________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૩૭
પુરુષનું ગ્રહણ છે. ત્રિવિધ ધર્મપરીક્ષક એવા બાલાદિની રુચિરૂપ લક્ષણ ષોડશક પ્રકરણમાં કહેવાયેલું આ છે=આગળમાં બતાવે છે એ છે –
“બાલ લિંગને જુએ છે. મધ્યમબુદ્ધિ વૃત્ત-આચારનો વિચાર કરે છે. વળી, બુધ સર્વ યત્નથી આગમતત્વની પરીક્ષા કરે છે.” (ષોડશક – ૧/૨)
અને તેઓનું બાલાદિનું, આચારરૂપ લક્ષણ આ છે.
બાલ અસહ્મરંભવાળો છે. વળી મધ્યમબુદ્ધિ મધ્યમ આચારવાળો જાણવો. સંસારમાં વળી જે બુધ તત્ત્વમાર્ગમાં માર્ગાનુસારી છે.” (ષોડશક – ૧/૩) * અને આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, તેના ભાવના જ્ઞાનપૂર્વક=ધર્મપરીક્ષક એવા બાલાદિના જ્ઞાનપૂર્વક, તેના અનુસારથી=બાલાદિના ભાવના અનુસારથી, દેશના આપવી જોઈએ. એ પ્રમાણે પ્રાપ્ત થયું=શ્લોકના કથનથી પ્રાપ્ત થયું. ભાવાર્થ -
પૂર્વશ્લોકમાં દેશના યોગ્ય જીવો કેવા સ્વરૂપવાળા છે તે બતાવ્યું. હવે દેશના કેવા સાધુએ કઈ રીતે આપવી જોઈએ ? તે બતાવતાં કહે છે –
જે સાધુ નિશીથ' અધ્યયનને ભણેલા છે તેઓ દેશનાના અધિકારી છે, અન્ય નહિ. વળી, તેવા સાધુએ પણ સાંભળવા માટે ઉપસ્થિત થયેલા એવા અને ધર્મપરીક્ષામાં તત્પર એવા બાલાદિ ત્રણ પ્રકારના જીવોના ભાવોને અને ત્રણ પ્રકારના જીવોના સ્વરૂપને યથાર્થ જાણીને સંવેગને કરનારી પરા દેશના આપવી જોઈએ. અહીં “સંવેગને કરનારી” કહેવાથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશકનો ઉપદેશથી શ્રોતાને વીતરાગદેવમાં નિશ્ચલ અનુરાગ પેદા થાય. અહિંસાદિ તથ્યધર્મમાં નિશ્ચલ અનુરાગ પેદા થાય અને સર્વ આરંભથી રહિત એવા સુસાધુમાં નિશ્ચલ અનુરાગ પેદા થાય તે પ્રકારે દેશના કરવી જોઈએ. તેથી ઉપદેશના વિષયભૂત શ્રોતાની ભૂમિકાને અનુરૂપ દેવનું સ્વરૂપ હોય, ધર્મનું સ્વરૂપ હોય કે ભાવસાધુનું સ્વરૂપ હોય તે પ્રકારની દેશના કરવી જોઈએ. જેથી શ્રોતાને સ્વભૂમિકા અનુસાર તેમાં નિશ્ચલ અનુરાગ થાય.
વળી, તે દેશના “પરા' કરવી જોઈએ એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે અન્ય દર્શનવાળા ઉપદેશકો જે સ્થૂલથી ધર્મ બતાવે છે. તેના કરતાં જૈનદર્શનના પરમાર્થને ભણેલા સાધુ અતિશય સૂક્ષ્મ ધર્મને બતાવનારા થાય તે રીતે દેશના કરવી જોઈએ. અર્થાત્ અન્ય દર્શનમાં અહિંસાનું સ્વરૂપ સ્થૂલથી છે જ્યારે જૈન સાધુ જિનવચનાનુસાર અહિંસાદિનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવે કે જેથી શ્રોતાને સ્થિર શ્રદ્ધા થાય કે ભગવાનના શાસનનો ધર્મ સર્વ અતિશયવાળો છે. તે પ્રકારે દેશના કરવી જોઈએ.
વળી, કહ્યું કે ઉપસ્થિત થયેલા શ્રોતાના બાલાદિભાવને અને સ્વરૂપને સમ્યક જાણીને દેશના કરવી જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે ષોડશકના કથન પ્રમાણે બાલાદિ જીવોની રુચિ અને બાલાદિ જીવોના આચારનું લક્ષણ જાણીને તે પ્રમાણે બાલાદિ જીવોની રુચિને અનુરૂપ ઉપદેશ આપવો જોઈએ અને તેઓના