________________
૭૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ ગૃહસ્થ ત્રણ વર્ગ કેમ સાધવા જોઈએ ? તેમાં હેતુ કહે છે – ત્રિવર્ગના સાધનથી વિકલ પુરુષનું ઉભયભવભ્રષ્ટપણું હોવાને કારણે જીવનનું નિરર્થકપણું છે. જેને કહે છે –
“જેના ત્રિવર્ગ શૂન્ય દિવસો આવે છે અને જાય છે તે લોહકારની લુહારની, ધમણની જેમ શ્વાસ લેતો પણ જીવતો નથી.” ત્રણેય વર્ગને છોડીને એક-એકનું સેવન ગૃહસ્થ માટે ઉચિત નથી તે બતાવતાં કહે છે –
ત્યાં=ત્રિવર્ગમાં, ધર્મ અને અર્થતા ઉપઘાતથી તત્કાલ આનંદ આપનાર વિષયસુખમાં લુબ્ધ જંગલના હાથીની જેમ કોણ આપત્તિનું સ્થાન થતું નથી ? અર્થાત્ જે ધર્મ, અર્થના ઉપઘાતથી કામને સેવે છે તે પુરુષ સર્વ આપત્તિનું સ્થાન બને છે અને તેનું તેવા ગૃહસ્થનું, ધન, ધર્મ અને શરીર નથી. અર્થાત્ તેનું ધન, ધર્મ અને શરીર નાશ પામે છે, જેને કામમાં અત્યંત આસક્તિ છે. ધર્મ અને કામના અતિક્રમથી ઉપાર્જિત એવું ધન બીજા અનુભવે છે=બીજા ભોગવનારા થાય છે. પરંતુ સ્વયં તો પાપનું ભાજન થાય છે. જેમ હાથીના વધથી સિંહ પાપનું ભાજન થાય છે. અર્થ અને કામના અતિક્રમથી ધર્મની સેવા સાધુનો જ ધર્મ છે – ગૃહસ્થનો નહિ.
આ રીતે ધર્મ, અર્થ અને કામમાં પરસ્પર બાધાથી એક-એકનું સેવન ગૃહસ્થનો ધર્મ નથી તેમ બતાવ્યા પછી તે ત્રિવર્ગ કોની પ્રધાનતાપૂર્વક સાધવો જોઈએ તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
અને ધર્મના બાધપૂર્વક ગૃહસ્થ અર્થ-કામ સેવે નહિ. બીજભોજી એવા કુટુંબની જેમeખેતીના વપન માટે રાખેલા બીજને ખાનારા એવા ખેડૂતના કુટુંબની જેમ, અધાર્મિકને ભવિષ્યમાં કંઈ પણ કલ્યાણ નથી. તે ખરેખર સુખી છે જે પરલોકના સુખના અવિરોધથી આલોકના સુખને અનુભવે છે. તે કારણથી ધર્મની અબાધાથી કામ અને અર્થમાં બુદ્ધિશાળીએ યત્ન કરવો જોઈએ. આ રીતે જે રીતે ધર્મની બાધાથી અર્થ, કામને સેવનાર પુરુષનું હિત થતું નથી એ રીતે, અર્થની બાધાથી ધર્મ અને કામને સેવનારા પુરુષનું ઋણ અધિકપણું થાય છે અર્થાત્ બીજાઓનો દેવાદાર થાય છે. કામની બાધાથી ધર્મ અને અર્થને સેવનારા પુરુષને ગૃહસ્થપણાનો અભાવ થાય છે અને આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, તાદાત્વિક, મૂલહર અને કદર્યમાં ધર્મ, અર્થ અને કામની અન્યોન્ય બાધા સુલભ
તાદાત્વિકાદિ ત્રણમાં અન્યોન્ય બાધા સુલભ કેમ છે ? તે તથાદિથી સ્પષ્ટ કરે છે –
જે પુરુષ કંઈ પણ સંચય કર્યા વગર ઉત્પન્ન અર્થને વાપરે છે તે તાદાવિક છે. જે પિતા, દાદા આદિના અર્થનું અન્યાયથી ભક્ષણ કરે છે. તે મૂલહર છે. જે મૃત્ય=નોકર અને પોતાને પીડાથી અર્થનો સંચય કરે છે પરંતુ ક્યાંય વાપરતો નથી તે કાર્ય છે=કંજૂસ છે. ત્યાં તારાત્વિકાદિ ત્રણમાં તારાત્વિક અને મૂલહર પુરુષના અર્થભ્રંશના કારણે ધર્મ અને કામનો વિનાશ થવાથી કલ્યાણ નથી. વળી કંજૂસ પુરુષના અર્થસંગ્રહ રાજા, વારસદાર અને ચોરોની વિધિ છે. પરંતુ ધર્મ અને કામનો હેતુ
નથી.