________________
૧૦૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૬-૧૭ જેમ ભૂમિમાં બીજનો નિક્ષેપ કરાયો ન હોય અને સુંદર વર્ષા થાય તોપણ ધાન્ય થતું નથી. તેમ આત્મામાં ધર્મનું બીજ વપન કરાયેલું ન હોય તો સાક્ષાત્ તીર્થંકરનું દર્શન થાય, તીર્થંકરના ઉપદેશનું શ્રવણ થાય તોપણ તે શ્રવણાદિ ક્રિયાથી ધર્મરૂપ ધાન્ય પેદા થતું નથી.
શ્લોકના ઉત્તરાર્ધમાં ‘યથા' શબ્દથી દૃષ્ટાંત આપ્યું કે જે પ્રમાણે વિશુદ્ધભૂમિમાં વિધિપૂર્વક વપન કરાયેલાં બીજો સુવર્ષાને પામીને પ્રરોહ પામે છે તેમ વિશુદ્ધભૂમિ સ્થાનીય સામાન્ય ગૃહસ્થ ધર્મ પાળનારા જીવો પોતાની બાલાદિ અવસ્થાને અનુરૂપ જિનમાં કુશલચિત્તાદિ કરીને બીજોનું વપન કરે તો યોગ્ય ઉપદેશકને પામીને તે બીજો પ્રરોહ પામે છે. જેનાથી ધર્મરૂપ ધાન્ય નિષ્પન્ન થાય છે.
શ્લોકમાં “પ્રાયઃ' કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે મરુદેવામાતાના જેવા કેટલાક જીવોએ પૂર્વમાં ક્યારેય યોગબીજો નાખ્યાં નથી છતાં પક્વ થયેલ તથાભવ્યત્વને કારણે તેઓમાં ધર્મ નિષ્પન્ન થયો. તેથી બીજ નાખ્યા હોય તો જ ધર્મ નિષ્પન્ન થાય તેવો એકાંત નથી. પરંતુ મોટાભાગના જીવો પૂર્વમાં બીજાધાન કરે ત્યારપછી જ સામગ્રીને પામીને તેઓના લોકોત્તર ધર્મની નિષ્પત્તિ થાય છે.
અહીં કહ્યું કે મરુદેવામાતા જેવા જીવોને તથાભવ્યત્વ પક્વ થયું તેથી એ પ્રાપ્ત થાય કે દરેક જીવોમાં મોક્ષગમનરૂપ ભવ્યત્વ જુદા પ્રકારનું છે અને જેમાં જે પ્રકારનું ભવ્યત્વ હોય તે તથાભવ્યત્વથી વાચ્ય છે. અને મોટાભાગના જીવોનું તથાભવ્યત્વ બીજાધાન કર્યા પછી લોકોત્તર ધર્મને પ્રાપ્ત કરવાને અનુકૂળ પક્વ બને છે. બીજાધાન કર્યા વગર તથાભવ્યત્વ લોકોત્તર ધર્મ અનુકૂળ પક્વ બનતું નથી. મરુદેવામાતા જેવા કેટલાક જીવોનું તથાભવ્યત્વ પૂર્વમાં બીજાધાન નહિ કરેલું હોવા છતાં ત્યારે તે પ્રકારે પક્વ બને છે કે જેથી તેઓમાં પૂર્વમાં બીજાધાન નહિ કરેલું હોવા છતાં જ્ઞાનાવરણીયાદિ કર્મનો તે પ્રકારનો ક્ષયોપશમ થાય છે જેથી તેઓને લોકોત્તર ધર્મની પ્રાપ્તિ થાય છે. ll૧ાા અવતારણિકા -
अथ पूर्वोक्तगुणवत एव संज्ञाविशेषविधिं तदवस्थाविशेषविधिं चाह - અવતરણિતાર્થ –
હવે પૂર્વોક્ત ગુણવાળામાં જ=પૂર્વ વર્ણન કરાયેલા પાંત્રીસ ગુણવાળા ગૃહસ્થમાં જ, સંજ્ઞાવિશેષની વિધિને શ્લોકના પૂર્વાર્ધથી સંજ્ઞાવિશેષની વિધિને, અને તેની અવસ્થાવિશેષની વિધિને શ્લોકના ઉત્તરાર્ધથી તે આદિધાર્મિક ગૃહસ્થની અવસ્થાવિશેષની વિધિને, કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં કહેલા પાંત્રીસ ગુણવાળા જ જીવોમાં આદિધાર્મિકરૂપ સંજ્ઞાવિશેષની વિધિને કહે છે અને તે આદિધાર્મિક જીવો જૈનદર્શન પ્રમાણે કેવી અવસ્થાવિશેષવાળા છે તેની વિધિને શ્લોકના ઉત્તરાર્ધથી કહે