________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૫ થી ૧૪
તિ' શબ્દ “તથાદિ'થી કરેલા કથનની સમાપ્તિ માટે છે. આના દ્વારા=પૂર્વમાં વર્ણન કર્યું કે તાદાત્વિકાદિ ત્રણેયની અન્યોન્ય બાધા સુલભ છે એના દ્વારા, ત્રિવર્ગની બાધા=ધર્મ, અર્થ, કામની પરસ્પરની બાધા, ગૃહસ્થને કરવી અનુચિત છે એ પ્રકારે પ્રતિપાદન કરાયું. વળી, જ્યારે ભાગ્યના વશથી બાધા સંભવે છે ત્યારે ઉત્તરોત્તરની બાધામાં=ધર્મ, અર્થ, કામ ત્રણેયની ઉત્તરોત્તર બાધામાં, પૂર્વ-પૂર્વની બાધા રક્ષણીય છે. તે આ પ્રમાણે, કામની બાધામાં ધર્મ અને અર્થની બાધા રક્ષણીય છે; કેમ કે ધર્મ-અર્થ હોતે છતે કામનું સુકર ઉત્પાદકપણું છે=કામ સુખેથી પ્રાપ્ત થાય છે. વળી, કામ અને અર્થની બાધામાં ધર્મ રક્ષણીય છે; કેમ કે અર્થકામનું ધર્મ મૂલપણું છે. અર્થાત્ ધર્મથી જ અર્થની પ્રાપ્તિ છે. અને કહેવાયું છે –
“જો ધર્મ સીદાય નહિ તો કપાલથી પણ સુંદર જીવિતવાળો છું ભીખ માંગીને પણ સુંદર જીવન જીવવાવાળો છું. એ પ્રમાણે જાણવું. હિં=જે કારણથી ધર્મની વિત્તવાળા સાધુઓ છે=ધર્મની સંપત્તિવાળા ઉત્તમ પુરુષો છે.” - “ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ૨૯ ભાવાર્થ(૨૯) ધર્મ-અર્થ-કામ ત્રણેયને પણ પરસ્પર ઉપઘાત વગર સાધવા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ગૃહસ્થ ધર્મ-અર્થ-કામ ત્રણેને પરસ્પર અવિરુદ્ધ રીતે સેવવા જોઈએ. તેમાં ધર્મ, અર્થ, કામ શું છે ? તે બતાવતાં કહે છે –
જે પ્રવૃત્તિથી અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ છે. તેથી એ ફલિત થાય કે જે ગૃહસ્થ દાન, શીલ, તપાદિરૂપ જે અનુષ્ઠાન સેવે છે. તેનાથી તેનો અભ્યદયે થાય છે અને પરંપરાએ મોક્ષ થાય છે. તે ગૃહસ્થનો ધર્મ છે.
જેનાથી સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય છે તે અર્થ છે, એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે ગૃહસ્થ ધનથી દાનધર્મ એવી શકે છે, ભોગો કરી શકે છે અને સુખે સુખે પોતાનો જીવનનિર્વાહ કરી શકે છે. માટે ધનથી સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય છે. તેથી સર્વપ્રયોજનની સિદ્ધિને કરનાર અર્થ છે.
જેનાથી આભિમાનિક રસથી અનુવિદ્ધ (યુક્ત) સર્વ ઇન્દ્રિયની પ્રીતિ થાય છે તે કામ છે; કેમ કે તે તે ઇન્દ્રિયોના સ્વબુદ્ધિથી કલ્પિત ભોગોથી તે તે ઇન્દ્રિયજન્ય ગૃહસ્થને જે આનંદ થાય છે તેને કામ કહેવાય છે.
વળી, ગૃહસ્થ ધર્મ, અર્થ અને કામ એકબીજાને ઉપઘાત ન કરે તે રીતે સેવવા જોઈએ. અર્થાત્ કામનું તે રીતે સેવન ન કરવું જોઈએ કે જેથી અર્થ અને ધર્મમાં યત્ન ન થાય, અર્થનું તે રીતે સેવન ન કરવું જોઈએ કે જેથી કામ અને ધર્મમાં યત્ન ન થાય અને ધર્મનું તે રીતે સેવન ન કરવું જોઈએ કે જેથી અર્થ અને કામમાં યત્ન ન થાય.
કેમ પરસ્પર અબાધાથી ત્રિવર્ગનું સેવન કરવું જોઈએ ? તેમાં યુક્તિ બતાવે છે –