________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮
૧૨૧ છે, યોગબીજનું ઉત્પાદન છે, ભવનો ઉદ્વેગ છે, સિદ્ધાંતનું લેખનાદિ છે, બીજશ્રુતિમાં પરમ શ્રદ્ધા છે અને સત્પુરુષનો સંગ છે; કેમ કે ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કર્મમલનું અલ્પીકૃતપણું છે. આથી જ આ ચરમયથાપ્રવૃત્તકરણ પરમાર્થથી અપૂર્વકરણ જ છે. એ પ્રમાણે યોગદષ્ટિ સમુચ્ચયમાં વ્યવસ્થિત છે. તે પ્રમાણે ચરમયથાપ્રવૃત્તકરણ પરમાર્થથી અપૂર્વકરણ છે તે પ્રમાણે, તે ગ્રંથ છેeતે પાઠ છે.
“અપૂર્વ આસનભાવને કારણે, વ્યભિચારનો વિયોગ હોવાથી તત્વથી આકચરમયથાપ્રવૃત્તકરણ, અપૂર્વ જ છે એ પ્રમાણે યોગના જાણનારા કહે છે.” (યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક-૩૯).
“સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાનક વર્ણન કરાયું છે તે આ અવસ્થામાં ચરમયથાપ્રવૃત્તકરણ અવસ્થામાં, અવર્થ યોગના કારણે ગુણસ્થાનકના અર્થના ઘટનને કારણે, મુખ્ય છે.” (યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક-૪૦) ૧||
વળી તારામાં તારાદષ્ટિમાં, થોડું સ્પષ્ટ દર્શન છે મિત્રાદષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ દર્શન છે. શુભ નિયમો છે, તત્વની જિજ્ઞાસા છે. યોગકથામાં અવિચ્છિન્ન પ્રીતિ છે. ભાવયોગીમાં યથાશક્તિ ઉપચાર છે= યથાશક્તિ આહારાદિ દાનનો ઉપચાર છે. ઉચિતક્રિયાની અહાનિ છે=ઉચિતક્રિયાનું સેવન છે. સ્વઆચારની હીનતામાં મહાત્રાસ છે અને અધિકકૃત્યમાં જિજ્ઞાસા છે પોતે સેવે છે તેનાથી ઊંચી ભૂમિકાનાં કૃત્યોમાં હું કઈ રીતે તે કૃત્યો કરું તે પ્રકારે જાણવાની જિજ્ઞાસા છે અને આ દૃષ્ટિમાં રહેલો પુરુષ સ્વપ્રજ્ઞાથી કલ્પિતમાં વિસંવાદનું દર્શન હોવાને કારણે અને જુદા જુદા પ્રકારની મોક્ષના અર્થી જીવોની પ્રવૃત્તિનું સંપૂર્ણપણે જાણવું અશક્યપણું હોવાને કારણે શિષ્ટ આચરિતને જ આગળ કરીને પ્રવર્તે છે. અને કહેવાયું છે –
“અમારી મહાન પ્રજ્ઞા નથી. સુમહાન શાસ્ત્રનો વિસ્તાર છે તે કારણથી અહીં-પરલોકની પ્રવૃત્તિમાં, શિષ્ટો પ્રમાણ છે એ પ્રમાણે આ દૃષ્ટિમાં સદા માને છે.” (યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક-૪૮) રા
બલાદષ્ટિમાં દઢ દર્શન છે પહેલી બે દૃષ્ટિ કરતાં અતિશય તત્ત્વ દર્શન છે. સ્થિર અને સુખરૂપ આસન છે. પરમ તથા શુશ્રુષા છે. યોગવિષયમાં ક્ષેપ નથી અને સ્થિર ચિત્તપણું હોવાને કારણે યોગના સાધનના ઉપાયનું કુશલપણું છે. ૩
દીપ્રાષ્ટિમાં પ્રાણાયામ છે=ભાવ પ્રાણાયામ છે, પ્રશાંતવાહિતાના લાભને કારણે યોગમાં ઉત્થાનનો વિરહ છે, તત્ત્વશ્રવણગુણ છે. પ્રાણ કરતાં પણદેહાદિ કરતાં પણ, ધર્મનો અધિકપણા રૂપે બોધ છે અને તત્ત્વશ્રવણથી ગુરુભક્તિનો ઉદ્રક થવાને કારણે સમાપતિ આદિ ભેદથી તીર્થકૃત દર્શન થાય છે.
અને મિત્રાદષ્ટિ તૃણના અગ્નિના કણની ઉપમાવાળી છે. તત્વથી અભીષ્ટ કાર્યમાં સમર્થ તથી યોગમાર્ગની પ્રવૃત્તિમાં સમ્યફ યત્ન કરાવવા સમર્થ નથી; કેમ કે સમ્યફ પ્રયોગકાળ સુધી બોધનું અવસ્થાન નથી. પ્રયોગકાળ સુધી મિત્રાદષ્ટિમાં બોધનું અવસ્થાત કેમ નથી ? તેમાં હેતુ કહે છે. અલ્પવીર્યપણું હોવાને કારણે મિત્રાદષ્ટિમાં થયેલા બોધમાં અલ્પવીર્યપણું હોવાને કારણે, તેનાથી