________________
૧૪૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ અને તેના બહુમાનથી=ગુરુવિષયક બહુમાનથી, સદાશયથી યુક્ત ગુરુપારતત્ર જ અહીં=સંસારમાં, પરમગુરુની પ્રાપ્તિનું બીજ છે અને તેનાથી મોક્ષ છે. “તિ =એથી ગુરુનું પાતંત્ર્ય જ કરવું જોઈએ એ પ્રમાણે મધ્યમબુદ્ધિને ઉપદેશ આપવો જોઈએ. ||૧માં ઈત્યાદિ સાધુનો આચાર મધ્યમબુદ્ધિને સદા કહેવો જોઈએ." (ષોડશક-૨/૭-૧૧) હવે બુધ પુરુષને ઉપદેશની વિધિ યથા'થી બતાવે છે – “વળી બુધને કેવલ ભાવપ્રધાન જ એવું આગમ તત્વ કહેવું જોઈએ. II૧૧| વચનની આરાધનાથી જ ધર્મ છે. વળી, વચનની બાધાથી અધર્મ છે. “તિ'=એ હેતુથી ‘મત્ર'=સંસારમાં ==વિધિ-નિષેધરૂપ વચન, ધર્મગુર્ઘ ધર્મનું રહસ્ય છે. અને વચન જ ધર્મનું સર્વસાર છે. ૧૨
જે કારણથી ભવ્યલોકમાં મનનું પ્રવર્તક અને વિવર્તક વચન છે અને ધર્મ વચનમાં રહેલો છે. અને અહીં બુધને આપવા યોગ્ય ઉપદેશમાં, ભગવાનનું વચન પ્રધાન છે. ૧૩" (ષોડશક – ૨/૧૧-૧૩) ઈત્યાદિ.
ફવિ' શબ્દથી બાલ, મધ્યમ અને બુધને યોગ્ય ઉપદેશને કહેનારા અન્ય કથનનો સંગ્રહ કરવો. ભાવાર્થ :
બાળજીવો પૂલ આચારની રુચિવાળા હોય છે. તેથી તેઓને સ્થૂલ આચારનો ઉપદેશ ઉપદેશકે આપવો જોઈએ અને તેમાં પણ જે બાળજીવો સર્વવિરતિ ગ્રહણ કરવાને અભિમુખ થાય તેવા છે તેઓને સર્વવિરતિનો, કેવો ઉપદેશ આપવો જોઈએ ? તે પ્રસ્તુત ષોડશક ગ્રંથના વચનથી બતાવેલ છે. જેઓ તે ઉપદેશ સાંભળીને સર્વવિરતિને અભિમુખ થાય તેવા ન હોય તે જીવોને તેઓની ભૂમિકા અનુસાર દેશવિરતિ કે પ્રથમ ભૂમિકાના આચારનો પણ ઉપદેશ આપવો જોઈએ તે પ્રકારનું તાત્પર્ય છે.
વળી બાળજીવો પૂલ આચાર જોનારા છે. તેઓમાં પણ ધીરે ધીરે મધ્યમબુદ્ધિવાળા જીવોની જેમ સૂક્ષ્મબુદ્ધિ પ્રગટે તે પ્રકારનો સ્થૂલ આચારોનો ઉપદેશ આપવો જોઈએ, પરંતુ માત્ર બાહ્ય આચારોને માનનારા એવા બાલજીવો બાહ્ય આચારોમાં જ ધર્મને સર્વસ્વ માને તે પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ નહીં. તેથી દેવ, ગુરુ અને ધર્મમાં તીવ્ર રુચિ થાય તેવો સંવેગનો પરિણામ પ્રગટે તે પ્રકારે જ ઉપદેશ આપવાની વિધિ છે, એમ પૂર્વમાં જ કહેલ છે.
વળી, મધ્યમબુદ્ધિવાળા જીવો બાહ્ય આચારો સુંદર પાળવાની રુચિવાળા છે. તેથી શાસ્ત્રમાં જે સામાન્યથી નિર્દોષ સાધુચર્યાની વિધિ છે તેવા આચારો મધ્યમબુદ્ધિના જીવોને રૂચિકર થાય છે. આવા આચારોનો ઉપદેશ, ઉપદેશક તેઓને આપે તો મધ્યમબુદ્ધિથી તે આચારો ધર્મરૂપે ગ્રહણ થાય છે. માટે મધ્યમબુદ્ધિવાળા જીવોને સમિતિ-ગુપ્તિ આદિ વિષયક સૂક્ષ્મ આચારોનો ઉપદેશ આપવો જોઈએ. વળી, જે મધ્યમબુદ્ધિવાળા જીવો એ પ્રકારનો સર્વવિરતિનો ઉપદેશ સાંભળીને સર્વવિરતિ ગ્રહણ કરવા માટે સમર્થ ન જણાય તો તેઓની ભૂમિકા અનુરૂપ અન્ય દેશવિરતિ આદિનો પણ ઉપદેશ આપવો જોઈએ. વળી, મધ્યમબુદ્ધિવાળા જીવોને પણ સૂક્ષ્મ આચારોનો તે રીતે બોધ કરાવે કે જેથી તે મધ્યમબુદ્ધિવાળા જીવો ક્રમે કરીને બુધની જેમ