________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ ટીકા -
तथा यथार्हा या यस्योचिता, लोकयात्रा लोकचित्तानुवृत्तिरूपो व्यवहारः, सा विधेया, यथार्हलोकयात्रातिक्रमे हि लोकचित्तविराधनेन तेषामात्मन्यनादेयतया(ता)परिणामापादनेन स्वलाघवमेवोत्पादितं भवति एवं चान्यस्यापि स्वगतस्य सम्यगाचारस्य लघुत्वमेवोपनीतं स्यादिति ।। ૩ –
“ત્નો: ઉત્ત્વથાર: સર્વેષાં ધર્મચારિણાં માત્
तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ।।१।।" [प्रशमरति १३१] ३२।। ટીકાર્ય :- તથા ~ સંતાજન્ ા અને યથાયોગ્ય છે જેને ઉચિત છે તેવી લોકમાત્રા=લોકચિત્તની અતુવૃત્તિરૂપ વ્યવહાર, તે કરવો જોઈએ. દિકજે કારણથી, યથાયોગ્ય લોકયાત્રાનો અતિક્રમ કરાવે છતે લોકચિત્તના વિરાધનથી તેઓના પોતાનામાં અનાદેયતાના પરિણામના આપાદનથી સ્વલાઘવ જ ઉત્પાદન કરાયેલું થાય છે. અને આ રીતે યથાયોગ્ય લોકયાત્રા ન કરવામાં આવે એ રીતે, સ્વગત સમ્યફ આચારનું લઘુત્વ જ અન્યને પણ પ્રાપ્ત કરાયેલું થાય.
તિ શબ્દ કથનની સમાપ્તિ માટે છે અને કહેવાયું છે.
જે કારણથી ખરેખર સર્વધર્મચારીઓનો લોક આધાર છે તે કારણથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ સંત્યાજ્ય છે." (પ્રશમરતિ શ્લોક-૧૩૧) ૩૨ાા ભાવાર્થ(૩૨) યથાયોગ્ય લોક્યાત્રા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ગૃહસ્થ દરેક જીવો સાથે જે પ્રકારે ઉચિત વ્યવહાર હોય તે પ્રકારે ઉચિત વ્યવહાર સંપાદન કરવો જોઈએ. જો ગૃહસ્થ દરેકની ભૂમિકાને અનુસાર ઉચિત વ્યવહાર ન કરે તો તે લોકોના ચિત્તનું વિરાધન થવાથી–તે લોકોનું ચિત્ત ગૃહસ્થ પ્રત્યે વિરુદ્ધ ભાવવાળું થવાથી, તેઓને તે ગૃહસ્થ અનાદેય થાય છે. અર્થાત્ આદરપાત્ર થતો નથી. તેથી પોતાનું લાઘવપણું જ પ્રાપ્ત થાય છે. અને આ રીતે અન્ય સાથે ઉચિત વ્યવહાર નહિ કરવાથી ગૃહસ્થ વડે સેવાયેલો ધર્મ પણ અન્ય જીવોને અસાર જણાય છે. તેથી ગૃહસ્થે પોતાની ભૂમિકા અનુસાર સર્વ જીવો સાથે ઉચિત સંભાષણ કે ઉચિત પ્રવૃત્તિરૂપ વ્યવહાર કરવો જોઈએ.
સદ્દગૃહસ્થનો સર્વ જીવો સાથે ભૂમિકાનુસાર ઉચિત વ્યવહાર અન્યને ધર્મપ્રાપ્તિનું કારણ બને છે અને પોતાની પણ ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રકૃતિ બને છે. તેથી તે વ્યવહાર ધર્મરૂપ છે. ૩શા