________________
૧૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે પોતાની પાસે વિદ્યમાન વીર્યને સશાસ્ત્ર ભણવા માટે, ભણીને સ્થિર કરવા માટે અને સ્થિર થયેલા બોધને જીવનમાં ઉતારવા માટે જે કંઈ શક્તિ અનુસાર ઉદ્યમ કરવામાં આવે તે વર્યાચારનું પાલન છે અને તેમાં જે કંઈ પ્રમાદ કરવામાં આવે તે પોતાના વિદ્યમાન વીર્યને સન્માર્ગના પ્રવર્તનમાં ગોપવવા સ્વરૂપ છે. ટીકા -
તથા “નિરીદશવચપાત્રનેતિ” (સૂ) ૭૦]. निरीहेणैहिकपारलौकिकफलेषु राज्यदेवत्वादिलक्षणेषु व्यावृत्ताभिलाषेण शक्यस्य ज्ञानाचारादेर्विहितमिदमितिबुद्ध्या पालना कार्या इति च कथ्यत इति ।
તથા “કવિ ભવપ્રતિપત્તિરિતિ" (સૂ) ૭8]
"अशक्ये" ज्ञानाचारादिविशेष एव कर्तुमपार्यमाणे कुतोऽपि धृतिसंहननकालबलादिवैकल्याद्, "भावप्रतिपत्तिः" भावेनान्तःकरणेन प्रतिपत्तिरनुबन्धः, न पुनस्तत्र प्रवृत्तिरपि, अकालौत्सुक्यस्य तत्त्वत आर्तध्यानत्वादिति । છે તથા “પાનનો પાયોપવેશ તિ” [ટૂ૦ ૭૨]
एतस्मिन् ज्ञानाद्याचारे प्रतिपन्ने सति पालनाय उपायस्याधिकगुणतुल्यगुणलोकमध्यसंवासलक्षणस्य निजगुणस्थानकोचितक्रियापरिपालनानुस्मरणस्वभावस्य चोपदेशो दातव्य इति । ' तथा “फलप्ररूपणेति" [सू० ७३] अस्याचारस्य सम्यक्परिपालितस्य सतः फलमिहैव तावदुपप्लवह्रासो भावैश्वर्यवृद्धिर्जनप्रियत्वं च, परत्र च सुगतिजन्मोत्तमस्थानलाभः, परम्परया निर्वाणावाप्तिश्चेति यत्कार्यं तस्य प्ररूपणा प्रज्ञापना, विधेयेति । ટીકા :
તથા ..... વિષેતિ પાંચ આચારોનો ઉપદેશ આપ્યા પછી ઉપદેશકે તત્વના અર્થી શ્રોતાને કહેવું જોઈએ કે ‘નિરીહશક્ય પાલના કરવી. (સૂ. ૭૦) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – ઈહલૌકિક રાજ્યત્વલક્ષણ અને પારલૌકિક દેવત્વાદિ લક્ષણ ફલમાં નિરીહતાથી=વ્યાવૃત્ત અભિલાષાથી, શક્ય એવા જ્ઞાનાચારાદિનું=પોતાનાથી પાલન થઈ શકે એવા જ્ઞાનાચાર આદિનું ‘આ વિહિત છે' એ પ્રકારની બુદ્ધિથી પાલન કરવું જોઈએ, એ પ્રમાણે ઉપદેશક દ્વારા કહેવાય છે.
અને અશક્યમાં ભાવપ્રતિપત્તિ (સૂ. ૭૧) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
અશક્ય એવા જ્ઞાનાચારાદિ વિશેષમાં જ=પોતાનાથી કરવા માટે અશક્ય એવા જ્ઞાનાચારાદિ વિશેષમાં જ=કોઈપણ કારણથી ઘુતિ, સંઘયણ, કાલ, બલાદિના વૈકલ્યના કારણે કરવા માટે અસામર્થ્યવાળા જ્ઞાનાચારાદિ વિશેષમાં જ,