________________
GG
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૬ ક્યારેક મરુદેવાદિમાં અન્યથાભાવ હોવા છતાં પણ=પૂર્વમાં બીજાધાન નહિ કરાયેલું હોવા છતાં પણ, ધર્મ નિષ્પન્ન થયો તેનો વિરોધ નથી.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. II૧૬. ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કર્યું તેવા પાંત્રીસ પ્રકારનો સામાન્યધર્મ જે ગૃહસ્થ પાલન કરે છે તે ગૃહસ્થની પ્રકૃતિ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારી બને છે. જેમ વિશુદ્ધ ભૂમિમાં વિધિપૂર્વક વપન કરાયેલાં બીજો પ્રરોહ પામે છે, તેમ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા ગૃહસ્થમાં ભગવાનના શાસનને પામીને જિન પ્રત્યે સંશુદ્ધ કુશલચિત્તાદિરૂપ ધર્મના બીજો પ્રરોહ પામે છે. અને તે ધર્મબીજો લોકોત્તર ધર્મની નિષ્પત્તિનાં કારણો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ આ ધર્મબીજો આત્મામાં વપન કર્યા છે તેવા જીવોને ઉપદેશાદિ સામગ્રી દ્વારા તીર્થકર વડે કહેવાયેલા લોકોત્તરધર્મરૂપ સમ્યક્ત, દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ પ્રાપ્ત થાય છે. તે યોગબીજોનું વર્ણન યોગદૃષ્ટિમાં આ પ્રમાણે કહ્યું છે.
તીર્થકરોમાં સંશુદ્ધ એવું કુશલચિત્ત ઉત્તમ એવું યોગબીજ છે. તીર્થકરને જોઈને નમસ્કારની ક્રિયા તે યોગબીજ છે. અને તીર્થકરને પ્રણામાદિની ક્રિયા તે યોગબીજ છે. પરંતુ આ ત્રણેય સંશુદ્ધ હોય તો યોગબીજ બને છે. અન્યથા નહિ. સંશુદ્ધ કુશલચિત્ત દ્વારા મનોવ્યાપારનું ગ્રહણ છે. જિનને સંશુદ્ધ નમસ્કાર દ્વારા વાડુ વ્યાપારનું ગ્રહણ છે અને સંશુદ્ધ પ્રણામાદિ દ્વારા કાયવ્યાપારનું ગ્રહણ છે. યોગબીજ કહેવાથી એ પ્રાપ્ત થાય કે તે યોગબીજ જ ધર્મનાં બીજ છે. અનુત્તમ કહેવાથી તે શ્રેષ્ઠ એવા યોગબીજ છે.
આ ત્રણેય પ્રકારનાં યોગબીજોમાં સંશુદ્ધ વિશેષણ આપ્યું તેથી સંશુદ્ધનું સ્વરૂપ શું છે? તે સ્પષ્ટ કરે છે –
સ્વબોધ અનુસાર જિનને જોઈને જેમને અત્યંત ઉપાદેય બુદ્ધિ થાય છે. અર્થાત્ આ જિન જ ઉપાસના કરવા યોગ્ય છે તેવી બુદ્ધિ થાય છે અને વળી તે વખતે નમસ્કાર કરે છે ત્યારે તે જિનમાં કુશલચિત્ત થાય છે. તે આલોક-પરલોકની આશંસાપૂર્વક કે માનાદિ ક્રિયાને વશ થઈ નમસ્કારની ક્રિયા નથી પરંતુ પોતાના બોધ અનુસાર વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ છે તેથી તે કુશલચિત્તાદિ સંશુદ્ધ છે. વળી તે સંશુદ્ધ ચિત્ત આવા પ્રકારનું છે એમ કહ્યું તેનો અર્થ યોગદૃષ્ટિમાં ફલપાક આરંભ સદશ કહેલ છે. તેથી એ ફલિત થાય કે આત્મામાં રહેલો તે કુશલ પરિણામ વીતરાગના ગુણો પ્રત્યેના રાગથી પ્રવર્તે છે, જે રાગ વીતરાગભાવને પ્રગટ કરવાને અનુકૂળ=પ્રારંભની ક્રિયા સ્વરૂપ છે. તેથી વીતરાગભાવરૂપ ફલને પકવવાના આરંભ તુલ્ય છે. આનાથી એ ફલિત થાય કે જે ગૃહસ્થ ઉચિત પ્રવૃત્તિ કરવાના અર્થ છે તેથી શક્તિ અનુસાર પૂર્વમાં વર્ણન કર્યું એવો સામાન્ય ગૃહસ્થધર્મ સેવે છે. પ્રમાદવશ કોઈ પ્રકારની અન્યથા પ્રવૃત્તિ હોય તોપણ તેઓને ઉચિત પ્રવૃત્તિ કરવાની રુચિ છે. આથી જ પૂર્વમાં વર્ણન કરાયેલા ગૃહસ્થધર્મને સાંભળીને તેઓને પ્રીતિ થાય છે તેવા જીવોને કોઈક નિમિત્તને પામીને ગુણવાન એવા તીર્થકરો પ્રત્યે બહુમાનભાવ થાય છે, તેના કારણે જે નમસ્કારાદિની પ્રવૃત્તિ કરે છે તે સર્વ પોતાનામાં વીતરાગભાવને પ્રગટ કરવાને અનુકૂળ વ્યાપાર સ્વરૂપ છે અને આ વ્યાપારકાળમાં વીતરાગના ગુણો પ્રત્યે જે રાગયુક્ત ઉપયોગ વર્તે છે તે રાગયુક્ત ઉપયોગના