________________
૧
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ પૂર્વનો ધર્મ, ધર્મ નથી પરંતુ ધર્મનું સાધન છે, તેમ કહેલ છે. ઉપદેશપદમાં મોક્ષસાધક ધર્માનુષ્ઠાન પરિપૂર્ણ ક્યાં હોય છે ? તેને સામે રાખીને અપ્રમત્તમુનિઓને ધર્માનુષ્ઠાન છે, તેમ સ્વીકારીને ભાવાભ્યાસરૂપ ધર્મ અપ્રમત્તમુનિને જ છે, અન્યને નહિ તેમ કહેલ છે.
અહીં કહ્યું કે ધર્મપદની વ્યુત્પત્તિના નિમિત્તગ્રાહક એવો એવંભૂતરૂપ નિશ્ચયનય શૈલેશીના ચરમસમયમાં જ ધર્મ સ્વીકારે છે અને ધર્માનુષ્ઠાન પદની વ્યુત્પત્તિના નિમિત્તગ્રાહક એવો એવંભૂતરૂપ નિશ્ચયનય અપ્રમત્તસંયતને ધર્મ સ્વીકારે છે તે કથનમાં ધર્મપદની વ્યુત્પત્તિ એ છે કે “વત્યુ સહાવો ધમ્મો.” એ વ્યુત્પત્તિથી વિચારીએ તો જીવનો સ્વભાવ સિદ્ધ અવસ્થામાં છે, તેથી તે ધર્મ સંસાર અવસ્થામાં નથી. વળી, સિદ્ધ અવસ્થારૂપ ધર્મનું કારણ એવો જે ધર્મ છે તે ધર્મની વ્યુત્પત્તિ પ્રમાણે વિચારીએ તો દુર્ગતિથી પડતા જીવને ધારણ કરે અને સુગતિમાં સ્થાપન કરે તે ધર્મ એમ પ્રાપ્ત થાય અને જીવન માટે ચારગતિઓ વિડંબનારૂપ હોવાથી દુર્ગતિરૂપ છે જ્યારે મોક્ષ સર્વથા વિડંબના રહિત હોવાથી સુગતિ છે. એ પ્રમાણે અર્થ કરીએ તો જે ધર્મ ચારગતિઓની વિડંબનાથી પર એવી મોક્ષરૂપ સુગતિમાં આત્માને સ્થાપન કરે તેને ધર્મ કહેવાય. આવો ધર્મ શૈલેશીના ચરમ સમયે છે; કેમ કે શૈલેશીના ચરમ સમયે જીવ સર્વકર્મનો ક્ષય કરીને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવા પ્રકારના ધર્મપદની વ્યુત્પત્તિના નિમિત્તને ગ્રહણ કરનાર એવા એવંભૂતરૂપ નિશ્ચયનય શૈલેશીના ચરમસમયમાં જ ધર્મ સ્વીકારે છે.
વળી, ધર્મઅનુષ્ઠાન પદની વ્યુત્પત્તિ એ છે કે શૈલેશીના ચરમસમયમાં થનારા ધર્મને નિષ્પન્ન કરવા માટે જે અંતરંગ અપ્રમાદભાવથી ઉદ્યમ કરાય છે તે ધર્માનુષ્ઠાન છે અને તેવું ધર્માનુષ્ઠાન અપ્રમત્તમુનિઓમાં છે; કેમ કે અપ્રમત્તમુનિ સર્વ વિકલ્પથી પર એવી નિર્વિકલ્પદશામાં વર્તે છે અને તે નિર્વિકલ્પદશારૂપ અંતરંગ ઉદ્યમ એ ધર્માનુષ્ઠાન છે. તે ધર્માનુષ્ઠાનપદની વ્યુત્પત્તિના નિમિત્ત ગ્રાહક એવો એવંભૂત નિશ્ચયનય અપ્રમત્તમુનિમાં જ ધર્મ અનુષ્ઠાન સ્વીકારે છે. માટે ધર્મસંગ્રહણીના વચન સાથે ઉપદેશપદના વચનનો વિરોધ નથી.
અહીં ‘હત્તથી શંકા કરતાં કહે છે કે ઉપદેશપદમાં સ્વીકાર્યું તે પ્રમાણે નિરુપચરિત ભાવાભ્યાસ અપ્રમત્તસંયતને જ છે. અને તેમ સ્વીકારીએ તો પ્રમત્તસંયત, દેશવિરતિધર કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે રત્નત્રયીનો અભ્યાસ કરે છે તેઓનો રત્નત્રયીનો અભ્યાસ કોઈક અંશથી છે, પરિપૂર્ણ નથી. તેથી ઔપચારિક જ ભાવાભ્યાસ છે તેમ પ્રાપ્ત થયું અને શાસ્ત્રમાં અપુનબંધકને જ ઔપચારિક યોગમાર્ગ છે તેમ કહેલ છે. પ્રમત્તસંયતાદિને ઔપચારિક યોગમાર્ગ કહેલ નથી. તેથી ઉપદેશપદના કથન સાથે તે શાસ્ત્રવચનનો વિરોધ આવશે.
શંકાકારનો આશય એ છે કે ઉપદેશપદના વચનાનુસાર જે અપ્રમત્તમુનિઓ છે તેઓ અસંગ-અનુષ્ઠાન સેવે છે અને સર્વથા અસંગભાવ જ રત્નત્રયીના ભાવના અભ્યાસરૂપ છે. માટે નિરુપચરિત ભાવાભ્યાસ અપ્રમત્તમુનિઓને જ છે. અને પ્રમત્તસંયત, દેશવિરત કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે ધર્મઅનુષ્ઠાન સેવે છે તે ધર્માનુષ્ઠાનમાં અસંગભાવનો પરિણામ નથી પરંતુ અસંગભાવને અભિમુખ ભાવ છે. તેથી તેઓના અનુષ્ઠાનમાં અપેક્ષાએ ભાવાભ્યાસ છે, પૂર્ણ ભાવાભ્યાસ નથી. માટે પ્રમત્તયતાદિના અનુષ્ઠાનને ઔપચારિક ભાવાભ્યાસરૂપ જ સ્વીકારી શકાય અને શાસ્ત્રમાં અપુનબંધકને ઔપચારિક યોગમાર્ગ સ્વીકારેલ છે અને