________________
૯૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ પ્રમત્તસંયતાદિને ઔપચારિક યોગમાર્ગ સ્વીકારેલ નથી. તેથી ઉપદેશપદના વચન સાથે અન્ય શાસ્ત્રવચનનો વિરોધ કેવી રીતે નહિ થાય ? અર્થાત્ થશે. તેનો ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –
જે પ્રમાણે પર્યાયનયથી વ્યુત્ક્રાંત અર્થને ગ્રહણ કરનાર દ્રવ્યનો ઉપયોગ પરમાણુમાં જ અપશ્ચિમ વિકલ્પના નિર્વચનરૂપ છે તે પ્રમાણે નિશ્ચયનયના વ્યુત્ક્રાંત અર્થને ગ્રહણ કરનાર વ્યવહારનય અપુનબંધકમાં જ ઔપચારિક યોગમાર્ગ સ્વીકારે છે.
આશય એ છે કે કારણ હોય તે દ્રવ્ય કહેવાય અને કાર્ય હોય તે પર્યાય કહેવાય આ પ્રકારનો નિયમ છે. આ નિયમાનુસાર ચણુક, ચણકાદિ કંધો કોઈક અપેક્ષાએ કારણ છે અને કોઈક અપેક્ષાએ કાર્ય છે. અર્થાત્ કયણુકન્કંધ પરમાણુનું કાર્ય છે અને વ્યણુકાદિ સ્કંધોનું કારણ હયણુક છે. તેથી કચણુકાદિ સ્કંધમાં કારણ તરીકે વિચાર કરીએ ત્યારે દ્રવ્યનો ઉપયોગ વર્તે છે અર્થાત્ આ દ્રવ્ય છે તેનો ઉપયોગ વર્તે છે; તોપણ તે દ્રવ્યનો ઉપયોગ પર્યાયનયના વ્યુત્ક્રાંત અર્થવાળો નથી; કેમ કે કચણુકાદિને પરમાણુનાં કાર્ય કહીએ ત્યારે તે કચણુકનો ઉપયોગ પર્યાયનયને સ્પર્શનારો છે. તેથી હયણુકમાં વર્તતો દ્રવ્યનો ઉપયોગ પર્યાયનયના વ્યુત્ક્રાંત અર્થને ગ્રહણ કરનારો નથી પરંતુ પર્યાયનયના અર્થગ્રાહી એવો દ્રવ્યનો ઉપયોગ છે. જ્યારે પરમાણુ તો જણકાદિનું કારણ છે પરંતુ પરમાણુ સ્વયં કોઈનું કાર્ય નથી. તેથી પરમાણુ કેવળ કારણ છે અને કોઈનું કાર્ય નથી. માટે પરમાણુમાં પર્યાયનયના વ્યુત્ક્રાંત અર્થગ્રાહી એવા દ્રવ્યનો ઉપયોગ વર્તે છે જે છેલ્લા કારણ તરીકેના વિકલ્પરૂપ છે.
તે પ્રમાણે પ્રમત્તસંયત, દેશવિરત, અવિરત સમ્યગ્દષ્ટિ જીવો નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા નથી તેથી તેઓમાં રત્નત્રયીના અભ્યાસને અનુકૂળ પૂર્ણ ભાવાભ્યાસ નથી પરંતુ નિર્વિકલ્પ ઉપયોગને અભિમુખ એવા વિકલ્પાત્મક ધર્માનુષ્ઠાનરૂપ ભાવાભાસ છે, તેથી અપેક્ષાએ રત્નત્રયીની પરિણતિ હોવા છતાં અપેક્ષાએ પ્રશસ્ત એવા રાગાદિના વિકલ્પો પણ છે. તેથી પૂર્ણ ધર્માનુષ્ઠાનનું સેવન નથી. માટે પ્રમત્તસંયતાદિ કેવલ ભાવાભ્યાસ કરતા નથી, પરંતુ કંઈક અંશથી જ ભાવાભ્યાસ કરે છે જ્યારે અપ્રમત્તમુનિઓ કેવલ ભાવાભ્યાસ કરે છે. તેથી નિશ્ચયનય અપ્રમત્તસંયતને ભાવાભ્યાસ છે તેમ કહે છે અને પ્રમત્તસંયતાદિને કંઈક અંશથી ભાવાભ્યાસ સ્વીકારે છે અને જે અંશમાં ભાવાભ્યાસ નથી પરંતુ ભાવાભ્યાસને અનુકૂળ સંયમના વિકલ્પો વર્તે છે તે અપેક્ષાએ કરાતી ધર્મની ક્રિયાને ઔપચારિક ભાવાભ્યાસ કહે છે. માટે પ્રમત્તસંયતથી માંડીને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોમાં નિશ્ચયનયને અભિમત તેવા ભાવાભ્યાસથી યુક્ત ઔપચારિક યોગમાર્ગ છે, પરંતુ અપુનબંધક આદિ જીવોમાં નિશ્ચયનયને અભિમત એવો ભાવાભ્યાસ સર્વથા નથી એમ યોગબિંદુમાં કહેલ છે. વળી નિશ્ચયનયના અર્થથી વ્યુત્ક્રાંત અર્થને ગ્રહણ કરનાર એવો વ્યવહારનય અપુનબંધકમાં ઔપચારિક યોગમાર્ગ સ્વીકારે છે. તેથી જે સ્થાનમાં અપુનબંધકને ઔપચારિક યોગમાર્ગ કહ્યો છે તે સ્થાનમાં નિશ્ચયનયના અર્થને નહિ સ્પર્શનાર એવા વ્યવહારનયને આશ્રયીને કથન છે. ઉપદેશપદના વચનાનુસાર અપ્રમત્તસંયતને ભાવાભ્યાસ સ્વીકારીએ ત્યારે પ્રમત્તસંયતથી માંડીને અવિરત સમ્યગ્દષ્ટિમાં જે ઔપચારિક ભાવાભ્યાસ છે તે નિશ્ચયનયને અભિમત ભાવાભ્યાસના સ્પર્શવાળો ઔપચારિક ભાવાભ્યાસ છે. આ રીતે અપેક્ષાએ બન્ને કથનો હોવાથી સ્યાદ્વાદની મર્યાદા અનુસાર કોઈ વિરોધ નથી.