________________
૬૯
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ આદિ દિવસનો વિભાગ નથી જેને તે અતિથિ. જે કારણથી કહેવાયું છે – ‘તિથિ, પર્વ અને ઉત્સવો સર્વ જે મહાત્મા વડે ત્યાગ કરાયા છે તેને અતિથિ જાણવો. શેષને અભ્યાગત જાણવો.” શિષ્ટાચારમાં રત સકલલોકથી અનિંદિત સાધુ છે. “દીન શબ્દ ક્ષય અર્થમાં છે,” એ પ્રમાણે વચન હોવાથી ક્ષીણ થયેલ છે સકલ ધર્મ, અર્થ અને કામની આરાધનાની શક્તિ જેનામાં તે દીન છે. તેઓમાં=અતિથિ, સાધુ અને દીવમાં, પ્રતિપન્નતા પ્રતિપત્તિ અન્નપાનાદિરૂપ ઉપચાર, ત્યાં સુધી પ્રતિપન્નતાનો અર્થ છે. કેવી રીતે પ્રતિપન્નતા કરવી જોઈએ ? તેથી કહે છે –
યથાયોગ્ય=ઔચિત્યના અતિક્રમથી પ્રતિપત્તિ કરવી જોઈએ, એમ અવય છે. અતિથિ આદિની, ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ પ્રતિપત્તિરૂપ જે ઔચિત્ય છે તે ઔચિત્યતા, અનુલ્લંઘનથી પ્રતિપત્તિ કરવી જોઈએ. તેના ઉલ્લંઘનમાં શેષ વિદ્યમાન ગુણો અસત્ જેવા થાય છે. અર્થાત નિરર્થક થાય છે. જેને કહે છે=ઔચિત્યના ઉલ્લંઘતથી શેષ ગુણો નિરર્થક થાય છે એમ પૂર્વમાં કહ્યું તેને કહે છે –
એક ઠેકાણે ઔચિત્ય એક અને એક બાજુ ગુણોની કોટિ, ઔચિત્યથી પરિવજિત ગુણોનો સમુદાય વિષ જેવો વર્તે છે.”
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૨૮ ૧૨ાા ભાવાર્થ(૨૮) યથાયોગ્ય અતિથિમાં, સાધુમાં અને દીનમાં પ્રતિપન્નતા=અન્નપાનાદિરૂપ ઉચિત દાનની ક્રિયા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે :
સગૃહસ્થ અતિથિની, સાધુની અને દીનની પોતાની શક્તિ અનુસાર અન્નપાનાદિથી પ્રતિપત્તિ કરે=અન્નપાનાદિના દાનનો ઉચિત વ્યવહાર કરે. આ પ્રકારનો સંગૃહસ્થનો ધર્મ છે. ત્યાં અતિથિ કોણ છે ? તે બતાવે છે. જેઓ પોતાની શક્તિના પ્રકર્ષથી અતિ સુંદર એકાકારવાળું અનુષ્ઠાન સેવે છે અર્થાત્ શક્તિના પ્રકર્ષથી ઉત્તમ અનુષ્ઠાન સતત સેવે છે, તેઓ માટે તિથિ આદિ દિવસનો વિભાગ નથી માટે તેઓ અતિથિ કહેવાય અને તેઓ સુસાધુ છે. તેમાં સાક્ષી આપી તેનો અર્થ આ પ્રમાણે છે –
જે મહાત્માએ તિથિ, પર્વ, ઉત્સવો સર્વનો ત્યાગ કર્યો છે અર્થાત્ માત્ર તિથિ, પર્વ અથવા ઉત્સવના પ્રસંગે ધર્મની આરાધના કરતા નથી પરંતુ પ્રતિદિન સર્વ શક્તિથી ધર્મમાં ઉદ્યમ કરે છે તેને અતિથિ જાણવા. ગૃહસ્થના ઘરે જે મહેમાન આવે છે તેમના માટે અતિથિ શબ્દનો પ્રયોગ થાય છે. તે ખરેખર અતિથિ નથી પરંતુ અભ્યાગત છે=મહેમાન તરીકે આવેલા છે તેમ જાણવું.
વળી, સાધુ કોણ છે ? તે સ્પષ્ટ કરે છે – ' શિષ્ટના આચારમાં રત બધા લોકોને અનિંદિત છે તે સાધુ છે.