________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
ભાવપ્રતિપત્તિ=ભાવથી અર્થાત્ અંતઃકરણથી પ્રતિપત્તિ અર્થાત્ અનુબંધ=રાગ, પરંતુ ત્યાં પ્રવૃત્તિ પણ નહિ.
કેમ અશક્યમાં પ્રવૃત્તિ ન કરવી ? તેથી કહે છે
અકાલ ઔત્સુક્યનું તત્ત્વથી આર્તધ્યાનપણું છે. અને ‘પાલનાના ઉપાયનો ઉપદેશ' (સૂ. ૭૨)
તેનો અર્થ સ્પષ્ટ કરે છે
-
-
અને ‘ફલપ્રરૂપણા' (સૂ. ૭૩)
તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
૧૬૫
આ જ્ઞાનાદિ આચાર સ્વીકાર કરાયે છતે પાલન માટે—તે આચારોના પાલન માટે, અધિકગુણ અને તુલ્યગુણવાળા લોકમાં સંવાસરૂપ ઉપાયનો અને પોતાના ગુણસ્થાનકને ઉચિત ક્રિયાના પરિપાલનના અનુસ્મરણના સ્વભાવનો ઉપદેશ આપવો જોઈએ.
સમ્યક્ પરિપાલિત છતા આ આચારનું ફલ અહીં જ=આ ભવમાં જ, ઉપપ્લવનો હ્રાસ=ચિત્તમાં કષાયોના ઉપદ્રવોનો નાશ, ભાવઐશ્વર્યની વૃદ્ધિ=સંતોષાદિ ગુણોની વૃદ્ધિ અને જનપ્રિયપણું છે. અને પરલોકમાં સુગતિમાં જન્મ અને ઉત્તમ સ્થાનનો લાભ છે. અને પરંપરાથી નિર્વાણની પ્રાપ્તિ છે. એ પ્રકારનું જે કાર્ય=સમ્યક્ આચારનું ફળ, તેની પ્રરૂપણા=પ્રજ્ઞાપના, કરવી જોઈએઉપદેશકે પ્રજ્ઞાપના કરવી જોઈએ.
ભાવાર્થ :
યોગ્ય શ્રોતા તત્ત્વના અર્થો થાય ત્યાર પછી જીવનમાં ઉચિત ધર્મની પ્રવૃત્તિ કરે તદર્થે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું તેમ ઉપદેશક પાંચ આચારોનું સ્વરૂપ બતાવે. તે બતાવ્યા પછી ઉપદેશક તેમને શું કહે ? તે બતાવતાં કહે છે.
યોગ્ય શ્રોતાને તેની ભૂમિકા અનુસાર પાંચ આચારોનો બોધ થયા પછી ઉપદેશકે કહેવું જોઈએ કે પૂર્વમાં વર્ણન કરાયેલા પાંચ આચારોનું નિરીહતાપૂર્વક શક્ય પાલન કરવું જોઈએ અર્થાત્ આ પાંચ આચારના પાલનથી આલોકના વૈભવની ઇચ્છા કરવી જોઈએ નહિ પરંતુ આ આચારોના પાલનથી હું રત્નત્રયીની વૃદ્ધિને કરું જેથી શીઘ્ર સંસારનો અંત થાય તે પ્રકારના સદાશયપૂર્વક પોતાની જે શક્તિ હોય તે શક્તિ અનુસાર જ્ઞાનાચારાદિનું પાલન કરવું જોઈએ. વળી, કહેવું જોઈએ કે જે જ્ઞાનાચારાદિ પાળવાની પોતાનામાં શક્તિ નથી તેમાં ભાવથી પ્રતિબંધ ધા૨ણ ક૨વો જોઈએ. પરંતુ શક્તિનો વિચાર કર્યા વગર તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ.
આશય એ છે કે પોતાની ભૂમિકા અનુસાર શાસ્ત્ર-અધ્યયન, સંયમની ક્રિયા કઈ રીતે પ્રસ્તુત ક્રિયા વીતરાગતાનું કારણ બને તે પ્રકારના દૃઢ પ્રણિધાનથી કરવામાં આવે તો તે આચારો દ્વારા ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પરંતુ પોતાની શક્તિથી ઉપરની ભૂમિકાના તે આચારોમાં યત્ન કરવામાં આવે તો તે આચારોના પાલનથી ગુણવૃદ્ધિ થાય નહિ માત્ર બાહ્યક્રિયા થાય અને તે આચારોને અનુકૂળ પોતાની શક્તિ નહિ હોવા છતાં તે આચારો પાળવા માટેની જે ઇચ્છા થાય છે તે અકાલ