________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૫ થી ૧૪
૮૫
અને આ દ્વિવિધ અનુષ્ઠાન=સતતાભ્યાસ અને વિષયાભ્યાસ એ બંને અનુષ્ઠાન, યુક્તિક્ષમ નથી=ઉપપત્તિ સહ નથી=ધર્મરૂપે સ્વીકારવામાં યુક્તિવાળા નથી. જે કારણથી નિશ્ચયનયના યોગથી–નિશ્ચયનયના અભિપ્રાયથી, માતાપિતાદિના વિનયના સ્વભાવવાળા સમ્યગ્દર્શનાદિની અનારાધનારૂપ સતતાભ્યાસમાં ધર્માનુષ્ઠાન દૂરાપાસ્ત જ છે= ધર્માનુષ્ઠાન નથી જ. શ્લોકમાં ‘વિસ' શબ્દ પછી “પિ' અધ્યાહાર છે. તેથી અહંદાદિ પૂજાલક્ષણ વિષયમાં પણ= વિષયાભ્યાસમાં પણ, ભવવૈરાગ્ય આદિ ભાવોથી પરિપીણ ધર્માનુષ્ઠાન કેવી રીતે હોય ? અર્થાત્ કોઈ રીતે ન હોય. શ્લોકમાં “ધર્મદ્યાનો' શબ્દ છે તેમાં રહેલો ‘ો 'પાર પ્રાકૃતપણાથી છે. તેથી તેનો કોઈ અર્થ નથી. વિષયાભ્યાસમાં પણ ધર્માનુષ્ઠાન કેમ નથી ? તેમાં હેતુ કહે છે –
ઘર્માનુષ્ઠાનનું પરમાર્થના ઉપયોગરૂપપણું હોવાથી=આત્મામાં પારમાર્થિકભાવરૂપ સમ્યફ-દર્શનાદિ વિષયક ઉપયોગરૂપપણું નિશ્ચયનયના મતમાં ભાવાભ્યાસ જ ધર્માનુષ્ઠાન છે, અવ્યદ્વય નહિ=સતતાભ્યાસ અને વિષયાભ્યાસ ધર્માનુષ્ઠાન નથી, એ પ્રકારનો લિગર્વ છે=એ પ્રકારનો નિર્ણય છે. પુરા
વળી, વ્યવહારથી=વ્યવહારનયના આદેશથી, બંને પણ ઘટે છે=સતતાભ્યાસ અને વિષયાભ્યાસ બંને પણ ધર્માનુષ્ઠાન ઘટે છે. તથા તથા'ઋતે તે પ્રકારે, અપુનબંધકાદિમાં ઘટે છે. એમ અવય છે. ત્યાં અપુનબંધકાદિમાં, પાપ તીવ્રભાવથી કરતો નથી ઈત્યાદિથી કહેવાયેલા લક્ષણવાળો અપુનબંધક છે. આદિ શબ્દથી=અપુનબંધકાદિમાં રહેલા આદિ શબ્દથી, અપુનબંધકની જ વિશિષ્ટ ઉત્તર અવસ્થાવિશેષને ભજનારા એવા માર્ગાભિમુખ, માર્ગપતિત અને અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગ્રહણ કરેલ છે.
તિ' શબ્દ ઉદ્ધરણના અર્થની સમાપ્તિ માટે છે. નથી શંકા કરે છે. તોપણ=પૂર્વમાં ઉપદેશપદનું ઉદ્ધરણ આપ્યું અને તેમાં કહ્યું કે નિશ્ચયનયથી ભાવાભ્યાસ જ ધર્મ છે અને વ્યવહારનયથી સતત અભ્યાસ અને વિષયઅભ્યાસ પણ ધર્મ છે તોપણ, ધર્મસંગ્રહણીમાં નિશ્ચયનયના મતથી શૈલેશીના ચરમસમયમાં જ ધર્મ કહેવાયો છે. વળી, તેના પૂર્વસમયોમાં=શૈલેશીના ચરમસમયથી પૂર્વના સમયોમાં, તેના સાધનો જ સંભવ છેઃનિશ્ચયનયને અભિમત ધર્મના સાધનનો જ સંભવ છે=વ્યવહારનયને અભિમત જ ધર્મનો સંભવ છે. કેમ કે,
“તે ઉભય ક્ષયનો હેતુ છે જે શૈલેશીના ચરમસમયભાવિ છે. શેષ વળી નિશ્ચયનયથી તેનો જ=નિશ્ચયનયનો જ પ્રસાધક કહેવાયો છે=નિશ્ચયનયના ધર્મને સાધનારો વ્યવહારનયથી ધર્મ કહેવાયો છે.” (ધર્મસંગ્રહણી, ગાથા ૨૬) એ પ્રમાણે વચન છે.
વળી અહીંaઉપદેશપદના વચનમાં, નિશ્ચયથી=નિશ્ચયનયથી, ધર્માનુષ્ઠાનનો સંભવ અપ્રમત્ત સંયતોને જ છે, એથી કેવી રીતે વિરોધ નથી?=ધર્મસંગ્રહણીના કથન સાથે ઉપદેશપદના વચનને કેવી રીતે વિરોધ નથી ? એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
'=વિરોધ નથી; કેમ કે ધર્મસંગ્રહણીમાં ધર્મનું જ અભિધિત્સિતપણું હોવાને કારણે=ધર્મનું જ વક્તવ્યપણું હોવાને કારણે, ત્યાં=ધર્મસંગ્રહણીમાં, ધર્મપદની વ્યુત્પત્તિના નિમિત્તગ્રાહક એવા એવંભૂતરૂપ નિશ્ચયનયની શૈલેશીઅવસ્થાના ચરમસમયમાં જ પ્રવૃત્તિનો સંભવ હોવાથી, વળી અહીંsઉપદેશપદમાં, ધર્માનુષ્ઠાનપદની વ્યુત્પત્તિના નિમિત્ત ગ્રાહક એવા એવંભૂત નિશ્ચયનયની અપ્રમત્ત સંયતમાં જ