________________
૧૦૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૭ મંગલજાપ કરવો જોઈએ આત્માનું મંગલ કરનાર એવા પંચપરમેષ્ઠિ આદિનો જાપ કરવો જોઈએ. ૨૬. ચતુદશરણ સ્વીકારવું જોઈએ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણ સ્વીકારવું જોઈએ. ૨૭. દુષ્કતોની ગર્તા કરવી જોઈએ. ૨૮. કુશલ કૃત્યનું અનુમોદન કરવું જોઈએ. ૨૯. મંત્રદેવતાની પૂજા કવી જોઈએ. ૩૦. સત્પુરુષોની સચેષ્ટાઓ સાંભળવી જોઈએ=ઉત્તમ પુરુષોની સુંદર ચેષ્ટાઓ સાંભળવી જોઈએ. ૩૧. ઔદર્યનું ભાન કરવું જોઈએ. ૩૨. ઉત્તમ પુરુષના દાંતથી પ્રયત્ન કરવો જોઈએ.
આવા પ્રકારના ગૃહસ્થની અહીં આલોકમાં, જે પ્રવૃત્તિ છે તે સર્વ જ સુંદર છે. દિ=જે કારણથી, નિયમથી આ અપુનબંધકાદિ માર્ગાનુસારી છે; કેમ કે તેનાથી અન્યને=અપુનબંધકાદિથી અન્ય જીવોને, આવા પ્રકારની ગુણસંપત્તિનો અભાવ છે. આથી આદિથી માંડીને આવી પ્રવૃત્તિ અપુનબંધકની પ્રવૃત્તિ, સપ્રવૃત્તિ જ તૈગમય અનુસારથી ચિત્ર પણ પ્રસ્થક પ્રવૃત્તિકલ્પ છે. તે આનેઅપુનબંધકની પ્રવૃત્તિ વૈગમનય અનુસાર પ્રસ્થક પ્રવૃત્તિકલ્પ ચિત્ર છે તેમ પૂર્વમાં કહ્યું કે આને, આશ્રયીને અન્ય ગ્રંથમાં કહે છે –
કુઠારાદિની પ્રવૃત્તિ પણ રૂપનિર્માણની પ્રવૃત્તિ જ છે=લાકડાને કાપવાની પ્રવૃત્તિ પણ પ્રસ્થકના સ્વરૂપના નિર્માણની જ પ્રવૃત્તિ છે !”
તેની જેમ આદિધાર્મિકની ધર્મમાં કાર્ચથી વૈજ્ઞામિની પ્રવૃત્તિ છે. તદ્ધાધિની નથી=ધર્મને બાધ કરનારી પ્રવૃત્તિ નથી, એ પ્રમાણે હાર્દ છે.
અહીં પ્રશ્ન થાય કે આદિધાર્મિકની કાર્ચથી ધર્મમાં તદ્ગામિની પ્રવૃત્તિ કેમ છે ? તેથી કહે છે – આનું આદિધાર્મિક, તત્ત્વ અવિરોધક હદય છે તેથી સમન્તભદ્રતા છે; કેમ કે સકલ ચેષ્ટિતનું તદ્મૂલપણું છેઃ આદિધાર્મિકની બધી ચેષ્ટાનું તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વકપણું છે. ‘વમ્'=આ રીતે=પ્રસ્થકના દષ્ટાંતની જેમ, આનાથી જ જૈનદર્શનથી જ વિનિત'=પૃથફભૂત, તે તે દર્શનના અનુસારથી સુપ્તમંડિતપ્રબોધદર્શનાદિ સર્વ અહીં=અપુનબંધકમાં, યોજવું. ‘દિ'=જે કારણથી, આ રીતે પ્રવર્તમાન=પ્રસ્થકના દર્શનની જેમ પ્રવર્તમાન, ઈષ્ટસાધક નથી એમ નહિ, અર્થાત્ ઇષ્ટસાધક જ છે.
અપુનબંધકનું લક્ષણ બતાવે છે – ભગ્ન પણ આ અપુનબંધકના ઉચિત આચારથી કોઈક રીતે ભગ્ન થયેલો પણ આ, યત્નલિંગવાળો અપુનબંધક છે. એથી તેના પ્રત્યે અપુનબંધક જીવ પ્રત્યે, ઉપદેશનું સાફલ્ય છે. પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત નહિ થયે છતે જીવ આવા પ્રકારનો થતો નથી, એ પ્રમાણે કપિલદર્શનવાળા કહે છે. અપ્રાપ્ત ભવવિપાકવાળા જીવો આવા પ્રકારના નથી, એ પ્રમાણે સૌગતો કહે છે=બૌદ્ધદર્શનવાળા કહે છે. અપુનબંધક આવા પ્રકારના છે તેમ જૈનો કહે છે. (લલિતવિસ્તરામાં અંતમાં)
અને અપુનબંધકનું લક્ષણ પ્રસંગથી અહીં આ જાણવું. “અપુનબંધક તીવ્રભાવથી પાપ કરતો નથી. ઘોર એવા ભવને બહુ માનતો નથી અને સર્વત્ર પણ ઉચિત સ્થિતિને સેવે છે.” (પંચાશક ૩-૪, યોગશતક ગા. ૧૩)
આની=શ્લોકની વૃત્તિ, આ પ્રમાણે છે – “પાપ અશુદ્ધ કર્મ છે. અને તેનું કારણ હોવાથી=પાપનું કારણ હોવાથી, હિસાદિ પણ પાપ છે. તેને=પાપને, તીવ્ર ભાવથી=ગાઢ સંક્લિષ્ટ પરિણામથી, કરતો નથી જ, કેમ કે અત્યંત