________________
૮૬
ધર્મસંગ્રહ ભાગ-૧પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ પ્રવૃત્તિનો સંભવ હોવાને કારણે વિરોધલેશનો પણ અવકાશ છે=ધર્મસંગ્રહણીના કથન સાથે ઉપદેશપદના કથનમાં વિરોધલેશનો પણ અવકાશ છે=ધર્મસંગ્રહણીના કથન સાથે ઉપદેશપદના કથાનો વિરોધ નથી.
ત્તથી શંકા કરે છે – આ રીતે-ઉપદેશપદ વચનનો પૂર્વમાં અર્થ કર્યો એ રીતે, તિરુપચરિત ભાવાભ્યાસ અપ્રમત્તસંયતને જ છે. પ્રમતસંવત, દેશવિરત અને અવિરત એવા સમ્યગ્દષ્ટિનું આપેક્ષિકપણું હોવાને કારણે= પ્રમસંયતાદિમાં ભાવાભ્યાસનું આપેક્ષિકપણું હોવાને કારણે, ઔપચારિક જ પ્રાપ્ત છે=ઔપચારિક જ ધર્માનુષ્ઠાન પ્રાપ્ત છે. એથી અપુનબંધકને જ ઔપચારિક છેઃઅપુનબંધકને ઔપચારિક ધર્માનુષ્ઠાન છે, એ પ્રકારનું વચન કેવી રીતે ઘટે ? એ પ્રકારનું વચન અન્યત્ર ઉપલબ્ધ છે તે કઈ રીતે સંગત થાય? અર્થાત્ સંગત થાય નહિ. એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી તેના સમાધાન માટે કહે છે - જે પ્રમાણે પર્યવસાયવ્યુત્ક્રાંત અર્થગ્રાહી એવા પર્યાસ્તિકાયના સ્પર્શ વગરના અર્થને ગ્રહણ કરનાર એવા, દ્રવ્યનો ઉપયોગ પરમાણુમાં જ અપશ્ચિમ વિકલ્પના નિર્વચનરૂપ છે= છેલ્લા વિકલ્પના કથનરૂપ છે, તે પ્રમાણે નિશ્ચયન વ્યુત્ક્રાન્નાર્થગ્રાહી વ્યવહારનય પણ અપુતબંધકમાં જ તે પ્રકારે કહે છે ઔપચારિક ધર્મ કહે છે, એ પ્રકારના અભિપ્રાયથી અપુતબંધકને ઔપચારિક ધર્માનુષ્ઠાન કહેનાર અન્ય સ્થાનનું વચન સંગત છે એમ અવય છે એ પ્રમાણે ગ્રહણ કર. આથી જ=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ખુલાસો કર્યો કે નિશ્ચયનય વ્યુત્ક્રાંત અર્થગ્રાહી વ્યવહારનય અપુતબંધકમાં ઔપચારિક ધર્મ સ્વીકારે છે આથી જ
“અપુનબંધકનું જ આ=ધર્માનુષ્ઠાન, વ્યવહારથી તાત્વિક છે. વળી, અધ્યાત્મભાવનારૂપ ઉત્તરનું=સમ્યગ્દષ્ટિનું, નિશ્ચયથી તાત્વિક છે.” (યોગબિંદુ, ગાથા-૩૬૯).
એ પ્રમાણે યોગબિંદુમાં કહેવાયું છે. જે વળી અહીં યોગબિંદુમાં અપુનબંધકનું પણ ઉપલક્ષણપણું હોવાથી સમ્યગ્દષ્ટિ, વૃત્તિમાં ગ્રહણ કરાયું તે અપેક્ષાથી જ છે, એ પ્રકારનું તત્વ છે.
ધર્મસંગ્રહણીના અને ઉપદેશપદના કથનનો સ્થૂલથી દેખાતો વિરોધ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ દૂર કર્યો તે સર્વનું નિગમન કરતાં કહે છે –
તે કારણથી=પૂર્વમાં વર્ણન કર્યું તે કારણથી, આ પરમાર્થ છે – નિશ્ચયનયથી અનુપચરિત ધર્માનુષ્ઠાન અપ્રમત્તસંયતોને જ છે. વળી પ્રમત્તસંયતાદિને અપેક્ષાથી નિશ્ચયનય-વ્યવહારનય દ્વારા ધર્માનુષ્ઠાન છે. વળી અપુનબંધકને વ્યવહારથી જ છે. તે કારણથી સામાન્યથી ગૃહસ્વધર્મ વ્યવહારનયથી અપુનબંધકની અપેક્ષાએ જ છે, એ પ્રકારે સ્થિત છે.] ‘રૂતિ’ શબ્દ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના કથનની સમાપ્તિ માટે છે.
યોગબિંદુ શ્લોક ૩૦૯નું જે ઉદ્ધરણ ટીકામાં આપ્યું છે ત્યાર પછી કહ્યું કે “સીશ્યાવીના વૃત્ત ગ્રહ કૃતમ્' ત્યાં “
સ ત્યાવીનાને બદલે “સગરે' એ પ્રમાણે વૃત્તિમાં પાઠ છે અને તે શુદ્ધ છે તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.