________________
૧૩૧
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૧૮
આશય એ છે કે જીવને અનંતકાળમાં ક્યારેય પ્રાપ્ત થયો નથી તેવો ઉત્તમ અધ્યવસાય ગ્રંથિભેદ વખતે પ્રાપ્ત થાય છે તે ઉત્તમ અધ્યવસાયને અપૂર્વકરણ કહેવાય છે. અને ચરમયથાપ્રવૃત્તકરણ ગ્રંથિભેદને અનુકૂળ એવો અપૂર્વ પરિણામ નથી તોપણ ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ અનંતકાળમાં જીવે ક્યારેય પ્રાપ્ત કર્યો નથી, આથી તે અપૂર્વ પરિણામ છે. માટે પરમાર્થથી તેને અપૂર્વકરણ કહેલ છે.
ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ અપૂર્વકરણ જ છે તેમાં યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની સાક્ષી આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે –
ચરમયથાપ્રવૃત્તકરણનો અધ્યવસાય અપૂર્વકરણના આસન્નભાવવાળો છે અને અવશ્ય અપૂર્વકરણને પ્રગટ કરશે તેવો છે, પરંતુ વ્યભિચારી નથી. માટે પરમાર્થથી ચરમયથાપ્રવૃત્તકરણનો અધ્યવસાય અપૂર્વ જ છે. | વળી ભગવાનના શાસનમાં ચૌદ ગુણસ્થાનકો કહ્યાં છે તેમાં પ્રથમ ગુણસ્થાનકવર્તી સર્વ સંસારી જીવો છે તોપણ ગુણસંપન્ન પ્રથમ ગુણસ્થાનક અન્ય જીવોમાં નથી પરંતુ ચરમયથાપ્રવૃત્તકરણવાળા જીવોમાં છે. માટે પ્રથમ ગુણસ્થાનકમાં સંભવી શકે તેવા ગુણો ચરમયથાપ્રવૃત્તકરણના અધ્યવસાયથી પ્રગટ થાય છે.
યથાપ્રવૃત્તિકરણ” એટલે યથાકથંચિત્ પ્રગટ થયેલો જીવનો સુંદર અધ્યવસાય. આવું યથાપ્રવૃત્તિકરણ જીવ ચરમાવર્ત પૂર્વે પણ અનંતી વખત કરે છે, પરંતુ તે યથાપ્રવૃત્તકરણનો અધ્યવસાય મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ બનતો નથી અને જ્યારે તે જીવ ચરમાવર્તમાં આવે છે અને શરમાવર્તમાં આવ્યા પછી યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવા વિશિષ્ટ પરિણામથી જે યથાપ્રવૃત્તિકરણ કરે છે તે “ચરમયથાપ્રવૃત્તકરણ' છે. આ ચરમયથાપ્રવૃત્તકરણમાં થયેલો અધ્યવસાય યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવો શ્રેષ્ઠ હોય છે. માટે ચરમયથાપ્રવૃતકરણભાવી એવી મિત્રાદૃષ્ટિ કલ્યાણની પરંપરાનું કારણ છે.
વળી, મિત્રાદૃષ્ટિની પ્રાપ્તિ પછી કંઈક વિશુદ્ધિ વધે ત્યારે તારાદષ્ટિ' પ્રગટે છે. તે તારાદષ્ટિનું સ્વરૂપ બતાવે છે – તારાષ્ટિમાં મિત્રાદષ્ટિ કરતાં કંઈક તત્ત્વનું દર્શન હોય છે. વળી, શુભ નિયમો પ્રગટે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે મિત્રાદષ્ટિ કરતાં કંઈક વિશેષ નિર્મળ બોધ છે અને કંઈક વિશેષ પ્રકારની ધર્મની પ્રવૃત્તિ છે. તેથી મિત્રાદૃષ્ટિ કરતા કંઈક વિશિષ્ટ બોધ અને વિશિષ્ટ આચરણા તારાદૃષ્ટિમાં છે. વળી તારાદષ્ટિવાળા જીવોને તત્ત્વની જિજ્ઞાસા પ્રગટે છે તેથી મિત્રાદૃષ્ટિ કરતાં વિશેષ પ્રકારની ગુણસંપત્તિ છે અને તારાદૃષ્ટિવાળા જીવોને યોગમાર્ગ પ્રત્યે અત્યંત રુચિ હોવાથી યોગમાર્ગની કથાઓમાં અવિચ્છિન્ન પ્રીતિ વર્તે છે. વળી, તારાદષ્ટિવાળા જીવો યોગમાર્ગમાં ચાલનારા એવા ભાવયોગીઓમાં પોતાની શક્તિ અનુસાર દાનાદિની ક્રિયા કરે છે અર્થાત્ પોતાની શક્તિ અનુસાર આહારાદિનું દાન કરે છે. વળી, સંસારમાં પણ પોતાની ભૂમિકા અનુસાર જે ઉચિત ક્રિયાઓ હોય છે તેનું પાલન કરે છે. વળી, પોતાના ઉચિત આચારોમાં કંઈક હીનતા દેખાય ત્યારે તારાષ્ટિવાળા જીવોને મહાત્રાસ થાય છે. અર્થાત્ પશ્ચાત્તાપ થાય છે. વળી, પોતે જ આચારો સેવે છે તેનાથી ઉપરના સુંદર આચારો પોતે કઈ રીતે સેવી શકે તેના વિષયક