________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૬૯ ‘દેવની ઋદ્ધિનું વર્ણન' - (સૂ. ૭૪) તેના તાત્પર્યને સ્પષ્ટ કરે છે –
દેવોની વિભૂતિ રૂપાદિરૂપ ઋદ્ધિનું વર્ણન-પ્રકાશન જે પ્રમાણે ત્યાં દેવભવમાં, ઉત્તમ રૂપસંપત્તિ મળે છે. સસ્થિતિ, પ્રભાવ, સુખ, ઘુતિ, વેશ્યાનો યોગ થાય છે–દેવભવમાં દીર્ઘકાળની સુંદર સ્થિતિ છે, જીવનો ઘણો પ્રભાવ છે, ત્યાં ઘણા પ્રકારનાં સુખો છે, ઉત્તમ કાંતિ છે, ઉત્તમ લેશ્યાનો યોગ છે. વિશુદ્ધ ઇન્દ્રિય અને અવધિપણું છે=મનુષ્યની ઈન્દ્રિય કરતાં અતિ પટુ ઇન્દ્રિય છે. અને અવધિજ્ઞાનનો યોગ છે. પ્રકૃષ્ટ ભોગસાધનો છે. દિવ્ય વિમાનનો સમૂહ છે. ઈત્યાદિ વક્ષ્યમાણ જ=આગળમાં કહેવાશે એ જ, દેવોની ઋદ્ધિ છે. * અને “સુકુલના આગમનની ઉક્તિ. (સૂ. ૭પ)
તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
- દેવસ્થાનથી ચુત થયા છતાં પણ=ધર્મ સેવીને તેવા ઉત્તમ દેવસ્થાનને પામ્યા પછી ત્યાંથી ચુત થયા પછી પણ, ; વિશિષ્ટ એવા દેશમાં, વિશિષ્ટ એવા કાળમાં, સદાચારથી આખ્યાયિકાવાળા પુરુષથી યુક્ત એવા ઉદગ્ર ઉચ્ચ, નિષ્કલંક 'અવયમાં કુળમાં, અનેક મનોરથો આપૂરક અત્યંત નિરવ એવો જન્મ ઇત્યાદિ વક્ષ્યમાણ લક્ષણવાળી જ સુકુલમાં આગમનની ઉક્તિ-ઉપદેશકે કરવી જોઈએ.
અને કલ્યાણની પરંપરાનું આખ્યાન કરે. (સૂ. ૭૬) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – “તે સુકુલના આગમનથી ઉત્તર=ધર્મ સેવીને દેવભવમાંથી ચ્યવીને સુકુલમાં આગમન થાય તેનાથી ઉત્તર, ત્યાં સુકુલમાં, સુંદર રૂપ, લક્ષણોનું આલય =લક્ષણોના સ્થાન એવો દેહ, રોગથી રહિત ઈત્યાદિરૂપ અહીં જ આ ગ્રંથમાં, ધર્મફલ નામના અધ્યાયમાં કહેવાનારા સ્વરૂપવાળી કલ્યાણની પરંપરાનું આખ્યાન નિવેદન, કરવું જોઈએ.
અને “અસદાચારની ગહ કરવી જોઈએ.” (સૂ. ૭૭) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સદાચારથી વિલક્ષણ હિંસાવૃતાદિ દશ પ્રકારનો પાપના હેતભેદરૂપ અસદાચાર છે. તેમાં “થોથી સાક્ષી આપે છે –
“હિંસા, અમૃત આદિ પાંચ અને તત્ત્વનું અશ્રદ્ધાન જ અને ક્રોધાદિ ચાર એ પાપના હેતુઓ છે.” (શાસ્ત્રવાર્તા સમુ. કા. ૪). તેની ગર્તા=પાપના હેતુઓની ગહ, અસદાચારની ગહ છે. અને તે ગહ ‘ાથથી સ્પષ્ટ કરે છે –
“મિથ્યાત્વ સમાન સત્ર નથી, મિથ્યાત્વ સમાન વિષ નથી, મિથ્યાય સમાન રોગ નથી, મિથ્યાત્વ સમાન અંધકાર નથી.” (૧)
“શત્રુ, વિષ, અંધકાર અને રોગ વડે એકત્ર=એક જન્મમાં, દુઃખ અપાય છે દુરન્ત એવા મિથ્યાત્વ વડે-ગાઢ એવા મિથ્યાત્વ વડે, જીવને જન્મોજન્મમાંsઘણા જન્મોમાં, દુઃખ અપાય છે.” (૨)