________________
ઉ૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ ગુણવૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ થાય અને વિદ્યમાન દોષોની હાનિને અનુકૂળ ઉદ્યમ થાય.
તેમાં સાક્ષી આપતાં કહે છે કે સહસ્થ પ્રતિદિવસ વિચારે કે જેમ પશુ કોઈ જાતનો વિચાર કર્યા વગર જીવન જીવે છે. તેના જેવું જીવું છું કે સત્પુરુષો હંમેશાં ગુણવૃદ્ધિને અનુકૂળ યત્ન કરનારા હોય છે તેની જેમ હું યત્ન કરું છું? આ રીતે જે પુરુષ પ્રતિદિન આત્મનિરીક્ષણ કરે તે પુરુષ પ્રતિદિન વિશેષજ્ઞાનનું આશ્રયણ કરે છે. અર્થાત્ સ્વગત ઉચિત પ્રવૃત્તિ વિષયક વિશેષજ્ઞાનનું આશ્રમણ કરે છે.
અહીં કહ્યું કે આવા પ્રકારનું વિશેષજ્ઞાન ક્યારેક ઇતરને પણ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ ધર્મી ગૃહસ્થ નથી અને ભોગપ્રધાન છે તેવા પણ જીવો કોઈક નિમિત્તને પામીને ક્યારેક પોતાના ઉચિત કૃત્ય વિષયક ઊહાપોહ કરે છે ત્યારે તે જીવોને કંઈક પુણ્ય બંધાય છે. અને કાંઈક માર્ગાનુસારી બુદ્ધિ થાય છે. આમ છતાં તેઓ મોહથી અતિવાસિત હોવાને કારણે પ્રતિદિન તે પ્રકારનો ઊહાપોહ કરતા નથી. તેથી તેઓ કલ્યાણની પરંપરાને પામતા નથી. જ્યારે સંસારથી ભય પામેલ અને પરલોકના હિતના અર્થી ગૃહસ્થ તો પ્રતિદિન આ રીતે વિશેષજ્ઞાન કરવું જોઈએ. જેથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ ગુણસંચયમાં અત્યંત ઉદ્યમવાળો થાય. પરંતુ પશુની જેમ જીવન પૂર્ણ કરવામાં પસાર ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ. આ રીતે વિશેષજ્ઞાનમાં યત્ન કરનારા સગૃહસ્થો સંચિત વર્તવાળા થાય ત્યારે દેશવિરતિ આદિના ક્રમથી સંયમને પણ પ્રાપ્ત કરે છે. માટે કલ્યાણના અર્થીએ પ્રતિદિવસ વિશેષજ્ઞાન કરવામાં ઉદ્યમ કરવો જોઈએ. ૨છા
ટીકા :
तथा, न विद्यते सततप्रवृत्तातिविशदैकाकारानुष्ठानतया तिथ्यादिदिनविभागो यस्य सोऽतिथिः, यथोक्तम् - “તિથિપર્વોત્સવઃ સર્વે, ત્યા યેન મહાત્મના . અતિથિં તે વિનાનીયાછેષમ્યા તે વિ૬. IT!” साधुः शिष्टाचाररतः सकललोकाविगीतः, दीनो “दीक्षये" [दिवादौ था० १०१] इतिवचनात् क्षीणसकलधर्मार्थकामाराधनशक्तिः, तेषु प्रतिपन्नता प्रतिपत्तिरन्नपानादिरूपोपचार इतियावत् । कथं? यथार्हम् औचित्यानतिक्रमेण औचित्यं च यस्यातिथ्यादेरुत्तममध्यमजघन्यरूपाप्रतिपत्तिरित्यर्थः, तस्यानुल्लङ्घनेन, तदुल्लङ्घने हि शेषाः सन्तोऽपि गुणा असन्त इव भवन्ति । यदाह
ગોવિત્યમેવમેત્ર ગુIનાં કોટિતઃ | विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ।।" इति २८ ।। ॥१२॥ ટીકાર્ય - તથા .... કૃતિ છે અને સતત પ્રવૃત એવું અતિવિશદ એકાકાર અનુષ્ઠાનપણું હોવાના કારણે તિથિ