________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ઔત્સુક્યરૂપ હોવાથી આર્તધ્યાનરૂપ છે માટે બુદ્ધિમાન પુરુષે પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત આચારમાં ઉદ્યમ કરવો જોઈએ.
૧૩૬
જો સર્વવિરતિને પાલનને અનૂકુળ વીર્યનો સંચય થયો હોય નહિ અને સર્વવતિ પાલન કરવા માટે તત્પર થયેલા જીવો કદાચ દૃઢ મન કરીને સર્વવિરતિના બાહ્ય આચારો પાળે તોપણ તે આચારોથી ગુણસ્થાનકની વૃદ્ધિ કરી શકે નહિ અને તે જ મહાત્મા પોતાના ચિત્તની ભૂમિકાને અનુરૂપ દેશવિરતિના ઉચિત આચારમાં ગુણવૃદ્ધિને અનુકૂળ ઉપયુક્ત થઈને ઉદ્યમ કરે તો પોતાની ભૂમિકાને અનુરૂપ તે આચારો હોવાથી ઉત્તર-ઉત્તરના ગુણની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. તેથી ઉપદેશકે શ્રોતાને કહેવું જોઈએ કે પોતાની ભૂમિકા અનુસાર ઉચિત પંચાચારના પાલનમાં ઉદ્યમ ક૨વો જોઈએ અને જ્યાં પોતાની શક્તિ નથી ત્યાં ભાવથી તે આચાર પ્રત્યે રાગને ધા૨ણ ક૨વો જોઈએ. અને વિચારવું જોઈએ કે હું મારી ભૂમિકાના આચારોને સેવીને સંચિત વીર્યવાળો થાઉં જેથી ઉપરની ભૂમિકાના આચારોને પાળીને વિશેષ-વિશેષ પ્રકારના ગુણસ્થાનકની વૃદ્ધિ કરું અને તે પ્રકારે ન ક૨વામાં આવે અને શક્તિની ઉ૫૨ની ભૂમિકાના આચારોનો સ્વીકા૨ ક૨વામાં આવે તો તે આચારોના પાલનથી તે પ્રકારનું ચિત્ત નિષ્પન્ન થતું ન હોવાથી તે ક્રિયા વ્યર્થ થવાથી આર્તધ્યાનરૂપ બને છે.
વળી, યોગ્ય શ્રોતાને ઉપદેશકે ઉપદેશ આપવો જોઈએ કે પોતાનામાં જે આચારોની શક્તિ છે તે આચારોને ગ્રહણ કર્યા પછી તેના પાલન અર્થે પોતાનાથી અધિક ગુણવાળા અને પોતાને તુલ્ય ગુણવાળા લોકો સાથે વસવું જોઈએ. જેથી તેઓના સહવાસથી પોતાના આચારોને પાળવામાં અપ્રમાદભાવ થાય અને જો હીનગુણવાળા સાથે વસવામાં આવે તો તેઓના સહવાસથી પોતે સ્વીકારેલા પોતાની શક્તિ અનુસારના આચારો પાળવામાં પ્રમાદભાવ થવાથી પોતાના સીર્યનો નાશ થાય છે.
વળી, પોતાના ગુણસ્થાનકને ઉચિત એવી ક્રિયાના પાલનના અનુસ્મરણનો સ્વભાવ ધારણ કરવો જોઈએ. અર્થાત્ પોતે પોતાની ભૂમિકા અનુસાર જે ગુણસ્થાનક સ્વીકાર્યું છે તે ગુણસ્થાનકને ઉચિત કંઈ. ક્રિયાઓ છે અને તે ક્રિયાઓને શાસ્ત્રવિધિ અનુસાર પાલનના અનુસ્મરણનો સ્વભાવ ધા૨ણ ક૨વો જોઈએ. જેથી સ્વીકારાયેલા ગુણસ્થાનકના આચારના પાલન દ્વારા ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની શીઘ્ર પ્રાપ્તિ થાય જેથી આ સંસારનો શીઘ્ર અંત થાય. આ પ્રકારે યોગ્ય શ્રોતાને ઉપદેશકે ઉપદેશ આપવો જોઈએ.
વળી, યોગ્ય શ્રોતાને સ્વીકારાયેલા આચારોના પાલનમાં દૃઢ ઉત્સાહ થાય તદર્થે ફલની પ્રરૂપણા કરવી જોઈએ અર્થાત્ કહેવું જોઈએ કે સ્વભૂમિકાનુસાર સ્વીકારાયેલા આ પાંચ આચારોનું સમ્યક્ રીતે પાલન ક૨વામાં આવે તો તેનું અહીં જ ફળ મળે છે.
૧. ઉપદ્રવોનો નાશ ઃ
તે આચારોના સેવનથી ઉપદ્રવોનો નાશ થાય છે; કેમ કે સ્વભૂમિકાનુસાર સેવાયેલા જ્ઞાનાચારાદિના પાલનથી શાસ્ત્રવચનમાં સ્થિરમતિ થાય છે. સૂક્ષ્મબોધ થાય છે. અને દર્શનાચારના પાલનથી ભગવાનના વચનમાં દૃઢ શ્રદ્ધા થવાથી ચિત્ત યોગમાર્ગમાં પ્રવૃત્તિ માટે ઉત્સાહિત થાય છે. તેથી ચિત્તમાં તે પ્રકારના