________________
૧૭૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ઉત્તમ ફળની પરંપરા દ્વારા હિતનું કારણ બને છે ? તેવી વિશેષ બુદ્ધિ ઉત્પન્ન થવાથી ધર્મના પાલન માટેનો ઉત્સાહ અતિશયિત થાય છે. આ રીતે, ઉત્સાહિત થઈને ધર્મમાં પ્રવૃત્તિ કરતા એવા શ્રોતાની ધર્મપ્રવૃત્તિ દૃઢ કરવા અર્થે ઉપદેશક અસદાચારની ગર્હ કરે છે; કેમ કે જીવો સામાન્યથી અસદાચારને સેવવાની પ્રકૃતિવાળા છે. તેથી અનાદિથી ભવપરંપરાને પ્રાપ્ત કરી રહ્યા છે. માટે અસદાચાર સુઅભ્યસ્ત છે. તેથી ઉત્સાહથી પંચાચારના પાલન માટે ઉદ્યમ કરનારા જીવો પણ નિમિત્તને પામીને અસદાચારનું સેવન કરે છે. તેની નિવૃત્તિ માટે ઉપદેશકે અસદાચારોની શ્રોતા આગળ ગર્હ કરવી જોઈએ.
તે સર્વ અસદાચાર શું છે ? તે સંક્ષેપથી બતાવતાં કહે છે –
હિંસાદિ પાંચ અવ્રતો અસદાચાર છે. જિનવચનાનુસાર જે તત્ત્વ છે તેના અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ અસદાચાર છે. ક્રોધ-માન-માયા-લોભ એ રૂપ ચાર કષાયો અસદાચાર છે; કેમ કે પાપના હેતુ છે.
અને તેની ગાઁ કઈ રીતે કરે ? તે બતાવતાં પ્રથમ મિથ્યાત્વની ગર્હા કરે છે –
જિનવચનમાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી; કેમ કે ભગવાનનું વચન જીવને ઉચિત પ્રવૃત્તિ કરાવીને કલ્યાણની પરંપરાનું એક કારણ છે. આમ છતાં, જે જીવોને તે જિનવચન પ્રત્યે અત્યંત પક્ષપાત નથી તેથી જિનવચનના પરમાર્થને જાણવા યત્ન કરતા નથી અથવા કોઈ ૨ીતે જાણવા યત્ન કરે. તોપણ યથાતથા જાણે છે, યથાતથા જિનવચનને સેવે છે અને હું જિનવચનને જાણું છું અને સેવું છું તેવી બુદ્ધિ ધારણ કરે છે; પરંતુ પરમાર્થથી જિનવચનથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે તે મિથ્યાત્વરૂપ છે.
આ મિથ્યાત્વ જેવો શત્રુ આત્મા માટે અન્ય કોઈ નથી; કેમ કે તે સર્વ વિનાશનું કારણ છે. મિથ્યાત્વ જેવું કોઈ વિષ નથી, મિથ્યાત્વ જેવો કોઈ રોગ નથી અને મિથ્યાત્વ જેવો કોઈ અંધકાર નથી; કેમ કે શત્રુથી એકભવમાં દુઃખ મળે છે, વિષ ખાવાથી એક ભવમાં મૃત્યુ થાય છે, અજ્ઞાનથી કોઈ વિપરીત પ્રવૃત્તિ થવાથી એક ભવમાં દુ:ખ મળે છે અને રોગથી જે કંઈ પીડા થાય છે તે એક ભવમાં થાય છે.
જ્યારે જિનવચનથી વિપરીત રુચિરૂપ મિથ્યાત્વ જીવને માટે ખરાબ અંતવાળું હોવાથી ઘણા ભવો સુધી દુર્ગતિઓની પરંપરા દ્વારા વિનાશનું કારણ બને છે. તેથી સર્વ ઉદ્યમથી મિથ્યાત્વને દૂર કરવા માટે જીવે પ્રયત્ન કરવો જોઈએ.
વળી, મિથ્યાત્વની અત્યંત નિંદનીયતા બતાવવા માટે કહે છે કે જ્વાલાયુક્ત અગ્નિમાં કોઈક વડે ફેંકાયેલ દેહવાળો પોતાનો આત્મા સારો છે પરંતુ મિથ્યાત્વથી યુક્ત જીવન ક્યારેય સારું નથી; કેમ કે જ્વાલાવાળા અગ્નિમાં નાખવાથી આત્માને એક ભવમાં બળીને ભસ્મ થવારૂપ અનર્થ પ્રાપ્ત થાય છે. જ્યારે મિથ્યાત્વયુક્ત જીવન તો જન્મોજન્મ ઘણા અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. આ રીતે ભગવાનના વચનથી વિપરીત રુચિરૂપ મિથ્યાત્વની શ્રોતા આગળ ગહ ક૨વાથી શ્રોતાને મિથ્યાત્વને દૂર કરવા માટેનો ઉત્સાહ થાય છે અને તે રીતે હિંસાદિના અનર્થોની ગર્હા ઉપદેશકે ક૨વી જોઈએ. જેથી તે શ્રોતા મિથ્યાત્વના નિવર્તન માટે, હિંસાદિ પાપોના નિવર્તન માટે અને ક્રૌધાદિ કષાયોના નિવર્તન માટે સમ્યક્ ઉદ્યમ કરીને અસદાચારથી દૂર રહે. જેથી સ્વભૂમિકા અનુસાર પંચાચારનું સમ્યક્ પાલન કરીને હિત સાધી શકે.