________________
૧૧૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮ ‘આદિ' શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત ગ્રહણ થાય છે. ત્યાં માર્ગાભિમુખ અને માર્ગપતિત શબ્દમાં રહેલ માર્ગનો અર્થ કરે છે. માર્ગ ચિત્તનું અવક્રગમન, ભુજંગનલિકાના આયામ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ, સ્વરસવાહી=જીવના સ્વભાવને વહન કરનાર, ક્ષયોપશમવિશેષ હેતુ, સ્વરૂપ, ફલશુદ્ધિને અભિમુખ, એ પ્રકારનો અર્થ છે એ પ્રકારના અર્થવાળો ક્ષયોપશમવિશેષ છે. ત્યાં=તેવા માર્ગમાં, પતિત=રહેલો, ભવ્યવિશેષ માર્ગપતિત એ પ્રમાણે કહેવાય છે. અને તેના આદિભાવને પામેલોત્રમાર્ગના આદિભાવને પામેલો, માર્ગાભિમુખ એ પ્રમાણે કહેવાય છે. આ માર્ગપતિત અને માર્ગાભિમુખ, ચરમયથાપ્રવૃત્તિકરણના ભાગને ભજનારા જ જાણવા. અપુનબંધક વગેરે જેને છે તે તેવો અપુનબંધક આદિકાળ ધીર પુરુષો વડે વ્યવહારથી ઉપદેશને યોગ્ય બતાવાયો છે.”
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે.
નોંધઃ
ઉપદેશપદ : ગા. ૪૩૨ની ટીકામાં ‘પુનર્વશ્વકોડપુનર્વત્થાન: પ્રકૃતિર્યસ્ય સ તથા' તે પ્રકારનો પાઠ અશુદ્ધ છે તેના સ્થાને આ પ્રમાણે પાઠ જોઈએ – ‘પુનર્વ પ્રકૃતિર્યંચ સ તથા, પુનર્વવવવ વાત: '
“વળી નિશ્ચયથી કાલ=વચનઔષધનો કાલ, ગ્રંથિભેદનો કાળ જ છે. જે કાળમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા ગ્રંથિભેદ થાય છે તે કાળમાં વચનઔષધ કરાય છે એમ અવય છે. જે કારણથી આમાં=ગ્રંથિભેદ કાળમાં=સમ્યક્તની પ્રાપ્તિકાળમાં, અવસ્થાને ઉચિત એવા કૃત્યના કરણરૂપ વિધિથી સદા=સર્વકાલ, જે વચનૌષધની પાલના તેના વડે કરીને સંસારવ્યાધિરોધરૂપ આરોગ્ય આનાથી=વચનઔષધના પ્રયોગથી, થાય છે. અપુનબંધક વગેરેમાં કરાતો પણ વચનપ્રયોગ તે પ્રકારે સૂક્ષ્મબોધ વિધાયક નથી; કેમ કે તે કાળનું અપુનબંધક વગેરે કાલનું, અનાભોગબહુલપણું છે. વળી ભિન્નગ્રંથિ આદિ=સમ્યગ્દષ્ટિ આદિ જીવો, વ્યાવૃત્ત મોહપણું હોવાને કારણે અતિનિપુણ બુદ્ધિપણાથી તે તે કૃત્યોમાં વર્તતા તે કર્મવ્યાધિના સમુચ્છેદક થાય છે."
ત્તિ' શબ્દ ઉપદેશપદની ટીકાની સમાપ્તિ માટે છે. ગ્રંથિભેદને જ પુરસ્કાર કરતાં પ્રશંસા કરતાં, કહે છે – “ફચર વિ=વિધિના સદા પાલન વગર પણ હેમિ'=આ કરાયે છત=ગ્રંથિભેદ કરાયે છતે, '=આ=વચનઔષધનો પ્રયોગ, ‘મારો પાસાહનો ચેવ'=આરોગ્યસાધક જ થાય છે. “ન =જે કારણથી વંમિ આ હોતે છત=ગ્રંથિભેદ હોતે છતે, “પુત્રિપરિમર્દ અર્ધપુગલ પરાવર્તથી, ‘મન’ સંસારી-ન્યૂન સંસાર છે. ઉપદેશપદના ઉદ્ધરણની વ્યાખ્યા કરે છે –
તરથા'=વિધિના સદા પાલન વગર પણ ‘હન્દી’ શબ્દ પૂર્વની જેમ અર્થવાળો છે–ઉપદર્શનના અર્થવાળો છે. આ હોતે છત=ગ્રંથિભેદ કરાયે છતે, આ=વચનઔષધનો પ્રયોગ, આરોગ્યસાધક જ=ભાવઆરોગ્યનો નિષ્પાદક જ થાય છે. અને તે રીતે=ઉપદેશપદનાં શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું કે ગ્રંથિભેદ થયે છતે વચનઔષધનો પ્રયોગ ભાવઆરોગ્યનો સાધક છે તે રીતે, કહેવાય છે.
મુહૂર્ત પણ પ્રાપ્ત કરીને જેઓ અનવદ્યપદને દેનાર એવા સમ્યક્તરત્નનો ત્યાગ કરે છે. તેઓ પણ ભવસમુદ્રમાં ચિરકાળ રહેશે નહિ. તેને ધારણ કરનારાઓનું=સમ્યક્તરત્નને ધારણ કરનારાઓનું, અહીં=ભવસમુદ્રમાં, ચિતર વાચ્ય શું છે ?=ચિરતર વસવાટ નથી અર્થાત્ તેઓ ભવમાં લાંબો કાળ રહેતા નથી.