખો મનુષ્યલોકનાં સુખો કરતાં કલ્પનાતીત છે, દેહની કાંતિ ઘણી શ્રેષ્ઠ છે. લશ્યાનો યોગ પણ ઘણો વિશેષ છે.
વળી, સંસારી જીવો ભોગના સુખનો અનુભવ ઇન્દ્રિયોથી કરે છે અને તેનાથી જ ભોગનો આફ્લાદ મેળવે છે. તેના સાધનભૂત ઇન્દ્રિય મનુષ્યને મળેલ છે તેના કરતાં વિશુદ્ધ ઇન્દ્રિયોનો યોગ દેવભવમાં છે, તેથી ઇન્દ્રિયજન્ય સુખ પણ દેવોને અતિશયવાળું હોય છે અને ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ અતિશયવાળું હોય છે. વળી, દેવભવમાં ભવકૃત જ અવધિજ્ઞાન છે. તેથી તેઓનું જ્ઞાન પણ મનુષ્ય કરતાં ઘણી વિશેષ કોટિનું છે.
મનુષ્યલોકમાં જે ભોગસાધનો છે તેના કરતાં પ્રકૃષ્ટ કોટિનાં ભોગસાધનો દેવભવમાં છે. વળી, દિવ્ય એવાં વિમાનોનો સમૂહ દેવભવમાં છે. એ પ્રકારે આગળમાં દેવભવનું વર્ણન કરાશે તે પ્રકારના દેવભવની ઋદ્ધિનું વર્ણન ઉપદેશકે શ્રોતા આગળ કરવું જોઈએ. જેથી શ્રોતાને દુષ્કર એવા પણ પંચાચારના પાલનમાં ઉત્સાહ થાય અને વિચાર આવે કે આ પંચાચારના પાલનનું મોક્ષરૂપ શ્રેષ્ઠ ફળ તો છે પરંતુ મોક્ષ નહિ મળે ત્યાં સુધી પણ આવી ઉત્તમ સંપત્તિવાળા દેવભવની પ્રાપ્તિ દ્વારા જીવના હિતને કરનારું આ પંચાચારનું પાલન છે તેવો સ્થિર નિર્ણય થાય અને તેમાં પણ દેવભવના વિશેષ વર્ણનને કારણે શ્રોતાને પંચાચારના પાલનનો વિશેષ ઉત્સાહ થાય છે.
વળી, ઉપદેશકે કહેવું જોઈએ કે આવા ઉત્તમ એવા દેવભવની પ્રાપ્તિ પછી પંચાચારનું પાલન કરનારા મહાત્મા સુકુલમાં જન્મે છે.
તે સુકુલ કેવું છે તેનું ઉપદેશક વર્ણન કરે. તે આ પ્રમાણે –
તે મહાત્મા જે દેશમાં જન્મે તે દેશ પણ વિશેષ પ્રકારનો હોય અર્થાત્ સામાન્ય અન્ય દેશો કરતાં જીવને સુખસામગ્રીનું કારણ બને તેવો વિશિષ્ટ દેશ હોય. એવો વિશિષ્ટ કાળ હોય કે જે કાળમાં ભોગસુખો ઘણા મળે. વળી તેમાં પણ ઉત્તમ કુલમાં જન્મે જે કુળ સદાચારને સેવનારા એવા પુરુષથી પ્રવૃત્ત હોય. જેમ ઋષભદેવનું ઇક્વાકુકુળ ઉત્તમ એવા તીર્થકરથી પ્રવૃત્ત હતું તેથી તેવા ઉત્તમ કુળમાં જન્મ લેનારા જીવો સુંદર ધર્મની આરાધના કરી શકે. વળી તેવા કુળમાં સુંદર ભોગો મેળવે છે અને સુખે – સુખે આત્મહિત સાધી શકે છે. ઉત્તમ કુળમાં અનેક મનોરથને પૂરનાર અત્યંત નિરવદ્ય જન્મ પ્રાપ્ત થાય છે. આવા સુકુલને પ્રાપ્ત કર્યા પછી તે મહાત્માને કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે.
કયા પ્રકારની કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સુંદરરૂપ મળે છે, તે મહાત્માનો દેહ સર્વ લક્ષણનું સ્થાન હોય છે, રોગાદિથી રહિત હોય છે, ઇત્યાદિ સર્વ પ્રકારની કલ્યાણની પરંપરાનું કારણ બને છે. આ પ્રકારનો ઉપદેશ આપવાથી ધર્મ કઈ રીતે જીવને