________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૭
૧૦૭
ઉત્કટ એવા મિથ્યાત્વાદિ કર્મોનો ક્ષયોપશમભાવ હોવાને કારણે પ્રાપ્ત થયેલા આત્માનું નિર્મલભાવરૂપ વિશેષપણું છે. તીવ્ર એ પ્રકારના વિશેષણથી અતીવ્રભાવથી કરે પણ છે, એ પ્રમાણે પ્રાપ્ત થયું, કેમ કે તેવા પ્રકારના કર્મનો દોષ છે–પાપ કરાવે તેવા પ્રકારના કર્મનો દોષ છે. અને ભવને બહુમાનનો વિષય કરતો નથી. ભવ એટલે સંસાર, ઘોર એટલે રૌદ્ર. ઘોર સંસારને બહુમાનનો વિષય કેમ કરતો નથી તેમાં હેતુ કહે છે. સંસારના ઘોરપણાનો બોધ છે અને ઉચિત સ્થિતિને=અનુરૂપ પ્રતિપત્તિને, સેવે છે; કેમ કે કર્મનો લાઘવ છે. ક્યાં ઉચિત પ્રવૃત્તિ સેવે છે ? તેથી કહે છે. સર્વત્ર પણ કોઈક સ્થાનને છોડી દો પરંતુ સર્વત્ર પણ દેશ, કાલ અવસ્થાની અપેક્ષાએ દેવ, અતિથિ, માતા-પિતા વગેરે વિષયક સમસ્ત કૃત્યમાં પણ, ઉચિત સ્થિતિને સેવે છે, એમ અવય છે. '
કઈ રીતે ઉચિત સ્થિતિને સેવે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – માર્ગાનુસારિતાનું અભિમુખપણું હોતે છતે મયૂરશિશુના દષ્ટાંતથી ઉચિત સ્થિતિ સેવે છે. કોણ સેવે છે ? તે સ્પષ્ટ કરે છે – - અપુનબંધક જીવ=ઉપરમાં વર્ણન કરાયેલો જીવ, આવા પ્રકારના ક્રિયાલિગવાળો થાય છે. એથી પ્રસંગથી સર્યું.” - શ્લોકમાં રહેલ “' શબ્દ છે તે ત્રણ લિગોના સમુચ્યય માટે છે. I૧૭ના ભાવાર્થ -
પૂર્વમાં સામાન્યથી ગૃહસ્થધર્મ બતાવ્યો તેવા ગુણોથી જીવો ઉત્તરોત્તર ગુણવૃદ્ધિની યોગ્યતાવાળા બને છે. અને તેવા જીવો આદિધાર્મિક એ પ્રકારની સંજ્ઞાથી પ્રસિદ્ધ છે. પ્રથમ ભૂમિકાના જ સ્થૂલ ધર્મના આચારોને જ સેવનારા તે આદિધાર્મિક કહેવાય. તે આદિધાર્મિક તે તે દર્શનના અનુસારે જુદા જુદા આચારવાળા ' હોય છે.
અહીં પ્રશ્ન થાય કે જૈનદર્શનનુસાર જે આચારો પાળતા નથી તેઓને આદિધાર્મિક કઈ રીતે કહી શકાય? તેથી કહે છે –
અન્ય દર્શનના આચારોને પાળનારા પણ જેઓના આત્મામાં કદાગ્રહ વગર તત્ત્વના પક્ષપાતરૂપ અંતઃશુદ્ધિ વર્તે છે તેઓમાં, અપુનબંધકપણું સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. આથી અપુનબંધક અનેક સ્વરૂપવાળા છે અર્થાત્ શુદ્ધિની તરતમતાની અપેક્ષાએ અનેક ભૂમિકાવાળા છે. તેને કારણે તે તે દર્શનમાં કહેવાયેલ પણ મોક્ષ માટેની ક્રિયાઓ અપનબંધકમાં ઘટે છે. અર્થાત્ મોક્ષના આશયપૂર્વક તે તે દર્શનમાં રહેલ ભદ્રક પ્રકૃતિવાળા જીવો તે-તે દર્શનના યમ-નિયમાદિના પૂલ આચારો પાળીને મોક્ષમાર્ગને અનુકૂળ એવા ઉત્તમચિત્તને નિષ્પન્ન કરે છે.
આ રીતે શ્લોકના પૂર્વાર્ધથી અન્યદર્શનમાં રહેલા પણ અપુનબંધક જીવો આદિધાર્મિક છે તેમ બતાવ્યું. હવે પ્રસ્તુત ગ્રંથમાં કયા આદિધાર્મિક જીવોને ગ્રહણ કરવા છે તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે –
પ્રસ્તુત ગ્રંથમાં ભગવાનના વચનાનુસાર ક્રિયાઓ કરનારા આદિધાર્મિક ગ્રહણ કરવાના છે. અન્ય દર્શનમાં રહેલા આદિધાર્મિકને ગ્રહણ કરવાના નથી. તેઓ પૂર્વમાં બતાવેલા પાંત્રીસ પ્રકારના સામાન્યથી ગૃહસ્થધર્મને સેવનારા અને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરનારા હોય છે. આવા અપુનબંધક જીવોને બીજા