________________
૧૭૦.
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
વાલાઓથી આકુલ એવા અગ્નિમાં મનુષ્ય વડે આત્મા–પોતે, ફેંકાયેલો સારો પરંતુ મિથ્યાત્વથી યુક્ત જીવિતવ્ય ક્યારેય પણ સારું નથી.' (૩)
રૂતિ =એ પ્રમાણે, તત્વના અશ્રદ્ધાનની ગહ, એ રીતે હિંસાદિમાં પણ ગહની યોજના કરવી જોઈએ. અને તેના સ્વરૂપનું કથન.” (સૂ. ૭૮) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – તેના=અસદાચારરૂપ હિંસાદિના, સ્વરૂપનું કથન. જે પ્રમાણે “પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણ હિંસા છે.” (તત્વાર્થ સૂ. ૭/૮) અસલું અભિમાન મૃષા છે', ‘અદત્તનું ગ્રહણ સ્નેય છે', “મૈથનનું સેવન અબ્રા છે', મૂચ્છ પરિગ્રહ છે.' (તસ્વાર્થ સૂત્ર - ૭/૧૦-૧૨) ઇત્યાદિનું કથન કરે.
અને “સ્વયં પરિહાર કરે.' (સૂ. ૭૯) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
આચારકથક એવા ઉપદેશકે સ્વયં અસદાચારનો પરિવાર સંપાદન કરવો જોઈએ. જે કારણથી સ્વયં અસદાચારને નહિ પરિહાર કરતા એવા ઉપદેશકનું ધર્મકથન નટના વૈરાગ્યના કથનની જેમ અનાદય જ થાય, પરંતુ સાધ્યની સિદ્ધિને કરનારું થાય નહિ.
અને ઋજુભાવથી આસેવન. (સૂ. ૮૦) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
કૌટિલ્યના ત્યાગરૂપ ઋજુભાવનું આસેવન–અનુષ્ઠાન, દેશકે જsઉપદેશકે જ, કરવું જોઈએ. આ પ્રમાણે હોતે છતે=ઋજુભાવથી ઉપદેશક અનુષ્ઠાન સેવે એ રીતે હોતે છતે, અવિપ્રતારણકારી એવી તેની–ઉપદેશકની સંભાવના થયે છતે શિષ્ય તેના ઉપદેશથી કોઈ રીતે પણ દૂર થાય નહિ.
અને “અપાયના હેતુત્વની દેશના. (સૂ. ૮૧). તેનો અર્થ સ્પષ્ટ કરે છે – ઈહલોક-પરલોક વિષયક અપાયોનું અનર્થોનું હેતુપણું પ્રસ્તાવથી અસદાચારનો જે હેતુભાવ તેની દેશના કરવી
જોઈએ. જે પ્રમાણે –
પુરુષો સ્વર્ગમાં જે જતા નથી અને જે વિનિપાતને પામે છે ત્યાં અનાર્ય એવો પ્રમાદ નિમિત્ત છે. એ પ્રમાણે મારા વડે નિશ્ચિત છે.”
અને પ્રમાદ અસદાચાર છે. ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઉપદેશકે શ્રોતાને પંચાચારના પાલનના ઉત્તમ ફળનું વર્ણન કરવું જોઈએ જેથી યોગ્ય જીવોને પંચાચારના પાલનમાં ઉત્સાહ થાય. હવે પંચાચારપાલનના ફળના વિષયમાં જ વિશેષ કહે છે – યોગ્ય શ્રોતા આગળ દેવોની ઋદ્ધિનું વર્ણન કરવું જોઈએ અને બતાવવું જોઈએ કે દેવભવમાં મનુષ્ય