________________
૭પ
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪
વળી, વિવેકી ગૃહસ્થ ધર્મની બાધા થાય તે રીતે અર્થ, કામને સેવતા નથી. જેમ કોઈ ખેડૂતનું કુટુંબ ખેતીમાંથી ઉત્પન્ન થયેલા ધાન્યના બીજને વાવણી માટે રાખેલું હોય અને પ્રસંગે ધાન્ય ઓછું જણાય તો તે બીજનો ભોગ કરે તો ફરી ખેતી કરી શકે નહીં તેથી તેનો નિર્વાહ થાય નહિ તેથી બીજને ભોગવનારા કુટુંબીઓ વિનાશ પામે છે. તે રીતે અર્થ-કામની પ્રાપ્તિનું બીજ ધર્મ છે અને તે ધર્મનો નાશ કરીને જેઓ અર્થ-કામ સેવે છે તે ભાવિમાં ધર્મ રૂપી ધનથી રહિત હોવાને કારણે અર્થ-કામને પામશે નહિ, પરંતુ દુઃખની પરંપરાને પ્રાપ્ત કરશે, માટે ગૃહસ્થ ધર્મની બાધા ન થાય તે રીતે અર્થ-કામ સેવવાં જોઈએ. અર્થાત્ પોતાની શક્તિના પ્રકર્ષથી ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. અને પોતાની આજીવિકાનો પ્રશ્ન ન થાય તે રીતે અર્થ ઉપાર્જનમાં યત્ન કરવો જોઈએ. અને ઇન્દ્રિયોની ઉત્સુકતા ધર્મમાં વ્યાઘાતક ન થાય તદર્થે ઉચિત કાલે ભોગ કરીને ઇન્દ્રિયોને શાંત રાખવા યત્ન કરવો જોઈએ. જેથી બાધા વગર અધિક-અધિક ધર્મનું સેવન થઈ શકે.
તે જીવ સંસારમાં સુખી છે જે પરલોકના સુખના અવિરોધથી આલોકના સુખને અનુભવે છે. તેથી ધર્મની બાધા ન થાય તે રીતે જ ગૃહસ્થ અર્થ-કામમાં યત્ન કરવો જોઈએ. આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે. જે જીવો તાદાત્વિક છે=તત્કાલ સુખને જોનારા છે, તેઓના જીવનમાં ભોગથી ધર્મ અને અર્થની બાધા થાય છે. જે પૂર્વજોથી ઉપાર્જિત અર્થનો અયોગ્ય રીતે વ્યય કરે છે તે “મૂલહર' કહેવાય છે. જેમ કોઈ ગૃહસ્થ બાપદાદાનું અર્જન કરાયેલું ધન જુગારાદિમાં વ્યય કરે. આવા જીવો ધર્મ પણ કરી શકતા નથી અને કામના સુખને પણ મેળવી શકતા નથી તેથી આલોક અને પરલોકમાં દુઃખી થાય છે. આનાથી એ ફલિંત થાય કે કોઈ યોગ્ય જીવને વડીલ ઉપાર્જિત ધન મળેલું હોય અને અયોગ્ય રીતે તે ધનનો વ્યય ન કરે અને અર્થઉપાર્જનની તેને આવશ્યક્તા ન હોય તો તેમાં પણ યત્ન ન કરે પરંતુ શક્તિના પ્રકર્ષથી ધર્મમાં યત્ન કરીને ગૃહસ્થજીવન જીવે તો કોઈ દોષ નથી
જે જીવો કંજૂસ છે તેઓ ધન અર્જન કરે છે પરંતુ કંજૂસાઈને કારણે ભોગ પણ કરતા નથી, ધર્મમાં પણ ધનનો વ્યય કરતા નથી. તેઓનું ધન રાજા, દાયાદ વારસદાર અને ચોરોનું ધન બને છે. પરંતુ પોતાના ઉપભોગનું કારણ કે પોતાના પરલોકના હિતનું કારણ ધન બનતું નથી. આનાથી એ ફલિત થાય કે કંજૂસ જીવો કંજૂસાઈને કારણે ધર્મમાં ધન વ્યય ન કરતા હોય અને અન્ય ધર્માનુષ્ઠાન કરતા હોય તોપણ પરમાર્થથી ધર્મ કરતા નથી; કેમ કે ગૃહસ્થનો દાનધર્મ મુખ્ય છે. જે ગૃહસ્થ શક્તિ હોવા છતાં દાનધર્મ સેવી ન શકે તેઓની અન્ય આચરણા ધર્મરૂપ બને નહિ. માટે ગૃહસ્થ પોતાની આજીવિકાથી કંઈક અધિક મળે તો અવશ્ય દાનધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ તો જ તેનાથી અન્ય ધર્મનું પણ સેવન થાય.
વળી, ભાગ્યને વશ ત્રિવર્ગમાં બાધા થાય તેવા સંયોગો ઉત્પન્ન થાય તો ગૃહસ્થ ધર્મ-અર્થ-કામમાં ઉત્તરઉત્તરની બાધાથી પૂર્વ-પૂર્વનું રક્ષણ કરવું જોઈએ. જેમ આજીવિકાનો પ્રશ્ન થાય તેવી સ્થિતિ હોય તો કામને ગૌણ કરીને પણ અર્થઉપાર્જનમાં પ્રયત્ન કરવો જોઈએ અને તેમ ન કરવામાં આવે અને ભોગમાં જ ગૃહસ્થ રત રહે તો આજીવિકાના અભાવને કારણે ક્લેશની પ્રાપ્તિ થાય અને ધર્મનું પણ સેવન અશક્ય બને.
ધર્મની બાધા થતી હોય તો અર્થ અને કામના ભોગથી પણ ધર્મનું રક્ષણ કરવું જોઈએ. જેમ કોઈક એવા