________________
૧૪૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
અહંકારથી રહિત, ગુણનો રાગી, મહાભાગ્યશાળી એવો જે શ્રદ્ધાળુ માન્ય દેવોને માને છે, તેની ધર્મક્રિયા પરા છે–પ્રકૃષ્ટ છે. IIછા *
વળી જેને શાસ્ત્રમાં અનાદર છે તેના શ્રદ્ધાદિ ગુણો ઉન્મત્તના ગુણોની સાથે તુલ્યપણું હોવાથી સંતોને પ્રશંસાનું સ્થાન નથી. I૮.
જે પ્રમાણે મલિન એવાં વસ્ત્રોનું અત્યંત શોધન જલ છે, તે પ્રમાણે અંતઃકરણ રત્નનું શોધન શાસ્ત્ર છે તેમ બુદ્ધિમાન પુરુષો કહે છે. III
જગતવશ્વ એવા તીર્થકરો વડે શાસ્ત્ર વિષયક ભક્તિ મુક્તિની પ્રકૃષ્ટ દૂતી કહેવાઈ છે. આથી અહીં જડ્યશાસ્ત્રમાં જ, આ=ભક્તિ, વ્યાપ્ય છે; કેમ કે તેની પ્રાપ્તિનો આસનભાવ છે=મુક્તિની પ્રાપ્તિનો આસન્નભાવ છે." i૧૦)
શ્લોકમાં કહેલા “અત્રેવ' નો અર્થ કરે છે – અહીં જ=મુક્તિમાં જ, (શાસ્ત્રમાં જ) આ=શાસ્ત્રભક્તિ, (ભક્તિ) વ્યાપ્ય છે, એમ અવય છે. તેની પ્રાપ્તિનો આસન્નભાવ હોવાથી=મુક્તિની પ્રાપ્તિનો સમીપભાવ હોવાથી. (આ સુધારો યોગબિંદુ ટીકા અનુસાર છે.)
તિ' શબ્દ યોગબિંદુના કથનની સમાપ્તિ માટે છે. ભાવાર્થ -
આદિધાર્મિક શ્રોતા તત્ત્વ જિજ્ઞાસાથી સાંભળવા આવેલ હોય ત્યારે પ્રથમ ભૂમિકામાં ઉપદેશકે સર્વ દર્શનને માન્ય એવા સામાન્ય ગુણોની પ્રશંસા કરવી જોઈએ. જેથી તે આદિધાર્મિક જીવ તે ઉપદેશ સાંભળીને તે સામાન્ય ગુણો પ્રત્યે પક્ષપાતવાળો થાય.
તે સામાન્ય ગુણો કયા છે ? તે બતાવે છે –
ગુપ્તદાન આપવું જોઈએ. ઘરમાં કોઈ મહાત્મા આવ્યા હોય તો તેનો આદર-સત્કાર કરવો જોઈએ. બીજા જીવોનું હિત કર્યા પછી પોતે તેનું હિત કર્યું છે તેવું ગાવું જોઈએ નહિ પરંતુ મૌન રહેવું જોઈએ અને કોઈનો પોતાના ઉપર ઉપકાર હોય તો તે ઉપકારની અભિવ્યક્તિ સભામાં કરવી જોઈએ. પોતાની પાસે ધન હોય તેનું અભિમાન ધારણ કરવું જોઈએ નહિ. કોઈપણ જાતનું પરનું કથન કરતી વખતે તેનો પરાભવ થાય તેવું કથન કરવું જોઈએ નહિ. તત્ત્વ જાણવા માટે અસંતોષ ધારણ કરવો જોઈએ. અને આ સર્વ ગુણો યોગ્ય જીવોમાં વસે છે તેમ કહેવાથી તે શ્રોતા તે ગુણોના પરમાર્થનો બોધ કરે તો ધીરે ધીરે તે ગુણોનો વિકાસ કરવા માટે યત્નવાળો થાય. જેથી તે જીવની ઘણા પ્રકારની ક્ષુદ્ર પ્રકૃતિઓ દૂર થાય છે અને ગંભીરતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિચાર કરવારૂપ માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રગટે છે. અર્થાત્ કહેવું જોઈએ કે આ દેખાતો સંસાર અત્યંત રૌદ્ર છે તેવા સંસારમાં પરિભ્રમણનું કારણ જીવમાં વર્તતા દોષો છે અને તેના ઉચ્છેદનો ઉપાય યત્નપૂર્વક પ્રગટ કરાયેલા ગુણો છે માટે આત્મામાં કઈ રીતે ગુણો પ્રગટ થાય તેના પરમાર્થને જાણવા નિપુણ પ્રજ્ઞાથી યત્ન કરવો જોઈએ. જેને સાંભળવાથી ગુણ પ્રગટ કરવાના ઉપાયો વિષયક શુશ્રુષા ગુણ શ્રોતામાં પ્રગટ થાય છે.
આ પ્રકારનો ઉપદેશ પણ એક વખત કહેવાથી કે સાંભળવાથી પ્રાયઃ જીવોને સ્થિર થતો નથી. તેથી