________________
ધર્મસંગ્રહ ભાગ-૧) પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૫૯ (૩) કોઈક મહાત્માને ગુણવાન ગુરુ પ્રત્યે વિનય પણ છે અને અંતરંગ બહુમાન પણ છે, તેવા સાધુ શ્રતના સમ્યફ આરાધક છે.
(૪) કોઈક અન્ય સાધુ ગુરુ પાસેથી શ્રુત ભણે છે આમ છતાં ગુરુ ભગવંત પ્રત્યે અંતરંગ બહુમાન તો નથી અને ઉચિત વિનય પણ કરતા નથી.
આ ચોથો ભાંગો સર્વથા નિષ્ફળ છે. ત્રીજો ભાંગી પરિપૂર્ણ શુદ્ધ છે. બીજો ભાંગો બહુમાનભાવને કારણે કિંઈક સુંદર હોવા છતાં વિવેકવાળો નથી તેથી પૂર્ણ સુંદર નથી. પ્રથમ ભાંગામાં ઉચિત વિનય છે, તોપણ અંતરંગ બહુમાન નહિ હોવાથી નિષ્ફળપ્રાયઃ છે. (iv) ઉપધાનજ્ઞાનાચાર:
જે જે શાસ્ત્રો અધ્યયન કરવાના છે તે તે શાસ્ત્રો માટે જે પ્રકારનું ઉપધાન ઇચ્છાયું છે તે ઉપધાન કરવું જોઈએ. ઉપધાનનો અર્થ કરતાં કહે છે – જે શ્રુત-અધ્યયન કરવાનું છે તે શ્રુત-અધ્યયનને પોષણ કરે તેવું તપવિશેષ તે ઉપધાન છે અને જે શાસ્ત્ર માટે જે પ્રકારનું આગાઢાદિ યોગલક્ષણ ઉપધાન કહેલું છે તે ઉપધાન કરીને તે શાસ્ત્ર ભણવાં જોઈએ; કેમ કે તે પ્રકારના શાસ્ત્રના આદરને કારણે ભણાયેલું શ્રુત સમ્યફ પરિણમન પામે છે. (v) અંનિસ્બવજ્ઞાનાચાર :
જે ગુરુ આદિ પાસેથી પોતાને શ્રત પ્રાપ્ત થયું હોય તેનો ક્યારેય અપલાપ કરવો જોઈએ નહિ પરંતુ પ્રસંગને અનુરૂપ કહેવું જોઈએ કે આ મહાત્મા દ્વારા મને આ શ્રુતની પ્રાપ્તિ થઈ છે. જો તેમ ન કરવામાં આવે તો શ્રુતદાતાનો અપલાપ કરવાથી ચિત્તમાં કાલુષ્યની પ્રાપ્તિ થાય. (vi-vi-viii) વ્યંજનજ્ઞાનાચાર, અર્થજ્ઞાનાચાર અને ઉભયજ્ઞાનાચાર :
જે સાધુ જે આચારાંગાદિ શ્રુતનું અધ્યયન કરે છે. તે શ્રુતગ્રહણની પ્રવૃત્તિમાં તે શ્રુતના ફલને ઇચ્છનારા મહાત્માએ વ્યંજનભેદ, અર્થભેદ કે ઉભયભેદ કરવો જોઈએ નહિ; કેમ કે તેમ કરવાથી શ્રુતની આશાતના થાય.
વ્યંજનભેદનો અર્થ કરે છે – જેમ દશવૈકાલિક સૂત્રમાં ધબ્બો મંત્રમુવિ એ પ્રકારનું વચન છે તેના સ્થાને તેના સમાન અર્થવાળા અન્ય શબ્દથી કહેવામાં આવે તે વ્યંજનભેદ છે. આ પ્રકારે શાસ્ત્રમાં કરાયેલા શબ્દોને છોડીને અન્ય શબ્દ દ્વારા તે શ્રતને બુદ્ધિમાં સ્થિર કરવામાં આવે તો વ્યંજનભેદને કારણે શ્રુતની આશાતનાની પ્રાપ્તિ થાય.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે શબ્દોમાં આચારાંગાદિ ઉપલબ્ધ છે તે શબ્દોથી આચારાંગાદિ સૂત્રને ગ્રહણ કરવું જોઈએ અને ગ્રહણ કર્યા પછી સ્થિર કરવું જોઈએ. ત્યાર પછી તે સૂત્રોના અર્થનો બોધ કરવો જોઈએ. તે સૂત્રોના અર્થનો પણ ભેદ કર્યા વગર અર્થ ગ્રહણ કરવો જોઈએ. વળી, સૂત્ર અને અર્થ બંનેનો ભેદ કર્યા