________________
૯૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૬, ટીકાર્ચ -
પ્રાયઃ .... તિ | શ્લોકમાં કહેલ “પ્રાયઃ' નો અર્થ બહુલતાથી છે. ધર્મબીજો=લોકોત્તરધર્મનાં કારણો, છે અને તે ધર્મના કારણો યોગદષ્ટિસમુચ્ચયમાં આ પ્રતિપાદન કરાયાં છે.
જિનમાં સંશુદ્ધ એવું કુશલચિત્ત અને તેમને નમસ્કાર જ અને પ્રણામાદિ અનુત્તમ યોગબીજ છે. ર૩
અત્યંત ઉપાદેયબુદ્ધિથી, સંજ્ઞાવિષ્કસ્મણથી યુક્ત, ફલાભિસંધિથી રહિત આ કુશલચિત્ત, આવા પ્રકારનું સંશુદ્ધ છે–ફુલપાક આરંભ કરે એવું સંશુદ્ધ છે. 1રપા
ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ આ સંશુદ્ધ એવું કુશલચિત્ત, વિશુદ્ધ છે. અને વિધિપૂર્વક શુદ્ધાશય વિશેષથી વૈયાવૃત્ય યોગબીજ છે એમ અન્વય છે. રા.
અને સહજ ભવનો ઉદ્વેગ, દ્રવ્ય અભિગ્રહનું પાલન તથા સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ ધર્મબીજ છે. Iરશા લેખના, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહ વાચના
ણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિતના અને ભાવના આ સર્વ ધર્મબીજો છે. ૨૮
દુખિતોમાં અત્યંત દયા, ગુણવાનમાં અદ્વેષ અને સર્વત્ર જ અવિશેષથી પક્ષપાત વગર, ઔચિત્યથી સેવન ધર્મબીજ છે. ll૩રા” (યોગદષ્ટિસમુચ્ચય૦)
તે ગૃહસ્થમાં=પૂર્વમાં કહેલા ગુણના ભાજન એવા ગૃહસ્થમાં, ધર્મબીજો પ્રકર્ષથી=સ્વલના અવધ્યકારણપણાથી, પ્રરોહ પામે છે=ધર્મચિંતાદિ લક્ષણ અંકુરાદિવાળાં થાય છે. અને કહેવાયું છે -
“ધર્મબીજનું વપન તગત સપ્રશંસાદિ છે=ધર્મગત સપ્રશંસાદિ છે. તચિત્તાદિ=ધર્મનિષ્પત્તિનું ચિતન આદિ, અંકુરાદિ થાય. વળી ફલસિદ્ધિ નિવૃત્તિ છે=મોક્ષ છે. III
ચિંતા, સકૃતિ, અનુષ્ઠાન, દેવમનુષ્યની સંપત્તિઓ ક્રમથી અંકુર, સત્કાંડ=કંદ, નાલ અને પુષ્પાદિ જેવી મનાય છે. રા”
કેવા છતા પ્રરોહ પામે છે=કેવા પ્રકારના છતા યોગબીજો પ્રરોહ પામે છે? એથી કહે છે – દેશના યોગ્ય બાલાદિપુરુષના ઔચિત્યલક્ષણ વિધિથી વપત કરાયેલાં તે ધર્મબીજો પ્રરોહ પામે છે, એમ અવય છે. જે કારણથી અવિક્ષિપ્ત એવા તેઓ પોતે છતે=જે જીવોમાં યોગબીજો નહીં વિક્ષેપ કરાયેલ હોતે છતે, કોઈપણ રીતે ધર્મનો અનુદય છે. જે કારણથી ઉપદેશપદમાં કહ્યું છે –
“જે પ્રમાણે બીજનો લેપ નહિ કરાય છતે સુવર્ષામાં પણ ધાન્ય થતું નથી, તે પ્રમાણે ધર્મબીજના વિરહમાં=પૂર્વમાં કહેલ સંશુદ્ધ કુશલચિત્તાધિરૂપ ધર્મબીજના વિરહમાં, સુષમામાં પણ=તીર્થંકરાદિના મહોત્સવાદિ પ્રસંગોવાળા સુષમાકાલ નામના સુંદરકાળમાં પણ, તે ધાન્ય તે ધર્મરૂપ ધાન્ય, થતું નથી.” (ઉપદેશપદ - ગા. ૨૨૪)
શ્લોકમાં કહેલ 'થ' શબ્દ દષ્ટાંત અર્થવાળો છે. તેથી જે પ્રમાણે વિશુદ્ધ એવી અનુપહત એવી પૃથ્વીમાં વિધિથી વપન કરાયેલાં બીજો થાય છે, બીજો પ્રરોહ પામે છે, તે પ્રમાણે ધર્મબીજો પ્રરોહ પામે છે, એ પ્રમાણે અવય છે. શ્લોકમાં “પ્રાયઃ' શબ્દના ગ્રહણથી અકસ્માત જ પક્વતથાભવ્યત્વમાં