________________
૯૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪, ૧૫ પ્રવૃત્તિ કરે ત્યારે ભગવાનના વચનના ઉપદેશના નિયંત્રણથી તે પ્રવૃત્તિ કરે છે. તેથી સંસારના પ્રવૃત્તિના કાલમાં પણ તેઓમાં વર્તની રત્નત્રયીની પરિણતિની વૃદ્ધિને અનુકૂળ વર્તતો વ્યાપાર છે; કેમ કે વિવેકદૃષ્ટિને કારણે સંસારની પાપપ્રવૃત્તિ કેમ ઘટે ? એવા યત્નપૂર્વક તેઓ સંસારની સર્વ પ્રવૃત્તિ કરે છે અને જે અંશથી તે પ્રવૃત્તિમાં રત્નત્રયીને વૃદ્ધિને અનુકૂળ વ્યાપાર નથી છતાં ઉચિત પ્રવૃત્તિ છે તે અંશથી વ્યવહારનયથી તે પ્રવૃત્તિને ધર્મ કહેવાય છે. માટે પ્રમત્તસંયત, દેશવિરત અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને કેવલ નિશ્ચયનયથી ધર્માનુષ્ઠાન નથી પરંતુ નિશ્ચયવ્યવહારરૂપ ઉભયનયથી સંકીર્ણ એવું ધર્મઅનુષ્ઠાન છે.
વળી, અપુનબંધક જીવોને વ્યવહારનયથી જ ધર્માનુષ્ઠાન છે; કેમ કે અપુનબંધક જીવો સાક્ષાત્ રત્નત્રયીમાં યત્ન કરી શકતા નથી. પરંતુ તેનું કારણ બને તેવી ઉચિત આચરણ કરે છે. તેથી વ્યવહારનય ઉપચારથી તે ઉચિત આચરણાને ધર્મ કહે છે તે કારણથી સામાન્યથી ગૃહસ્થધર્મ=પૂર્વમાં બતાવાયેલો પાંત્રીસ પ્રકારનો સામાન્યથી ગૃહસ્થધર્મ, વ્યવહારનયથી અપુનબંધકની અપેક્ષાએ જ છે. એ પ્રમાણે સ્થિત છે=એ પ્રમાણે સિદ્ધ છે.,
આશય એ છે કે અપુનબંધક જીવો સાક્ષાત્ રત્નત્રયીને અનુકૂળ અભ્યાસ કરી શકતા નથી તોપણ રત્નત્રયીનું કારણ બને તેવા આ પાંત્રીસ પ્રકારના સામાન્ય ગૃહસ્થ ધર્મમાંથી યથાયોગ્ય ગૃહસ્થ ધર્મનું સેવન કરે છે. માટે અપુનબંધકની અપેક્ષાએ જ આ સામાન્યથી ગૃહસ્થ ધર્મ છે. જો કે અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરત શ્રાવકો પણ તેવી પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓની તે ધનાર્જનાદિની પ્રવૃત્તિ વ્યવહારથી ગૃહસ્થ ધર્મ નથી પરંતુ નિશ્ચય-વ્યવહાર દ્વારા સ્વીકારાયેલા એવા સંકીર્ણ ગૃહસ્થધર્મરૂપ છે. જ્યારે અહીં બતાવેલ સામાન્યથી ગૃહસ્થ ધર્મ વ્યવહારથી અપુનબંધકની અપેક્ષાએ જ છે, એ પ્રમાણે ફલિત થાય છે.
અહીં વિશેષ એ છે કે અપ્રમત્તમુનિઓને તો નિશ્ચયનયથી કેવલ ધર્માનુષ્ઠાન જ હોય છે. પ્રમત્તસંયત, દેશવિરત અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જ્યારે શુભયોગમાં હોય છે ત્યારે નિશ્ચયવ્યવહાર દ્વારા ધર્મ હોય છે અને અશુભયોગમાં હોય ત્યારે અધર્મની પ્રાપ્તિ થાય છે. આથી જ પડિલેહણાદિની ક્રિયામાં પ્રમાદવાળા સાધુને છ કાયની વિરાધનારૂપ અધર્મની પ્રાપ્તિ છે. આથી જ બ્રાહ્મી-સુંદરી આદિના જીવને અશુભયોગને કારણે મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ તેથી સ્ત્રીવેદ બંધાયું. અને અપુનબંધક જીવો પણ જ્યારે આગામી હિતના વિચારપૂર્વક ધર્મપ્રધાન થઈને ધનાદિ અર્જન કરે છે ત્યારે તેઓની તે પ્રવૃત્તિ ધર્મરૂપ બને છે. અને પ્રમાદને વશ થઈ લોભાદિને કારણે અનીતિ આદિ કરે છે કે અસમંજસ કષાયને વશ થઈ કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓની તે પ્રવૃત્તિ અધર્મરૂપ બને છે. ll૧૪ll અવતરણિકા -
सप्रभेदं सामान्यतो गृहिधर्ममभिधाय साम्प्रतं तत्फलं दर्शयत्राह - અવતરણિકાર્ય - પ્રભેદ સહિત સામાન્યથી ગૃહસ્થ ધર્મને કહીને હવે તેના ફલને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –