________________
૧૫
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮ વર્તતા અવિરતિઆદિ ભાવોને ઉચ્છેદ કરવા માટે શક્તિ અનુસાર સર્વ ઉચિત પ્રયત્ન કરે છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોને આત્માની મોક્ષરૂપ અવસ્થા જ સારરૂપ દેખાય છે. અને સંસારના ઉચ્છેદના ઉપાયરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો ઉચ્છેદ કારણ છે તેવી સ્થિર મતિ છે અને આ પાંચ કારણનો ઉચ્છેદ યોગનિરોધ અવસ્થામાં થાય છે તેવો સ્પષ્ટબોધ છે. યોગનિરોધની અવસ્થા તરફ જવા માટે સ્વભૂમિકા અનુસાર ઉત્તર-ઉત્તરના અવિરતિ આદિ ભાવોને દૂર કરવા એ જ ઉપાય છે. તે ઉપાયોને જાણવા માટે અત્યંત અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો દેશના સાંભળે છે ત્યારે યોગ્ય ઉપદેશકના વચનથી ઉત્તર-ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિના ઉપાયોને જાણીને તે રીતે યત્ન કરે છે માટે તેઓને સ્વભૂમિકાને યોગ્ય એવું વચનઔષધ ઉત્તરોત્તરના ભાવઆરોગ્યની પ્રાપ્તિ કરાવીને અવશ્ય શૈલેશી અવસ્થાનું કારણ બને છે. માટે નિશ્ચયનય પૂર્ણ વિવેકવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવોને જ સદ્ધર્મની દેશનાને યોગ્ય કહે છે. - અહીં ઉપદેશપદની વૃત્તિમાં કહ્યું કે અપુનબંધક વગેરે જીવોને તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન આદિ થયે છતે ચરમાવર્ત લક્ષણકાળ છે. " તેથી એ પ્રાપ્ત થાય કે દરેક જીવોનું સિદ્ધિગમનયોગ્યત્વ જુદા જુદા પ્રકારનું છે અને જે જીવોનું સિદ્ધિગમનયોગ્યત્વ જે પ્રકારે પરિપાક પામે તે પ્રકારે તેઓ બીજાધાન કરે છે. ત્યાર પછી બીજનો ઉદ્દભેદ કરે છે અને ત્યારપછી બીજનું પોષણ કરે છે. જેથી તેઓમાં ઉત્તર ઉત્તરની ભૂમિકાનો યોગમાર્ગ પ્રગટ થાય છે. તેનાથી નક્કી થાય છે કે આ જીવ ચરમાવર્તમાં છે.
વળી, અપુનબંધક આદિમાં “આદિ પદથી માર્ગાભિમુખ અને માર્ગપતિતને ગ્રહણ કરેલ છે ત્યાં માર્ગનું લક્ષણ કરતાં કહ્યું કે માર્ગ ચિત્તના અવક્રગમનરૂપ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોનું ચિત્ત તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ અવક્રગમન કરે છે તે ચિત્ત, માર્ગ છે વળી તે ચિત્ત સાપની નલિકાના આયામ તુલ્ય છે તેમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે સાપ વક્ર ચાલવાના સ્વભાવવાળો છે છતાં નલિકામાં પ્રવેશ કરે ત્યારે તે નલિકા સીધી હોવાથી તે સાપનું ગમન વક્રતાને છોડીને સીધું થાય છે, તેમ જે જીવોનું ચિત્ત શાસ્ત્રવચનની નલિકામાં પ્રવેશ કરીને તત્ત્વને જાણવા માટે યત્ન કરે છે તેનું ચિત્ત વક્રતાને છોડીને તત્ત્વ તરફ જનારું થાય છે.
વળી કહ્યું કે તે ચિત્ત વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આવું ચિત્ત તત્ત્વને જાણવા માટે ઉદ્યમ કરીને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકમાં જવા માટે સમર્થ હોય છે.
વળી, કહ્યું કે તે ચિત્ત સ્વરસવાદી ક્ષયોપશમવિશેષ છે તેથી એ પ્રાપ્ત થાય કે કર્મમલ દૂર થવાથી જીવના કંઈક સ્વાભાવિક ભાવને વહન કરનાર એવા ઉત્કટ મિથ્યાત્વના ક્ષયોપશમભાવરૂપ જીવનો પરિણામ છે.
વળી, કહ્યું કે તે ચિત્ત હેતુ-સ્વરૂપ-ફલની શુદ્ધિને અભિમુખ છે તેથી એ પ્રાપ્ત થાય કે સંસારની સ્થિતિ અને સંસારથી પર એવા મોક્ષની અવસ્થાના સ્વરૂપને જાણવા માટે આવું ચિત્ત હેતુ-સ્વરૂપ અને ફલથી યથાર્થ જાણવા માટે યત્ન કરે છે. અને આવો યત્ન જે જીવોના ચિત્તમાં થાય તેવા ચિત્તને માર્ગ કહેવાય છે. આવા માર્ગમાં જે જીવો આવેલા હોય તે માર્ગપતિત કહેવાય છે અને જે જીવો આવા માર્ગમાં હજી આવ્યા