________________
GO
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૫ થી ૧૪ અલ્પતા કરનાર હોવાથી મોક્ષને અનુકૂળ છે તેથી તે ભાવલેશને ગ્રહણ કરનાર વ્યવહારનય તે પ્રવૃત્તિમાં ધર્મ સ્વીકારે છે.
અહીં કહ્યું કે સતતાભ્યાસમાં અને વિષયાભ્યાસમાં અપુનબંધકાદિને ઉચિત ભાવલેશ છે માટે ધર્માનુષ્ઠાન છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગૃહસ્થ અવસ્થામાં માતા-પિતાની ઉચિત ભક્તિ કરવી એ પણ ઉચિત પ્રવૃત્તિરૂપ છે અને ઉચિત પ્રવૃત્તિ ધર્માનુષ્ઠાનરૂપ છે. ફક્ત ભાવાભ્યાસમાં જેવી ઉચિત પ્રવૃત્તિ છે તેવી ઉચિત પ્રવૃત્તિ સતતાભ્યાસમાં નથી; કેમ કે ભાવાભ્યાસમાં સર્વ ઉદ્યમથી મોહના ઉમૂલનને અનુકૂળ એવી ઉચિત પ્રવૃત્તિ છે. જ્યારે સતતાભ્યાસમાં પ્રથમ ભૂમિકાની ઉચિત પ્રવૃત્તિ છે. તેથી સતતાભ્યાસાદિમાં ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ ભાવલેશ છે અને તે ભાવલેશને સામે રાખીને સતતાભ્યાસની પ્રવૃત્તિમાં ધર્માનુષ્ઠાનપણું કહેવાયું છે.
ઉપદેશપદની સાક્ષી આપી તેમાં ત્રણ પ્રકારના અભ્યાસનું વર્ણન કરેલ છે. ૧. સતતાભ્યાસ ૨. વિષયાભ્યાસ અને ૩. ભાવાભ્યાસ. તેમાં સતત ગૃહસ્થને કરવા યોગ્ય માતા-પિતાની વિનયાદિ પ્રવૃત્તિ તે સતતાભ્યાસ છે. વળી, મોક્ષમાર્ગને બતાવનારા એવા અરિહંત ભગવંતોની ભક્તિથી પૂજનાદિની પ્રવૃત્તિ છે તે વિષયાભ્યાસ છે; કેમ કે મોક્ષમાર્ગના વિષયભૂત એવા તીર્થંકર પ્રત્યે ભક્તિ છે અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની વૃદ્ધિ થાય તે પ્રકારે શાસ્ત્રઅધ્યયન અને શાસ્ત્રાનુસારી અનુષ્ઠાનોનું સેવન તે ભાવાભ્યાસ છે. અને નિશ્ચયનય આત્માના પારમાર્થિક ભાવોને ધર્મરૂપે સ્વીકારે છે તેથી ભાવાભ્યાસને ધર્મ કહે છે. વળી વ્યવહારનય સ્વભૂમિકાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિને ધર્મરૂપે સ્વીકારે છે, તેથી સતતાભ્યાસ અને વિષયાભ્યાસને પણ ધર્માનુષ્ઠાન તરીકે સ્વીકારે છે. માટે અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર જે કંઈ પણ માતા-પિતાદિની સેવા વગેરે કરે છે તે સર્વને વ્યવહારનય ધર્મરૂપે સ્વીકારે છે.
અહીં ‘નથી શંકા કરે છે કે “ધર્મસંગ્રહણી'માં નિશ્ચયનયથી શૈલેશીના ચરમ સમયમાં જ ધર્મ કહેવાયો. છે અને શૈલેશીના ચરમ સમય પૂર્વે જે કંઈ પ્રવૃત્તિ છે તે ધર્મનું સાધન છે. માટે વ્યવહારનયથી તેને ધર્મ કહેવાયો છે અને પૂર્વમાં ઉપદેશપદની સાક્ષી આપી તેના વચન પ્રમાણે નિશ્ચયનયથી ધર્માનુષ્ઠાનનો સંભવ અપ્રમત્તસંયતને જ છે; કેમ કે અપ્રમત્તસયત જ પરિપૂર્ણ રત્નત્રયી માટે સુદઢ યત્નવાળા હોવાથી ભાવાભ્યાસ કરે છે. તેથી ધર્મસંગ્રહણીના વચન સાથે ઉપદેશપદના વચનનો વિરોધ કેમ નહિ થાય ? તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ધર્મસંગ્રહણીમાં ધર્મને કહેવાની ઇચ્છા છે, ધર્માનુષ્ઠાનને કહેવાની ઇચ્છા નથી અને ધર્મપદની વ્યુત્પત્તિના નિમિત્તના ગ્રાહક એવા એવંભૂતરૂપ નિશ્ચયનય શૈલેશીના ચરમ સમયમાં જ ધર્મ સ્વીકારે છે. ઉપદેશપદમાં ધર્માનુષ્ઠાનને ધર્મપદથી કહેવાની ઇચ્છા છે, માટે ધર્માનુષ્ઠાનપદની વ્યુત્પત્તિના નિમિત્તના ગ્રાહક એવા એવંભૂતરૂપ નિશ્ચયનય અપ્રમત્તસંયતને જ ભાવાભ્યાસરૂપ ધર્માનુષ્ઠાન સ્વીકારે છે તેથી ધર્મસંગ્રહણીના વચન સાથે ઉપદેશપદના વચનનો વિરોધ નથી.
આશય એ છે કે મોક્ષરૂપ કાર્યને સાધે તેવો ધર્મ શૈલેશીના ચરમ સમયે છે અને તેવા ધર્મને કહેવાના અભિપ્રાયથી ધર્મસંગ્રહણીમાં શૈલેશીના ચરમ સમયમાં ધર્મ છે તેમ સ્વીકારેલ છે. શૈલેશીના ચરમસમયના