________________
-
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ તે=દેશના, કઈ રીતે કરવી જોઈએ ? એથી કહે છે – યથાબોધ કરવી જોઈએ=બોધતા અનતિક્રમથી કરવી જોઈએ; કેમ કે અનવબોધમાં=જે વિષયમાં પોતાને બોધ ન હોય તેના વિષયમાં, ધર્મના કથનનું ઉન્માર્ગદેશનારૂપપણું હોવાને કારણે ઊલટો અનર્થનો સંભવ છે=દેશનાથી લાભને બદલે અહિતની પ્રાપ્તિનો સંભવ છે. ‘F’=જે કારણથી, ઘેટા સંબંધી આંધળો સમાકૃષ્યમાણ=માર્ગમાં લઈ જવા માટે યત્ન કરાતો, સમ્યક્ માર્ગને પ્રાપ્ત કરતો નથી. એથી યથાબોધ ઉપદેશ આપવો જોઈએ, એમ અન્વય છે.
૧૪૨
કેવા મુનિએ ઉપદેશ આપવો જોઈએ ? એથી કહે છે
મહાત્માએ−તેના અનુગ્રહમાં એકપરાયણપણાના કારણે અર્થાત્ શ્રોતાના અનુગ્રહમાં એકપરાયણપણાને કારણે, મહાન આત્મા છે જેનો તે તેવા છે તેવા મુનિએ, ઉપદેશ આપવો જોઈએ. એ પ્રમાણે સંક્ષેપથી ધર્મદેશના આપવાની વિધિ છે. વળી, વિસ્તારથી ધર્મબિંદુમાં કહેવાયું છે=ધર્મદેશનાની વિધિ કહેવાઈ છે અને તે=ધર્મદેશનાની વિધિ, આ છે=આગળમાં બતાવે છે એ છે –
“હવે તેની વિધિને અમે અનુવર્તીશું." (સૂ. ૫૯)
હવે તેની વિધિને=સદ્ધર્મની દેશનાના ક્રમને, અમે વર્ણન કરીશું=નિરૂપણ કરીશું, તે આ પ્રમાણે – “તેની પ્રકૃતિ અને દેવતાની અધિમુક્તિનું જ્ઞાન.” (સૂ. ૬૦)
તેની=સદ્ધર્મદેશનાયોગ્ય જીવની, પ્રકૃતિ=સ્વરૂપ=ગુણવાનનો સંગ અને લોકપ્રિયત્વાદિરૂપ પ્રકૃતિ અને દેવતાની અધિમુક્તિ=બુદ્ધ, કપિલાદિ દેવતાવિશેષની ભક્તિ તે બેનું જ્ઞાન પ્રથમથી ઉપદેશકે કરવું જોઈએ અને જ્ઞાત પ્રકૃતિવાળો પુરુષ રક્ત, દ્વિષ્ટ, મૂઢ અને પૂર્વ વ્યુગ્રાહિત જો ન હોય તો કુશલ એવા ઉપદેશક વડે તે તે પ્રકારે અનુવર્તન કરીને લોકોત્તર ગુણની પાત્રતાને પ્રાપ્ત કરાવાય છે. અને જાણેલા દેવતાવિશેષતી અધિમુક્તિવાળો જીવ તે તે દેવતાના પ્રણીત માર્ગાનુસારી વચતંના ઉપદેશથી અને દૂષણથી સુખે જ માર્ગે અવતારવા માટે શક્ય છે.
ભાવાર્થ:
-
શ્લોકના ત્રણ પાદ દ્વારા સાધુએ કેવી દેશના ક૨વી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવ્યું. ગીતાર્થ સાધુએ પણ જે પદાર્થમાં પોતાને નિર્ણય નથી તેવા પદાર્થનું કથન કરવું જોઈએ નહિ, પરંતુ શાસ્ત્રના જે પદાર્થમાં પોતાને સ્થિર નિર્ણય છે તેનો અતિક્રમ કર્યા વગર ઉપદેશ આપવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં કથન પ્રાપ્ત થતું હોય અને પોતાને સ્થિર નિર્ણય ન હોય તોપણ તે પ્રકારનો ઉપદેશ આપે તો શું વાંધો ? તેથી કહે છે –
પોતાના બોધના અભાવમાં ધર્મના કથનનું ઉન્માર્ગ-દેશનારૂપપણું હોવાને કારણે ઊલટો અનર્થનો સંભવ છે અર્થાત્ ઉપદેશકને ઉત્સૂત્રભાષણરૂપ દોષનો પ્રસંગ છે.
તે કથન દૃષ્ટાંતથી બતાવે છે –