________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૮
૧૨૬
નથી પરંતુ આવા માર્ગને અભિમુખભાવવાળા છે તેઓ માર્ગાભિમુખ કહેવાય છે.
માર્ગ શબ્દનો આ પ્રકારનો અર્થ લલિતવિસ્તરામાં કરેલ છે અને યોગદૃષ્ટિસમુચ્ચયમાં પણ આ પ્રકારનો અર્થ કરેલ છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ અનુસાર યોગની ત્રીજી દૃષ્ટિમાં રહેલ જીવો માર્ગપતિત છે અને યોગની બીજી દૃષ્ટિમાં ૨હેલ જીવો માર્ગાભિમુખ છે; કેમ કે આવા ચિત્તના આદિ ભાવને પામેલા છે=આવા ચિત્તને પામ્યા નથી પરંતુ આવા ચિત્તના અભિમુખભાવને પામ્યા છે. તેની પૂર્વના જીવો યોગની પહેલી દૃષ્ટિમાં રહેલા જીવો અપુનર્બંધક છે.
જો કે, સામાન્યથી ચાર દૃષ્ટિમાં રહેલા જીવો અપુનર્બંધક છે તોપણ માર્ગાભિમુખ અને માર્ગપતિત તે અપુનર્બંધકની અવસ્થાવિશેષ છે. તેથી પ્રથમ ચાર દૃષ્ટિમાં રહેલા જીવોને સામાન્યથી અપુનર્બંધક કહેવાય છે અને તેઓની જ વિશેષ અવસ્થાને પૃથક્ ગ્રહણ કરવામાં આવે ત્યારે બીજી દષ્ટિવાળા જીવોને માર્ગાભિમુખ કહેવામાં આવે છે અને ત્રીજી દૃષ્ટિવાળા તેમજ ચોથી દૃષ્ટિવાળા જીવોને માર્ગપતિત કહેવામાં આવે છે, આ પ્રકારનો વિવેક છે.
ઉપદેશપદની ગાથા-૪૩૩નો ભાવ આ પ્રમાણે છે
જે જીવોએ અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણ કરીને ગ્રંથિનો ભેદ કર્યો છે તે જીવો સમ્યક્ત્વને પામેલા છે. સમ્યક્ત્વ પામવાને કારણે તે જીવોને તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલી છે, તેથી તે જીવો પોતાની શારીરિક અવસ્થા, સાંયોગિક અવસ્થા, અને માનસિક અવસ્થાને ઉચિત કૃત્ય કરવારૂપ વિધિપૂર્વક સંદા ભગવાનના વચનરૂપ ઔષધનું પાલન કરે છે. તેથી તેઓનો સંસા૨૨ોગ અવશ્ય ક્ષીણ-ક્ષીણતર થાય છે.
વળી અપુનર્બંધક વગેરે જીવોને ભગવાનના વચનનું ઔષધ આપવામાં આવે તોપણ સમ્યગ્દષ્ટિ જીવો જેવો સૂક્ષ્મબોધ નથી તેથી તે ઉપદેશમાંથી કંઈક જ તત્ત્વને પામે છે, અવશેષ ઉપદેશ નિષ્ફળ જાય છે. માટે
નિશ્ચયનય સમ્યગ્દષ્ટિ જીવોને જ ઉપદેશને યોગ્ય સ્વીકારે છે.
આનાથી એ ફલિત થાય કે અપુનર્બંધકાદિ જીવો પણ કલ્યાણના અર્થી છે અને સમ્યગ્દષ્ટિ જીવો પણ કલ્યાણના અર્થી છે તોપણ સમ્યગ્દષ્ટિને નિર્મલ પ્રજ્ઞા પ્રગટેલી હોવાથી ઉપદેશક દ્વારા તેની ભૂમિકાનુસાર
ઉપદેશ તેને પ્રાપ્ત થાય છે તે ઉપદેશ સમ્યગ્દષ્ટિને સમ્યક્ પરિણમન પામે છે. તેથી તે સમ્યગ્દષ્ટિ જીવ સ્વશક્તિને ગોપવ્યા વગર ઉચિત કૃત્યો કરીને પોતાના સંગના પરિણામરૂપ ભાવરોગનો નાશ કરે છે. જ્યારે અપુનર્બંધક જીવોને સૂક્ષ્મબોધ નહિ હોવાથી ઉપદેશ દ્વારા અલ્પમાત્રામાં જ તત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે; કેમ કે મંદ પણ મિથ્યાત્વ વિદ્યમાન હોવાથી ઉપદેશના મર્મને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી માટે નિશ્ચયનય અપુનર્બંધકઆદિ જીવોને દેશના યોગ્ય સ્વીકારતો નથી.
પૂર્વમાં ઉપદેશપદની સાક્ષી દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે નિશ્ચયનયથી સમ્યગ્દષ્ટિ જીવો જ દેશનાયોગ્ય છે. તેથી હવે સમ્યગ્દષ્ટિ જ કેમ યોગ્ય છે ? તેને સ્પષ્ટ કરતાં ઉપદેશપદની સાક્ષી આપે છે તેનો ભાવ આ પ્રમાણે છે –