________________
૧૪3
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
કોઈ ઘેટા સંબંધી આંધળો હોય અર્થાત્ ઘેટાના ટોળાની જેમ જતો હોય તેને ખેંચીને સમ્યફ માર્ગે લાવવા માટે યત્ન કરવામાં આવે તો પણ તે સમ્યમાર્ગને પ્રાપ્ત કરતો નથી, તેમ જે શાસ્ત્રવચનનો પોતાનો નિર્ણય નથી છતાં ખેંચીને તેનો અર્થ કરવામાં આવે તો તેનાથી માર્ગનો સમ્યબોધ પ્રાપ્ત થતો નથી. માટે ઉપદેશકે અનિર્મીત પદાર્થમાં ઉપદેશ આપવો જોઈએ નહિ.
વળી, તે ઉપદેશકે આ ઉપદેશથી આ મારો શિષ્ય થશે કે આ મારો ભક્ત થશે કે મારી પર્ષદા શોભાયમાન થશે ઇત્યાદિ આશંસાથી ઉપદેશ આપવો જોઈએ નહિ; પરંતુ શ્રોતાના અનુગ્રહમાં એકપરાયણપણાથી ઉપદેશ આપવો જોઈએ અર્થાત્ વિષમ એવા સંસારમાં પડેલ આ શ્રોતા, ભગવાનના શાસનના મર્મને પામીને સંસારનો અંત કરે તેવા બોધવાળો થાય એ પ્રકારના લક્ષને સામે રાખીને તેને અનુરૂપ ઉપદેશ આપવો જોઈએ. • આ પ્રકારે સંક્ષેપથી દેશનાની વિધિ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત શ્લોકમાં બતાવી. હવે ગ્રંથકારશ્રી કહે છે કે દેશના વિષયક વિસ્તારથી વિધિ ધર્મબિંદુ” માં કહેવાઈ છે અને તે વિધિ બતાવતાં કહે છે –
ધર્મબિંદુમાં સૂત્ર છે કે હવે સદુધર્મદેશનાના ક્રમનું અમે વર્ણન કરીશું. આ પ્રકારે પ્રતિજ્ઞા કરીને ધર્મબિંદુમાં પ્રથમ કહે છે કે દેશનાયોગ્ય એવા જીવની પ્રકૃતિનું જ્ઞાન કરવું જોઈએ. દેશનાયોગ્ય જીવની દેવતાવિશેષમાં અધિમુક્તિનું જ્ઞાન કરવું જોઈએ=ક્યા દેવતામાં તેને અત્યંત ભક્તિ છે ? તેનું જ્ઞાન કરવું જોઈએ અર્થાત્ આ શ્રોતાને બુદ્ધમાં વિશેષ ભક્તિ છે કે કપિલાદિમાં વિશેષ ભક્તિ છે ? ઇત્યાદિનું જ્ઞાન કરવું જોઈએ. * શ્રોતાની પ્રકૃતિનું જ્ઞાન કરવાથી નક્કી થાય છે કે જો આ શ્રોતા સ્વદર્શનમાં રાગવાળો હોય અને પરદર્શનમાં શ્રેષવાળો હોય તો ઉપદેશ માટે અયોગ્ય છે. અથવા આ શ્રોતા સ્વદર્શનમાં રાગવાળો અને પરદર્શનમાં કેષવાળો ન હોય છતાં તત્ત્વ પ્રત્યેના વલણવાળો ન હોય અને મૂઢ હોય તોપણ દેશના માટે અયોગ્ય છે. કદાચ આ શ્રોતા સ્વદર્શનમાં રાગવાળો અને પરદર્શનમાં કેષવાળો પણ ન હોય, મૂઢ પણ ન હોય પરંતુ તત્ત્વનો અર્થી હોય આમ છતાં કોઈ દ્વારા પૂર્વમાં વ્યર્ડ્સાહિત હોય અર્થાત્ આ જૈન સાધુઓ તો બીજાના દર્શનને અશ્રેષ્ઠ કહેનારા છે, પોતાના દર્શનને શ્રેષ્ઠ કહેનારા છે, ઇત્યાદિ રૂપે વ્યક્ઝાહિત હોય, તેથી તત્ત્વને જાણવાને બદલે તે પ્રકારની વિપરીત બુદ્ધિથી જ વાસિત થઈને સાંભળવા આવ્યો હોય તો તે શ્રોતા ઉપદેશને માટે અયોગ્ય છે.
જો શ્રોતા રક્તઢિષ્ટ નથી, મૂઢ નથી અને પૂર્વવ્યર્ડ્સાહિત નથી તેવો નિર્ણય થાય તો કુશળ ઉપદેશક તે યોગ્ય શ્રોતાને તેની બુદ્ધિ અનુસાર ઉચિત ઉપદેશ આપીને લોકોત્તર માર્ગની પાત્રતા તેમાં પ્રગટ કરી શકે. માટે ઉપદેશકે શ્રોતાની પ્રકૃતિનું જ્ઞાન કરવું આવશ્યક છે.
વળી, કોઈ શ્રોતા બુદ્ધાદિ કે કપિલાદિ દર્શનમાં અતિશ્રદ્ધાવાળો હોય અને તેનું જ્ઞાન કર્યા પછી ઉપદેશ આપવામાં આવે તો તે શ્રોતાને તે તે દેવતાથી બતાવેલા માર્ગાનુસારી વચનનો ઉપદેશ આપવાથી તે શ્રોતાને તે ઉપદેશ ગ્રાહ્ય બને છે. જેમ કપિલદર્શનથી વાસિત કોઈ શ્રોતા કપિલદર્શનમાં કહેલાં યોગનાં આઠ અંગો