________________
૧૧૧
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૭ જતો હોય ત્યારે પણ તે પ્રસ્થક કરે છે એમ નૈગમનય સ્વીકારે છે અને વ્યવહારનય તે લાકડું કાપીને લાવ્યા પછી પ્રસ્થક બનાવવાની ક્રિયાનો પ્રારંભ કરે ત્યારે પ્રસ્થક બનાવે છે એમ કહે છે.
તે દૃષ્ટાંત પ્રમાણે જે જીવો રત્નત્રયીને અનુકૂળ ચૈત્યવંદનાદિની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે જીવોની પ્રવૃત્તિને વ્યવહારનય સપ્રવૃત્તિ કહે છે. જે જીવોની પ્રવૃત્તિ રત્નત્રયીને અનુકૂળ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનમાં નથી પરંતુ દૂરદૂરવર્તી રત્નત્રયીને અનુરૂપ ભાવવાળી છે તેઓની તે પ્રવૃત્તિને નૈગમનય રત્નત્રયીને અનુકૂળ એવા અનુષ્ઠાનવાળી પ્રવૃત્તિ સ્વીકારે છે. તેથી જેમ લાકડું કાપવાની ક્રિયાને પ્રસ્થાની ક્રિયા કહેવાય તેમ અપુનબંધકની રત્નત્રયીથી દૂરવર્તી પણ ઉચિત પ્રવૃત્તિને રત્નત્રયીને અનુકૂળ ધર્માનુષ્ઠાન કહેવાય. માટે અપુનબંધકને આદિથી માંડીને સતુપ્રવૃત્તિ છે એમ કહેલ છે. તેમાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ આ પ્રમાણે છે – પ્રસ્થકના રૂપના નિર્માણને માટે કુઠારાદિની પ્રવૃત્તિ પણ=કુઠારાદિ ગ્રહણ કરીને લાકડું કાપવા જવાની પ્રવૃત્તિ પણ, પ્રસ્થકના રૂપના નિર્માણની જ પ્રવૃત્તિ છે. તેમ અપુનબંધકાદિ જીવોની પૂર્વમાં વર્ણન કરાયેલી સર્વપ્રવૃત્તિઓ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને સમ્યકુ નિષ્પન્ન કરવાની જ પ્રવૃત્તિ છે. માટે જેમ ચૈત્યવંદનની પ્રવૃત્તિ ગુણનિષ્પત્તિનું કારણ છે તેમ અપુનબંધકાદિ જીવો અકલ્યાણમિત્રના યોગનો પરિહારાદિ જે કૃત્યો કરે છે તે સર્વ પણ ધર્મનિષ્પત્તિને અનુકૂળ ઉચિત વ્યાપારરૂપ છે.
ઉપરમાં વર્ણન કર્યું એ રીતે અપુનબંધકાદિ આદિધાર્મિક જીવોની ધર્મમાં કાર્ચથી=સંપૂર્ણપણે, જનારી પ્રવૃત્તિ છે. પરંતુ ધર્મમાં બાધ કરનારી પ્રવૃત્તિ નથી તે પ્રકારનું હાર્દ પ્રાપ્ત થાય છે; કેમ કે અપુનબંધક જીવોનું તત્ત્વની સાથે અવિરોધક એવું હૃદય હોય છે. તેથી તેઓની સમન્તભદ્રતા છે=બધી રીતે કલ્યાણ કરે તેવી ઉત્તમ પ્રકૃતિ છે; કેમ કે બધી ચેષ્ટાઓનું તદ્નલકપણું છે=અપુનબંધકાદિ જીવોની બધી ચેષ્ટાઓ સમન્તભદ્રતા મૂલક છે. આ રીતે પૂર્વમાં પ્રસ્થક દૃષ્ટાંતથી બતાવ્યું એ રીતે, આનાથી પણ વિનિર્ગત=જૈનદર્શનથી પૃથભૂત એવા, તે-તે દર્શન અનુસારથી સુપ્તમંડિતપ્રબોધદર્શન આદિ સર્વ=તે-તે દર્શનમાં કહેવાયેલ સુપ્તપંડિત પ્રબોધ દર્શનાદિ સર્વ, અહીં=અપુનબંધકમાં, યોજન કરવા.
આશય એ છે કે કોઈ પુરુષ સૂતો હોય અને કોઈ તેને ઊંઘમાં કુંકુમાદિ વસ્તુઓથી શણગારી દે અને જાગે ત્યારે પોતે કુંકુમાદિથી શણગારાયેલો છે તેવો આશ્ચર્યકારી બોધ થાય છે તે પ્રમાણે અપુનબંધકાદિ જીવોને પણ અનાભોગથી વિચિત્ર ગુણથી અલંકૃત થયેલાને સમ્યગ્દર્શનાદિના લાભકાળમાં વિસ્મયને કરનાર એવું આત્માનું દર્શન થાય છે તે “સુપ્તમંડિત પ્રબોધ દર્શન” છે. આદિ શબ્દથી સૂતેલાને નૌકાદિ દ્વારા સમુદ્રથી ઉત્તીર્ણ કરે અને જાગે ત્યારે તેને આશ્ચર્યકારી એવા સમુદ્ર-ઉત્તીર્ણનો બોધ થાય છે તેનું ગ્રહણ કરવું અને આ રીતે પ્રવર્તમાન=પ્રસ્થકકર્તાના દૃષ્ટાંતથી પ્રવર્તમાન, એવો અપુનબંધક ઇષ્ટનો સાધક નથી એમ નહિઃપ્રસ્થક તુલ્ય સમ્યક્તાદિ ગુણનો સાધક નથી એમ નહિ, પરંતુ સાધક જ છે. ભગ્ન પણ=અપુનબંધક ઉચિત આચારોથી કોઈક રીતે ભગ્ન થયેલો પણ, એતયત્નલિંગવાળોસ્વઉચિત આચારના પ્રયત્નવાળો, અપુનબંધક=આદિધાર્મિક જાણવો. એથી તેના પ્રત્યે અપુનબંધક, પ્રત્યે ઉપદેશનું સાફલ્ય છે.