________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
૬૩
ભાવાર્થ :
(૨૪) બુદ્ધિના આઠ ગુણોનો યોગ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ગૃહસ્થ સ્વશક્તિ અનુસાર બુદ્ધિના આઠ ગુણ સાથે સમાગમ કરવા યત્ન કરે છે; કેમ કે વિચારક ગૃહસ્થને સંસારનું સ્વરૂપ જીવ માટે વિડંબનારૂપ છે તેવું માર્ગાનુસારી બુદ્ધિથી જણાય છે અને આ સંસારના ઉચ્છેદનો ઉપાય સત્શાસ્ત્રનો બોધ કરવો અને સતુશાસ્ત્રના વચનાનુસાર પ્રવૃત્તિ કરવી એ છે તેવો સ્થિર નિર્ણય છે. તેથી તેની માર્ગાનુસારી પ્રજ્ઞાને કારણે હંમેશાં તેને શાસ્ત્રના પરમાર્થને સાંભળવાની ઇચ્છા વર્તે છે અને તે સાંભળવાની ઇચ્છાથી પ્રેરાઈને તે વિવેકી ગૃહસ્થ યોગીઓ પાસે અર્થનું શ્રવણ કરે છે. અર્થનું શ્રવણ કર્યા પછી કોઈ સ્થાનમાં નિર્ણય ન થાય તો તેઓને પૂછીને તે સતુશાસ્ત્રના અર્થનું યથાર્થ ગ્રહણ કરે છે. ગ્રહણ કરાયેલા અર્થને સ્વશક્તિ અનુસાર પરાવર્તન કરીને તેનું ધારણ કરે છે જેથી તે અર્થનું પોતાને વિસ્મરણ ન થાય પરંતુ બોધ થયેલો પદાર્થ સદા બુદ્ધિ સમક્ષ ઉપસ્થિત રહે. જેનાથી સર્વત્ર વિશેષ રીતે ઉચિત પ્રવૃત્તિ થાય છે. વળી, વિવેકી એવો ગૃહસ્થ ધારણ કરાયેલા અર્થનું અવલંબન લઈને ઊહ કરે છે. અર્થાત્ જે પ્રકારે મહાત્માએ આ પદાર્થ આમ બતાવેલ છે. તે રીતે અન્ય - અન્ય પદાર્થોમાં તે વચનનું યોજન કરે છે. જેથી શાસ્ત્રશ્રવણથી થયેલો બોધ વિસ્તારને પામે છે. વળી, ઊહ કર્યા પછી શાસ્ત્રવચનની ઉક્તિથી અને પોતાની બુદ્ધિથી કરાયેલ ઊહથી પ્રગટ થયેલ યુક્તિથી હિંસાદિ એવી અનર્થકારી પ્રવૃત્તિથી પોતાને અનર્થની સંભાવના છે, તેવો નિર્ણય કરીને તે પાપોનું વાવર્તન કરે છે. અર્થાત્ ઊહ કર્યા પછી તે બોધને અનુરૂપ ઉચિત આચરણા કરીને શક્તિ અનુસાર આરંભ-સમારંભથી ગૃહસ્થ નિવર્તન પામે છે. અથવા ઊહ અને અપોહનો અન્ય અર્થ કરે છે. ઊહ એટલે સામાન્યજ્ઞાન અને અપોહ એટલે વિશેષ જ્ઞાન. તેથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રના ગ્રહણ કરાયેલા અર્થોને ધારણ કર્યા પછી તે પદાર્થ વિષયક ઊહાપોહ કરવામાં આવે છે કે આ વચન કઈ રીતે સંગત થાય ? તેમાં આ વચન કઈ રીતે સંગત છે ? તે ઊહરૂપ છે તે સામાન્યજ્ઞાન છે. અને આ વચને આ રીતે સંગત છે તેવો વિશેષ નિર્ણય તે વિશેષજ્ઞાન છે. અને આ રીતે ઊહાપોહનો યોગ કરવાથી=શાસ્ત્રથી જાણેલા પદાર્થો ઉપર ઊહાપોહ કરવાથી, કોઈક સ્થાનમાં પોતાને અજ્ઞાન હોય તો તે દૂર થાય છે. કોઈક સ્થાનમાં પોતાને સંદેહ હોય તો તે દૂર થાય છે. અને કોઈક સ્થાનમાં પોતાને વિપર્યા હોય તો તે દૂર થાય છે અને જે યથાર્થ જ્ઞાન થાય છે તે અર્થવિજ્ઞાન છે= પદાર્થનું સમ્યજ્ઞાન છે. આ અર્થવિજ્ઞાન કર્યા પછી તત્ત્વજ્ઞાન થાય છે; કેમ કે તે અર્થવિજ્ઞાન કર્યા પછી ફરી-ફરી અનેક યુક્તિઓથી તે પદાર્થનો ઊહાપોહ કરવામાં આવે ત્યારે શાસ્ત્રવચનનો આ અર્થ આમ જ છે. તેવો સ્થિર નિર્ણય થાય છે. તે તત્ત્વજ્ઞાન છે. અને આ બુદ્ધિના આઠ ગુણોમાં વિવેકી ગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર યત્ન કરે તો તે ગુણોની વૃદ્ધિ થાય છે. અને જે તે પ્રકારે યત્ન કરે નહિ તેઓમાં તે તે ગુણોને પ્રગટ કરવાની શક્તિ હોવા છતાં તે તે ગુણ પ્રગટ થતા નથી કે વૃદ્ધિ પામતા નથી. જે ગૃહસ્થમાં શુશ્રુષાદિ ગુણોને કારણે પ્રજ્ઞાનો પ્રકર્ષ થયો છે તેવો પુરુષ આ સંસારમાં ક્યારેય પણ અકલ્યાણને પામતો નથી; કેમ કે બુદ્ધિના આઠ ગુણોથી નિર્મળ બુદ્ધિવાળા જીવો જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ એકાંતે હિતનું કારણ બને છે. વળી આ બુદ્ધિના ગુણોને પોતાનામાં પ્રગટ કરવા અર્થે જે ગૃહસ્થ જેટલો પ્રયત્ન કરે તેટલા પ્રયત્ન