________________
૧૨૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮ મિત્રાદષ્ટિના બોધથી, પટુબીજના સંસ્કારના આધાનની અનુપપત્તિ છે. મિત્રાદષ્ટિનો બોધ પરમાર્થથી અભીષ્ટ કાર્ય કરવા સમર્થ નથી તેમ પૂર્વમાં કહ્યું તેથી શું પ્રાપ્ત થાય છે? તે સ્પષ્ટ કરે છે. આનાથી= મિથ્યાષ્ટિના બોધથી, વિકલપ્રયોગ હોવાને કારણે=પ્રવૃત્તિકાળમાં બોધ સહવર્તી નહિ હોવાને કારણે, વંદનાદિ કાર્યનો અયોગ છે=વંદનાદિ કાર્ય બોધથી નિયંત્રિત સમ્યફ થતા નથી. “તિ' શબ્દ મિત્રાદષ્ટિના કથનની સમાપ્તિ માટે છે.
તારાદષ્ટિ છાણના અગ્નિના કણ સદશ છે તારાદષ્ટિનો બોધ છાણના અગ્નિના કણ સદશ છે. આ પણ તારાદષ્ટિનો બોધ પણ, ઉક્ત કલ્પ જ છે=મિત્રાદષ્ટિની જેમ તત્ત્વથી અભીષ્ટ કાર્યમાં અસમર્થ જ છે; કેમ કે તત્વથી બોધમાં વિશિષ્ટ વીર્ય અને સ્થિતિનું વિકલ્પપણું છે.
અહીં પ્રશ્ન થાય કે તારાદષ્ટિના બોધમાં વિશિષ્ટ વીર્ય અને સ્થિતિનું વિકલપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે –
આનાથી પણ=તારાદષ્ટિના બોધથી પણ, પ્રયોગકાલમાં બોધથી કરાતી વંદનાદિ ક્રિયાના પ્રયોગકાળમાં, સ્મૃતિપાટવની અસિદ્ધિ છે=પટુસ્મૃતિ નથી. તેના અભાવમાં ક્રિયા કરતી વખતે બોધના અભાવમાં, પ્રયોગનું વિકલપણું હોવાથી કરાતી વંદનાદિ ક્રિયામાં બોધનું વિકલપણું હોવાથી, તેનાથીeતારાદષ્ટિના બોધથી, તે પ્રકારે તેના કાર્યનો અભાવ હોવાથી=જે પ્રકારે બોધથી નિયંત્રિત સમ્યફ કાર્ય થવું જોઈએ તે પ્રકારે વંદનાદિ કાર્યનો અભાવ હોવાથી, તારાદષ્ટિનો બોધ પરમાર્થથી અભીષ્ટ કાર્યક્ષમ નથી એમ અત્રય છે.
તિ’ શબ્દ તારાદૃષ્ટિના કથનની સમાપ્તિ માટે છે. બલાદષ્ટિ કાષ્ઠના અગ્નિના કણ તુલ્ય છે=બલાદૃષ્ટિનો બોધ કાષ્ઠના અગ્નિના કણ તુલ્ય છે. ઉક્ત બોધ દ્વયથી ઈષદ્ વિશિષ્ટ છે=મિત્રાદષ્ટિ અને તારાદેષ્ટિના બોધથી ઈષદ્ વિશિષ્ટ છે. તેના ભાવને કારણે=વિશિષ્ટ બોધતા ભાવને કારણે, અહીં=બલાદષ્ટિના બોધમાં, કંઈક સ્થિતિ અને વીર્ય છે. આથી=બલાદષ્ટિતા બોધથી, પ્રયોગસમયમાં ક્રિયાકાળમાં અહીં=બલાદષ્ટિમાં પટપ્રાયઃ સ્મૃતિ છે. અને તેના ભાવમાં બોધના સભાવમાં, અર્થ પ્રયોગ માત્ર પ્રીતિને કારણે યત્રલેશનો ભાવ હોવાથી=વંદનાદિ ક્રિયાકાળમાં યત્રલેશનો ભાવ હોવાથી, ઉક્ત બોધદ્વય કરતા ઈષદ્ વિશિષ્ટ છે એમ અવય છે.
દીપ્રાદષ્ટિ દીવાની પ્રભા સદશી છે દીપ્રાદષ્ટિનો બોધ દીવાની પ્રભા જેવો છે. ઉક્ત બોધત્રયથી પહેલી ત્રણ દૃષ્ટિઓના બોધથી, વિશિષ્ટતર બોધ છે. આથી=દીપ્રાદેષ્ટિમાં વિશિષ્ટતર બોધ છે આથી, અહીં-દીપ્રાદષ્ટિના બોધમાં, ઉદગ્ર સ્થિતિ-વીર્ય છે–દીપ્રાદષ્ટિનો બોધ દીર્ધકાળ ટકે છે અને બોધમાં ઘણા વીર્યનું પ્રવર્તત છે. તે કારણથી પ્રયોગસમયમાં-અનુષ્ઠાનના સેવનકાળમાં, પટુ પણ સ્મૃતિ છે=થયેલા બોધથી અત્યંત સ્મૃતિ છે. આ રીતે ત્રદીપ્રાદષ્ટિમાં વિશિષ્ટતર બોધ છે એ રીતે, ભાવથી પણ=ભાવથી વંદનપ્રયોગ હોવા છતાં પણ, ‘ત્ર'=અહીં દીપ્રાદૃષ્ટિમાં વંદનાદિ વિષયક દ્રવ્યપ્રયોગ