________________
૮૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૫ થી ૧૪
ટીકા :
तथा परोपकृतौ-परोपकारे, पाटवं-पटुत्वम्, परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृताञ्जनम्
ટીકાર્ચ -
તથા .... નેત્રામૃત્તીઝનમ્ II અને પરોપકૃતિમાં પરોપકારમાં, પાટવ=પટુપણું, જે કારણથી પરોપકારતત્પર પુરુષ સર્વજીવોના ક્ષેત્રના અમૃતના અંજન જેવો છે અર્થાત્ સર્વજીવોને પ્રિય લાગે છે. ૩૩ ભાવાર્થ - (૩૩) પરોપકારનું પાટવ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
સુંદર પ્રકૃતિવાળા ગૃહસ્થો હંમેશાં પરનું હિત કેમ થાય ? તેની ચિંતા કરનારા હોય છે. તેથી પોતાની શક્તિ અનુસાર જે-જે પ્રકારે પરનું હિત થાય તે પ્રકારે પરના હિતમાં પ્રવૃત્તિ કરે છે અને આવા પરોપકારના સ્વભાવવાળો ગૃહસ્થ સર્વને પ્રિય જણાય છે. ૩૩ll ટીકા -
तथा हीर्लज्जा वैयात्याभावः इतियावत्, लज्जावान् हि प्राणप्रहाणेऽपि न प्रतिज्ञातमपजहाति यथाह
“लज्जां गुणौघजननी जननीमिवार्यामत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः । તેનસ્વિનઃ સુર્વમસૂરિ સંત્યનક્તિ, સત્યસ્થિતિવ્યનિનો પુન: પ્રતિજ્ઞામ્ III” રૂા. ટીકાર્ચ -
તથા વિજ્ઞાન્ II અને હીગલજ્જા=વૈયાત્યનો અભાવ=નિર્લજ્જતાનો અભાવ. જે કારણથી લજ્જાવાળો પુરુષ પ્રાણના નાશમાં પણ પ્રતિજ્ઞાનો ત્યાગ કરતો નથી. જે પ્રમાણે કહે છે –
“અત્યંત શુદ્ધ હદયવાળી આર્ય માતાની જેમ ગુણના સમુદાયને નિષ્પન્ન કરનારી લજ્જાને અનુવર્તન કરતા તેજસ્વી જીવો સુખપૂર્વક પ્રાણનો પણ ત્યાગ કરે છે. વળી, સત્યસ્થિતિના વ્યસનવાળા પુરુષો પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી.” ૩૪ના ભાવાર્થ :(૩૪) લજ્જા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ગૃહસ્થ લજ્જાના સ્વભાવવાળા હોય છે. લજ્જા એટલે ઉદ્ધતાઈનો અભાવ. અને લજ્જા સ્વભાવવાળા પુરુષ, પોતે જે પ્રતિજ્ઞા કરી હોય તે પ્રતિજ્ઞાનો પ્રાણના ભોગે પણ નિર્વાહ કરે છે. તેમાં સાક્ષી આપે છે. જેમ કોઈકની માતા અત્યંત શુદ્ધ હૃદયવાળી અને આર્ય–ઉત્તમ સ્વભાવવાળી, હોય તો તે માતા પુત્રની હિતચિંતા