________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૧૯
૧૬૧
શાસ્ત્રો પ્રાકૃતમાં રચાયેલાં છે તેનું કારણ બાલાદિ જીવોને સુખે બોધ થાય તે પ્રયોજન છે. આ રીતે જે જે સ્થાનોમાં સર્વ શંકા થાય તેનું ઉચિત સમાધાન પ્રાપ્ત કરીને શાસ્ત્રવચનમાં નિઃશંકિત થવું જોઈએ. જેથી ભગવાને બતાવેલાં સતુશાસ્ત્રો સર્વકલ્યાણનું એક કારણ છે, તેવી સ્થિર બુદ્ધિ થાય. આ પ્રકારે દર્શનાચારનું પાલન આરાધક જીવે કરવું જોઈએ એમ ઉપદેશક ઉપદેશ આપે. (i) નિષ્કાંક્ષિતદર્શનાચાર:
દેશ અને સર્વ આકાંક્ષાથી રહિત જે હોય તે નિષ્કાંક્ષિત કહેવાય. - જેમ કોઈને દિગંબર દર્શનાદિ એક દર્શનની આકાંક્ષા થાય તે દેશકાંક્ષાવાળો કહેવાય. આવા શ્રોતાને ગુરુ કહે કે ષડૂજીવનિકાયની પીડાને દિગંબર દર્શન જોનાર નથી.
આશય એ છે કે ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા જીવોને દિગંબરનું નગ્નપણું, ઉપધિરહિતપણું એવા બાહ્ય આચારોને જોઈને થાય કે આ દર્શનના આચારો અધિક શ્રેષ્ઠ છે; કેમ કે નિર્લેપ થવા માટે આ જ આચારો કારણ છે. આવા શ્રોતાને ઉપદેશક કહે કે દિગંબર સાધુ પાત્રો વગેરે રાખતા નથી, તેથી હાથમાં આહાર ગ્રહણ કરવાથી થતી ષજીવનિકાયની પીડાને જોનારા નથી માટે અયતનાપરાયણ એવું તેઓનું દર્શન છે.
આ પ્રકારની જે જે શંકા શ્રોતાને થઈ હોય તે તે શંકાનું ઉચિત સમાધાન આપીને તે શ્રોતાને અન્યદર્શનની આકાંક્ષા વગરનો કરવો જોઈએ અને આ રીતે નિષ્કાંતિ થાય તો ભગવાનના વચનમાં સ્થિરતાપૂર્વક દઢપ્રવૃત્તિ શ્રોતાની થાય તે પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ.
વળી, કેટલાક મુગ્ધ શ્રોતાઓને સર્વકાંક્ષા થાય અર્થાતુ વિચારે કે બધાં દર્શનો ત્યાગની વાતો કરે છે, અહિંસાદિનું પાલન કરવાનું કહે છે, તેથી કોઈ દર્શનમાં પક્ષપાત કરવો ઉચિત નથી. બધાં દર્શનો આત્મકલ્યાણની વાતો કરનારાં હોવાથી સુંદર છે. આવા શ્રોતાને ઉપદેશકે તેની બુદ્ધિ અનુસાર અન્યદર્શનની અસત્ પ્રરૂપણા શું છે ? તે બતાવીને નિષ્કાંક્ષિત કરવો જોઈએ અને આ રીતે અન્યદર્શનની કોઈપણ પ્રકારની આકાંક્ષા થઈ હોય તેનું સમ્યફ યત્નાપૂર્વક નિવર્તન કરવું જોઈએ. જેથી અન્યદર્શનની કાંક્ષા વગરનો શ્રોતા થવાથી ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળો બને તેથી તે શ્રોતાને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ વધે. (ii) નિર્વિચિકત્સદર્શનાચાર :વિચિકિત્સા તે મતિભ્રમ છે અને તેવા પ્રતિભ્રમ વગરનો પુરુષ નિર્વિચિકિત્સ કહેવાય છે. કેવા પ્રકારનો પ્રતિભ્રમ થાય છે ? તે બતાવતાં કહે છે –
આ ભગવાનનું વચન સુંદર છે અને તે વચનાનુસાર હું પ્રવૃત્તિ કરું છું, પરંતુ આ પ્રવૃત્તિનું ભવિષ્યમાં મને ફળ મળશે કે નહિ મળે ? તેવા પ્રકારની શંકા થાય છે. કેમ એવી શંકા થાય છે ? તેમાં યુક્તિ બતાવે છે – ખેતી આદિની ક્રિયામાં બંને પ્રકારની પ્રાપ્તિ છે. તેથી વિચારકને શંકા થાય છે.