________________
૧પ૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ તિ' શબ્દ દેશ અને સર્વકાંક્ષાના સ્વરૂપની સમાપ્તિ માટે છે. પડજીવનિકાયની પીડાને અને. અસત્ પ્રરૂપણાને આલોકન કરતો નથી. અન્ય દર્શનમાં છ જીવની કાયની પીડા છે અને અસંબંધ પ્રરૂપણા છે તેનો વિચાર કરતો નથી માટે દેશની અથવા સર્વેની કાંક્ષા કરે છે.
તિ' શબ્દ દેશ અને સર્વકાંક્ષાના નિવારણના સમાધાનની સમાપ્તિ અર્થે છે. વિચિકિત્સા=મતિવિભ્રમ, નિર્ગત છે વિચિકિત્સા જેનાથી એવો આ જીવ નિધિચિકિત્સ કહેવાય. વિચિકિત્સાનું સ્વરૂબ બતાવે છે –
આવા પ્રકારનું જિનદર્શન સુંદર છે. પરંતુ પ્રવૃત્ત છતાં પણ મને=જિનદર્શનાનુસાર પ્રવૃત્તિ કરતા છતાં પણ મને, આનાથી જિનદર્શનાનુસાર પ્રવૃત્તિથી, ફલ થશે કે નહિ ? (એ પ્રકારની વિચિકિત્સા કરે છે.) . કેમ વિચિકિત્સા થઈ ? તે બતાવે છે –
ખેડૂત આદિની ક્રિયામાં ઉભયથાપણ ઉપલબ્ધિ હોવાથી વિચિકિત્સા થાય છે એમ અવય છે. “તિ' આ પ્રકારની વિચિકિત્સારૂપ કુવિકલ્પથી રહિત નિર્વિચિકિત્સ છે, એમ યોજન છે. કેમ આ પ્રકારના કુવિકલ્પથી રહિત થાય છે ? તે બતાવે છે –
અવિકલ ઉપાય, ઉપેયવસ્તુનો પરિપ્રાપક નથી થતો એમ નહિ એ પ્રકારનો સંજાત નિશ્ચયવાળો છે એ પ્રકારનો અર્થ છે.
યા'થી નિર્વિચિકિત્સનો બીજો અર્થ કહે છે – નિવિજુગુપ્સાવાળો=જુગુપ્સા રહિત.
અને અમૂઢદષ્ટિ બાલ, તપસ્વીના તપોવિદ્યાદિના અતિશયથી મૂઢ નહિ–સ્વભાવથી ચલિત નહિ એવી સમ્યગ્દર્શનરૂપ દૃષ્ટિ છે જેને એ અમૂઢદૃષ્ટિ - આટલા ગુણીપ્રધાન દર્શનાચારનો નિર્દેશ છે=નિઃશંકિતાદિ ચારમાં ગુણીપ્રધાન એવા દર્શનાચારનો નિર્દેશ છે. હવે ગુણપ્રધાન નિર્દેશ બતાવે છે. ઉપવૃંહણ એટલે સમાન ધાર્મિકોના સદ્ગુણોની પ્રશંસાથી - તેની વૃદ્ધિનું કરણ=ધર્મની વૃદ્ધિનું કરણ, સ્થિરીકરણ=ધર્મથી સિદાતા એવા જીવોને ત્યાં જ=ધર્મમાં જ, સ્થાપન, વાત્સલ્ય=સમાન ધાર્મિકજનના ઉપકારનું કરવું, પ્રભાવના=ધર્મકથાદિ વડે તીર્થની ગાપના. “તિ' શબ્દ ગુણપ્રધાન : દર્શનાચારના કથનની સમાપ્તિ માટે છે. અને ગુણની પ્રધાનતાવાળો આ નિર્દેશ ગુણ-ગુણીના કથંચિત ભેદને બતાવવા અર્થે છે. ગુણ-ગુણીનો કથંચિત્ ભેદ કેમ બતાવ્યો ? તેથી કહે છે. એકાંત અભેદમાં ગુણ-ગુણીના એકાંત અભેદમાં, ગુણની નિવૃત્તિ થયે છતે ગુણીની પણ નિવૃત્તિની આપત્તિ હોવાથી શૂન્યતાની પ્રાપ્તિ થાય.
તિ' શબ્દ દર્શનાચારના કથનની સમાપ્તિ માટે છે. ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી, તેનું સ્વરૂપ પ્રતીત જ છે. બાહ્ય અને અત્યંતર એવા તપ ષકદ્રયના ભેદથી તપાચાર વળી બાર પ્રકારનો છે. ત્યાં=બાર પ્રકારના તપમાં. અનશન, ઊનોદરતા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ બાહ્યતપ કહેવાયો છે. ૧II પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, ઉત્સર્ગ, સ્વાધ્યાય એ તપ છ પ્રકારનો આત્યંતર થાય છે.” રાા (પ્રશમરતિ કા. ૧૭૫-૧૭૬)