________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮–૧૯ દીપ્રાદૃષ્ટિનો બોધ પૂર્વની ત્રણેય દ્દષ્ટિ કરતાં અધિક છે અને તે દીવાની પ્રભા જેવો છે. તે દીપ્રાદૃષ્ટિનો બોધ અતિશય હોવાને કા૨ણે દીર્ઘકાળ ટકે તેવી સ્થિતિવાળો છે. બોધકાળમાં તત્ત્વને જાણવા વિષયક ઉગ્ર વીર્ય પ્રવર્તે છે. તેથી તે બ્રોધથી દીપ્રાદૅષ્ટિવાળા જીવો જ્યારે ધર્મની પ્રવૃત્તિ કરે છે ત્યારે પડુસ્મૃતિ થાય છે. તેથી ચોથી દૃષ્ટિવાળા જીવો જે ધર્માનુષ્ઠાન કરે છે તે ધર્માનુષ્ઠાનમાં ભાવનું પ્રાચર્ય હોય છે, છતાં તેઓની વંદનાદિ ક્રિયાને દ્રવ્યક્રિયા કહેવામાં આવે છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો જેવો સૂક્ષ્મ બોધ દીપ્રાદ્યષ્ટિવાળા જીવોને નહિ હોવાથી સમ્યગ્દષ્ટિ જેવી અતિશય ભાવવાળી ધર્મની પ્રવૃત્તિ તેઓ કરી શકતા નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવો કરતાં દીપ્રાદ્ઘષ્ટિવાળા જીવોની પ્રવૃત્તિમાં યત્નભેદ હોવાને કારણે તેઓની વંદનાદિ ક્રિયાને શાસ્ત્રકારો ‘દ્રવ્યક્રિયા' કહે છે. આમ, પ્રથમ ગુણસ્થાનકમાં ગુણનો પ્રકર્ષ પ્રથમ દૃષ્ટિથી માંડીને ચોથી દૃષ્ટિ સુધી થાય છે. આ પ્રકારના ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના અર્થ અનુસાર વિચારીએ તો મિથ્યાદૃષ્ટિ જીવોને પણ માધ્યસ્થ્યાદિ ગુણમૂલક મિત્રાદિ ચાર દૃષ્ટિનો યોગ હોય છે. તેથી તેઓમાં ગુણસ્થાનકની પ્રાપ્તિ છે. અને તેના કારણે તેઓમાં અનાભિગ્રહિક મિથ્યાત્વનો સંભવ છે. અને તેઓમાં જે અનાભિગ્રહિકપણું છે. તે જ દેશનાયોગ્યત્વમાં કા૨ણ છે. માટે અન્યદર્શનવાળા જીવોમાં પણ દેશના સાંભળવાની યોગ્યતા છે તેમ ફલિત થાય છે.
૧૩૪
વળી, લલિત વિસ્તરામાં કહ્યું છે અનાભોગથી પણ માર્ગગમન જ સદન્ધન્યાયથી થાય છે એમ અધ્યાત્મચિંતકો કહે છે. તે વચન અનુસાર અનાભોગવાળા એવા પણ મિથ્યાદ્દષ્ટિ જીવોમાં મિથ્યાત્વની મંદતાને કારણે માધ્યસ્થ્ય, તત્ત્વજિજ્ઞાસા આદિ ગુણનો યોગ હોય છે. તેથી તેઓ માર્ગને અનુસરે છે. વળી જેઓ અનાભોગમિથ્યાદ્દષ્ટિ કરતાં વિશેષ ગુણવાળા એવા અનાભિગ્રહિક મિથ્યાદૃષ્ટિ છે તેઓમાં તો અત્યંત દેશનાયોગ્યપણું છે.
અહીં વિશેષ એ છે કે જીવોનો કર્મમલ કંઈક મંદ થયો છે; આમ છતાં તત્ત્વના વિષયમાં હજી કોઈ પ્રકારનો સ્પષ્ટ બોધ નથી, તેઓ અનાભોગવાળા મિથ્યાર્દષ્ટિ જીવો છે. જેઓને કંઈક દૃષ્ટિ ઉલ્લાસિત થઈ છે તેના કારણે આગ્રહ વગર તત્ત્વને જાણવાને અભિમુખ થયા છે તેઓ અનાભિગ્રહિક મિથ્યાદષ્ટિ જીવો છે. તેથી અનાભોગ મિથ્યાદષ્ટિ કરતાં કંઈક યોગમાર્ગના બોધવાળા અનાભિગ્રહિક મિથ્યાદ્દષ્ટિ ધર્મદેશના માટે વિશેષ યોગ્યતાવાળા છે. ૧૮
અવતરણિકા :
अथ तत्प्रदानविधिमाह
-
અવતરણિકાર્ય :
હવે તે=દેશનાના, પ્રદાનની વિધિને કહે છે –
ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ આદિધાર્મિકના પાંત્રીસ ગુણો બતાવ્યા. આવા ગુણોવાળો જીવ જૈનદર્શનના