________________
૬૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૫ થી ૧૪ ભાવાર્થ - : (૨૬) સદા અનભિનિવેશ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે - ગૃહસ્થ નીતિમાર્ગથી વિરુદ્ધ તેવા કાર્યમાં સદા અભિનિવેશ રાખવો જોઈએ નહિ. અભિનિવેશ શું છે ? તે સ્પષ્ટ કરે છે – નીતિપથમાં નહિ આવેલું તેવું પણ કાર્ય, પરના અભિભવના પરિણામથી આરંભ કરાય તે અભિનિવેશ છે. જેમ, કોઈ પ્રવૃત્તિથી પોતાને કોઈ લાભ થતો હોય અથવા ન થતો હોય અને તે પ્રવૃત્તિનું કોઈ ફળ પ્રાપ્ત થતું હોય અથવા કોઈ ફળ ન હોય, આમ છતાં બીજાને પરાભવ કરવાના પરિણામથી તે કાર્યનો આરંભ કરાય તે અભિનિવેશ કહેવાય. અને આવો અભિનિવેશ નીચ જીવોને થાય છે. તેમાં અન્યની સાક્ષી આપે છે –
જે જીવોમાં દર્પ છે તે દર્પ, જે કાર્યનું કોઈ ફળ ન હોય તેવા નિષ્ફળ, નયવિગુણત્રયુક્તિ રહિત અને ઘણા શ્રમથી થાય તેવું દુષ્કર કાર્યના આરંભથી નીચ જીવોને શ્રમ કરાવે છે.
તે કથન દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.
પ્રવાહથી વિપરીત દિશામાં તરવાના વ્યસનવાળા મત્સ્ય વડે યત્ન કરાય છે. અર્થાતુ પાણીનો પ્રવાહ જેમ ચાલતો હોય તેનાથી વિપરીત દિશામાં તરવાના વ્યસનને કારણે તે મત્સ્યને ઘણું કષ્ટ પડે છે. ક્યારેક મૃત્યુ પણ થાય છે. તોપણ તેવા ઊંધા સ્વભાવવાળા મત્સ્ય તેવું અર્થ વગરનું દુષ્કર કાર્ય કરે છે તેમ તે જીવોમાં હું આ કાર્ય કરી શકું છું. તે પ્રકારનો અહંકાર છે. તે જીવો નિષ્ફળ એવાં પણ અર્થ વગરનાં દુષ્કર કાર્ય કરવા યત્ન કરે છે, પરંતુ પોતાની શક્તિનું આલોચન કરીને ઉચિત કૃત્ય કરતા નથી તે અશક્ય અનુષ્ઠાન સેવવાનો અભિનિવેશ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે માનકષાયને વશ અર્થ વગરનું કાર્ય કરીને હું દુસ્કર કાર્ય કરી શકું છું તે બતાવવાનો અભિનિવેશ હોય અથવા બીજાને હીન દેખાડવાનો પ્રયત્ન જેમાં હોય તે અભિનિવેશ છે. વળી, અભિનિવેશરહિતપણું ક્યારેક શઠપણાને કારણે નીચ જીવોને પણ સંભવે છે. અર્થાત્ સામાન્યથી નીચ જીવો માનને વશ અભિનિવેશપૂર્વક કાર્ય કરનારા હોય છે તોપણ પોતે શિષ્ટ છે તે બતાવવા માટે શિષ્યલોકજનની વચ્ચે શઠપણાથી અભિનિવેશ રહિત પ્રવૃત્તિ કરે તોપણ જે મિથ્યાભિમાનવાળા છે તેવા નીચ જીવો સદા અભિનિવેશ વગરના હોતા નથી; કેમ કે પ્રસંગ આવે ત્યારે તેઓની પ્રકૃતિ અવશ્ય અભિવ્યક્ત થાય છે. તેથી ગૃહસ્થના ધર્મ તરીકે કહ્યું કે સદા અનભિનિવેશવાળા રહેવું જોઈએ. તેથી સગૃહસ્થ હંમેશાં=માનકષાયને વશ થઈને અસંબદ્ધ કાર્ય કરવાનો આગ્રહ રાખે નહિ. પરંતુ જેનાથી કોઈનો અભિભવ ન થાય તેવી સફળ પ્રવૃત્તિ કરનારા જ હોય. ૨કા ટીકા -
तथा [वस्त्व]वस्तुनोः कृत्याकृत्ययोः स्वपरयोर्विशेषस्यान्तरस्य ज्ञानं निश्चयः, अविशेषज्ञो हि