________________
૧૬૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ આશય એ છે કે ખેડૂત ખેતી કરે પણ ઉચિત વરસાદ આદિ ન થાય તો ફળ મળતું નથી. અને ઉચિત વરસાદ આદિ થાય તો ફળ મળે છે. તેમ પોતાની પરલોક અર્થે કરાયેલ પ્રવૃત્તિનું ફળ મળશે કે નહિ મળે તેવી કોઈને શંકા થાય તો પરલોકપ્રધાન પ્રવૃત્તિમાં શૈથિલ્ય આવે, તેથી તેને યુક્તિથી ઉપદેશકે દૂર કરવી જોઈએ અને કહેવું જોઈએ કે કોઈ જાતની ખામી વગરનો ઉપાય ઉપેયવસ્તુનો પરિમાપક નિયમા થાય છે તેથી ભગવાનના વચનાનુસાર સમ્યકુબોધ કરીને તે પ્રકારની સમ્યફપ્રવૃત્તિ કરવામાં આવે અને તે પ્રવૃત્તિ જો કોઈ ખામીવાળી ન હોય તો અવશ્ય તે પ્રવૃત્તિથી ક્લિષ્ટકર્મની નિર્જરા થાય છે. તેથી જિનવચનાનુસાર કરાયેલ પ્રવૃત્તિ ક્યારેય નિષ્ફળ બને નહિ પરંતુ અવશ્ય ફળ આપે છે. આ પ્રકારે ઉચિત બોધ કરાવવાથી વિચિકિત્સા રહિત તે પુરુષ સર્વ ઉચિત પ્રવૃત્તિ ભગવાનના વચનના પરમાર્થને જાણીને યથાર્થ કરવા તત્પર બને છે. જેથી દર્શનશુદ્ધિ થવાને કારણે સ્વભૂમિકાનુસાર ધર્મની દઢ પ્રવૃત્તિ થાય છે.
અથવા નિર્વિચિકિત્સનો અર્થ જુગુપ્સારહિત પણ શાસ્ત્રમાં કરેલ છે. તેથી કોઈને સાધુનાં મલિન વસ્ત્રાદિ પ્રત્યે જુગુપ્સા થાય તો સંયમની આચરણા પ્રત્યેનો ઉત્સાહ મંદ થાય. તેથી સાધુનાં મલિન ગાત્રાદિ પ્રત્યે જુગુપ્સાને દૂર કરવા માટે વિચારવું જોઈએ કે પુલ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવા અર્થે મહાત્મા દેહની સ્વચ્છતા માટે યત્ન કરતા નથી પરંતુ દેહ પ્રેત્યે નિરપેક્ષ થઈને આત્મકલ્યાણ માટે ઉદ્યમ કરે છે. માટે સાધુનાં મલિન ગાત્રો પરમાર્થથી આત્માના નિસ્પૃહતાગુણની વૃદ્ધિમાં કારણ હોવાથી અનુમોદનીય છે પરંતુ જુગુપ્સનીય નથી. આ પ્રકારે વિચારવાથી જુગુપ્સા રહિત થવાય છે. જેથી નિર્વિજુગુપ્સારૂપ દર્શનાચારનું પાલન થાય છે. (iv) અમૂઢદષ્ટિદર્શનાચાર :
અન્યદર્શનમાં રહેલા બાલતપસ્વીઓ જેઓ પાસે તપની શક્તિ ઘણી હોય, વિદ્યાની શક્તિ ઘણી હોય તેના કારણે જેઓનું ચિત્ત ચલિત થાય અર્થાત્ જેઓનાં બાહ્યતપ અને બાહ્યવિદ્યાથી જેની દૃષ્ટિ મૂઢ થાય. તો ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા રહે નહિ. તેવા જીવો મૂઢદૃષ્ટિવાળા કહેવાય. તેનું નિવારણ કરવા અર્થે વિચારવું જોઈએ કે માત્ર બાહ્યતપ કે વિદ્યાદિનો અતિશય તે તત્ત્વ નથી પરંતુ જે દર્શનમાં માર્ગાનુસારી સૂક્ષ્મપદાર્થો યથાર્થ બતાવાયા છે તેવું આ ભગવાનનું શાસન કષ-છેદ-તાપશુદ્ધ છે તેમ વિચારીને ભગવાનના શાસનમાં સ્થિરશ્રદ્ધાવાળા થવું જોઈએ. જેથી સ્વશક્તિ અનુસાર ભગવાનના વચનના અવલંબનથી પરલોકના હિતની પ્રવૃત્તિ થાય. (v) ઉપબૃહણાદર્શનાચાર :
પ્રથમના ચાર ભેદોથી સ્થિર શ્રદ્ધાવાળા થયેલા પણ સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સમ્યગ્દર્શનની નિર્મળતા અર્થે પોતાના સમાન ધાર્મિક જીવોના સદુધર્મની પ્રશંસાથી તેના ગુણોનું ઉપબૃહણ કરવું જઈએ.
આશય એ છે કે જીવમાં વર્તતો સમ્યગ્દર્શનગુણ ગુણનો પક્ષપાત કરાવનાર છે અને પોતાને ગુણોનો પક્ષપાત દઢ થાય તદર્થે સમ્યગ્દષ્ટિ જીવે પોતાના સમાન ધર્મને કરનાર જીવોમાં જે માર્ગાનુસારી ગુણો હોય તેની પ્રશંસા કરીને પોતાના ગુણનો પક્ષપાત વધારવો જોઈએ. જેથી તે જીવો પણ ધર્મમાં દઢ યત્નાવાળા થાય અને પોતાને પણ ગુણ પ્રત્યેના પક્ષપાતનો ભાવ અતિશયિત થાય.