________________
૧૨૮
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૮ ઉપદેશને માટે અયોગ્ય છે; કેમ કે ઉપદેશ દ્વારા તેઓમાં યોગમાર્ગનું બીજ આધાન થાય તેવું નથી.
ધર્મયૌવનકાળ વિધિ, લિંગ ગમ્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચરમાવર્તિમાં આવેલા જીવો જિનવચન અનુસાર કંઈક પ્રવૃત્તિ કરનારા છે તેથી તેઓને વિધિ પ્રત્યેનો પક્ષપાત, વિધિપૂર્વકનું સેવન આદિ વર્તે છે. માટે તેઓ દેશનાને યોગ્ય છે.
આ રીતે દેશનાયોગ્ય કોણ છે ? તેને કહેનારા શ્લોકના પ્રથમ પાદનો અર્થ અત્યાર સુધી સ્પષ્ટ કર્યો. શ્લોકના બીજાપાકનું ઉત્થાન કરતાં કહે છે –
ઉપદેશપદમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે કહ્યું છે કે ગલમસ્ય, ભવવિમોચક, વિષાનભોજી જીવોને જેવો શુભભાવ છે તેના જેવો મિથ્યાદૃષ્ટિ જીવોને ધર્માનુષ્ઠાનકાળમાં પ્રવર્તતો શુભભાવ ફલથી અશુભ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ગલમત્સ્ય એટલે માછલાને પકડવાના કાંટા ઉપર લગાડેલા માંસનો ટુકડો, તેને ખાવાનો શુભભાવ જે માછલાને માટે ફલથી અનર્થકારી છે. વળી, દુઃખી જીવોના દુઃખને જોઈને તેઓને ભવથી મુકાવવાને માટે મારી નાખવાના પરિણામવાળા ભવવિમોચક જીવોનો દયાનો પરિણામ ફલથી અશુભ છે. વળી, વિષવાળું અન્ન હોય અને કોઈને ભૂખ મટાડવાના ઉપાયરૂપે તે ખાવાનો પરિણામ થાય તો તે ખાવાનો પરિણામ ફલથી અશુભ છે. તે રીતે મિથ્યાષ્ટિ જીવોનો ધર્મ કરવાનો શુભ પરિણામ પણ ફલથી અશુભ છે.
આ રીતે મિથ્યાષ્ટિ જીવોનો શુભભાવ પણ અશુભ છે તે પ્રકારનું શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબનું વચન હોવા છતાં મિથ્યાષ્ટિ એવા આદિધાર્મિક દેશનાયોગ્ય છે તેમ ગ્રંથકારશ્રીએ કેમ કહ્યું ? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે –
મધ્યસ્થપણું હોવાથી મિથ્યાદૃષ્ટિ એવા આદિધાર્મિક જીવો પણ ધર્મદેશના માટે યોગ્ય છે. મધ્યસ્થપણાનો અર્થ સ્પષ્ટ કરે છે –
રાગ-દ્વેષરહિતપણું છે=પૂર્વમાં વર્ણન કરાયેલા પાંત્રીસ ગુણના યોગથી જ તેઓને મધ્યસ્થગુણની પ્રાપ્તિ થયેલી છે, તેથી તેઓ દેશનાયોગ્ય છે.
આશય એ છે કે આદિધાર્મિક જીવો વીતરાગ નથી તેથી રાગ-દ્વેષ રહિત કહી શકાય નહિ, તોપણ જે જીવો પોતાની ભૂમિકાનુસાર તત્ત્વાતત્ત્વનો વિભાગ માટે માર્ગાનુસારી ઊહ કરે છે તેઓમાં તત્ત્વને યથાર્થ જાણવાને અનુકૂળ અને તત્ત્વના સેવનને અનુકૂળ વ્યાપારમાં રાગ-દ્વેષ પ્રવર્તક નથી પરંતુ રાગ-દ્વેષની મંદતા પ્રવર્તક છે તેથી તેઓ રાગ-દ્વેષ રહિત છે અને તેના કારણે ઉપદેશ દ્વારા તેઓને તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
વળી, શાસ્ત્રમાં પણ મધ્યસ્થને જ ધર્મદેશનાયોગ્ય કહેલ છે તેમાં સાક્ષીપાઠ આપે છે – કહ્યું છે કે રાગવાળા ષવાળા અર્થાત્ પોતાની માન્યતામાં રાગવાળા અને પરની માન્યતામાં ષવાળા, તત્ત્વાતત્ત્વના વિભાગમાં મૂઢ અને તત્ત્વના વિષયમાં પૂર્વમાં કોઈથી વ્યસ્ત્રાહત આ ચાર જીવો ધર્મની દેશના