________________
૧૩૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ આચારરૂપ સ્વરૂપને અનુસાર ઉપદેશ આપવો જોઈએ. તેથી એ ફલિત થાય કે બાલજીવોને સ્થૂલરુચિ છે. મધ્યમબુદ્ધિવાળા જીવોને બાલજીવો કરતાં કંઈક વિવેકવાળી રુચિ છે અને બુધ પુરુષની પૂર્ણ વિવેકવાળી રૂચિ છે. તે રૂચિને ખ્યાલમાં રાખીને તેઓની રુચિ અનુસાર તેઓને તત્ત્વની પ્રાપ્તિ થાય તે પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ. વળી બાલાદિનો આચાર કેવો છે ? તે ષોડશકમાં બતાવ્યું તેને સામે રાખીને તેઓના આચારમાં અધિક વિવેક થાય તે પ્રકારે ઉપદેશ આપવો જોઈએ.
આનાથી એ ફલિત થાય કે જે ઉપદેશક નિશીથ' અધ્યયન ભણેલા છે, આથી ગીતાર્થ છે. વળી, બાલાદિના રુચિરૂપ ભાવને અને આચારરૂપ સ્વરૂપને યથાર્થ જાણનારા છે અને તેને જાણીને તેઓની યોગ્યતા અનુસાર ભગવાનના શાસનની અતિશયતાને બતાવે તેવો ઉપદેશ આપે તે પ્રકારની ઉપદેશની વિધિ છે. આ પ્રકારની મર્યાદાથી રહિત શેષ ઉપદેશ શાસ્ત્રસંમત નથી. टीका:तत्र बालस्य परिणाममाश्रित्य हितकारिणी देशना यथा"बाह्यचरणप्रधाना, कर्त्तव्या देशनेह बालस्य । स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ।।२।। सम्यग्लोचविधानं, ह्यनुपानत्कत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्यां, स्वापः शीतोष्णसहनं च ।।३।। षष्ठाष्टमादिरूपं, चित्रं बाह्यं तपो महाकष्टम् । अल्पोपकरणसंधारणं च तच्छुद्धता चैव ।।४।। गुर्वी पिण्डविशुद्धिश्चित्रा द्रव्याद्यभिग्रहाश्चैव । विकृतीनां संत्यागस्तथैकसिक्थादिपारणकम् ।।५।।
अनियतविहारकल्पः, कायोत्सर्गादिकरणमनिशं च । इत्यादि बाह्यमुच्चैः, कथनीयं भवति बालस्य ।।६।।" [षोडशक २/२-६] इदानीं मध्यमबुद्धेर्देशनाविधिर्यथा"मध्यमबुद्धस्त्वीर्यासमितिप्रभृति त्रिकोटिपरिशुद्धम् । आद्यन्तमध्ययोगैर्हितदं खलु साधुसवृत्तम् ।।७।। अष्टौ साधुभिरनिशं, मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः ।।८।। एतत्सचिवस्य सदा, साधोर्नियमान्न भवभयं भवति । भवति च हितमत्यन्तं, फलदं विधिनाऽऽगमग्रहणम् ।।९।।