________________
૧૪૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ મોક્ષમાર્ગને અનુસરનાર હોઈ તેને તેનો ઉપદેશ આપવામાં આવે તો તે શ્રોતાથી તે વચનો ગ્રાહ્ય બને છે. તેને જણાય છે કે આ મહાત્મા પણ આ જ યોગમાર્ગને બતાવે છે જે કપિલઋષિએ બતાવેલ છે. જેમ જેમ તે શ્રોતાની બુદ્ધિ પક્વ બને અને તે યોગનાં આઠ અંગોના સૂક્ષ્મ મર્મને જાણતો થાય ત્યારપછી કપિલદર્શનમાં કહેલ આત્માની કૂટસ્થનિત્યતાનું શ્રોતાની બુદ્ધિ અનુસાર ખંડન કરે અને આત્માને ફૂટસ્થ નિત્ય સ્વીકારવામાં યોગમાર્ગની કઈ રીતે સંગતિ થતી નથી ? તે યુક્તિથી બતાવે તો તે શ્રોતા સુખપૂર્વક લોકોત્તરમાર્ગમાં અવતાર પામી શકે છે. માટે શ્રોતાની કયા દર્શનમાં વિશેષ રુચિ છે ? તેનું જ્ઞાન કરીને તેને અનુરૂપ ઉપદેશકે ઉપદેશ આપવો જોઈએ.
સધર્મદેશનાયોગ્ય શ્રોતાની પ્રકૃતિ અને તેને કયા દેવમાં વિશેષ ભક્તિ છે? તેનું જ્ઞાન કર્યા પછી કઈ રીતે દેશના આપવી જોઈએ? તે બતાવતાં કહે છે – टीका:- . तथा “साधारणगुणप्रशंसेति" [सू. ६१] साधारणानां लोकलोकोत्तरयोः सामान्यानां गुणानां, प्रशंसा पुरस्कारो देशनार्हस्याग्रतो विधेया, यथाप्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः, प्रियं कृत्वा मौनं, सदसि कथनं चाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्यां, निरभिभवसाराः परकथाः, श्रुते चासंतोषः कथमनभिजाते निवसति ।।१।। तथा “सम्यक्-तदधिकाख्यानमिति" [सू० ६२] सम्यगविपरीतरूपतया तेभ्यः साधारणगुणेभ्योऽधिका विशेषवन्तो ये गुणाः तेषामाख्यानं कथनं, यथा“पञ्चैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् ।” [हारिभद्रीयाष्टक १३/२] इति । तथा “अबोधेऽप्यनिन्देति" [सू० ६३]
अबोधेऽप्यनवगमेऽपि सामान्यगुणानां विशेषगुणानां वा व्याख्यातानामपि, अनिन्दा, अहो मन्दबुद्धिर्भवान्य इत्यमाचक्षाणेष्वप्यस्मासु न बुध्यते वस्तुतत्त्वमित्येवं श्रोतुस्तिरस्कारपरिहाररूपा, निन्दितो हि श्रोता किञ्चिबुभुत्सुरपि सन् दूरं विरज्यत इति ।
तर्हि किं कर्त्तव्यमित्याह"शुश्रूषाभावकरणमिति" [सू० ६४]
धर्मशास्त्रं प्रति श्रोतुमिच्छा शुश्रूषा, तल्लक्षणो भावः परिणामस्तस्य करणं निवर्त्तनम्, श्रोतुस्तैस्तैर्वचनैरिति । शुश्रूषामनुत्पाद्य धर्मकथने प्रत्युतानर्थसम्भवः पठ्यते च“स खलु पिशाचकी वातकी वा यः परेऽनर्थिनि वाचमुदीरयति ।" .